• Gujarati News
  • Lifestyle
  • Learn From Experts How Women Can Keep Themselves Healthy At Home, It Is Also Important To Eat And Drink At Work To Stay Fit

મહિલાઓનું સ્વસ્થ:મહિલાઓ ઘરે પોતાની જાતને સ્વસ્થ કેવી રીતે રાખી શકે છે તે એક્સપર્ટ પાસેથી જાણો, ફિટ રહેવા માટે કામ દરમિયાન ખાતા-પીતા રહેવું

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે સંપૂર્ણ રીતે ફિટ અને તંદુરસ્ત રહે. ફિટ રહેવા માટે જરૂરી છે કે તમારી ડાયટ અને દૈનિક પ્રવૃત્તિમાં ફેરફાર કરવો. માત્ર ખાવાનું પર્યાપ્ત નથી, તેમાં મોસમી ફળ-શાકભાજીને પણ સામેલ કરો. આ કિસ્સમાં ઘરેલુ મહિલાઓસામાન્ય રીતે ઓછું ધ્યાન આપે છે. તેમની પ્રાથમિકતા તેમનો પરિવાર હોય છે. બાળકો-પતિની સંભાળ અને ઘરેલુ કાર્યોમાં તેમનો સમય પસાર થઈ જાય છે અને તેઓ પોતાના માટે સમય નથી કાઢી શકતી. જો તેઓ પણ નીચે જણાવેલા ઉપાયો અપનાવે તો સ્વસ્થ અને ફિટ રહી શકે છે.

પૂરતું પાણી પીવું માનવ શરીર માટે ખાવાનું જેટલું જરૂરી છે એટલું જ પાણી પણ. શરીરની રચના જ એવી છે કે તે વધારાનું પાણી અન્ય માધ્યમથી બહાર કાઢે છે, પરંતુ પાણીની ઊણપ પાચનતંત્રને કમજોર કરી શકે છે. તેના કારણે ડિહાઈડ્રેશનથી બચવા માટે મહિલાઓએ પર્યાપ્ત પ્રમાણમાં પાણી પીવું.

સમયસર ખાવું
પાણી બાદ ખોરાક આવે છે. એક ગૃહિણીનું રૂટિન ઘરમાં બધા કરતાં વહેલા ઉઠવાનું અને રાત્રે બધા કરતા છેલ્લે સૂવાનું. ઘર અને જવાબદારીઓની વચ્ચે મહિલાઓ ઘણી વખત પોતાના ખોરાક પર ધ્યાન નથી આપી શકતી. જ્યારે તંદુરસ્ત રહેવા માટે ખાવા-પીવાથી લઈને સૂવા સુધી સમય નક્કી હોવો જોઈએ. અનિયમિત દિનચર્યાના કારણે વ્યક્તિ જલ્દી બીમાર પડે છે. દિવસની શરૂઆત એક ગ્લાસ હુંફાળાં પાણીની સાથે કરવી જોઈએ. સવારે હળવો અને હેલ્ધી નાસ્તો દિવસના કામ માટે એનર્જી આપે છે.

પૂરતી ઊંઘ લેવી
સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન રહે છે. આવી સ્થિતિમાં સ્વસ્થ રહેવા માટે જરૂરી છે કે મહિલાઓ પૂરતી ઊંઘ લે. ઊંઘના અભાવના કારણે ઘણી બીમારીઓ શરીરમાં ઘર કરી જાય છે. મહિલાઓના બોડીમાં હોર્મોન સિસ્ટમ જટિલ હોય છે. હોર્મોન સિસ્ટમ યોગ્ય રીતે કામ કરે તેના માટે પૂરતી ઊંઘ લેવી પણ જરૂરી છે.

સ્નેક્સ લેતા રહો
આખો દિવસ કામમાં વ્યસ્ત રહેવાને કારણે મહિલાઓ કંઈ ખાતી-પીતી નથી. તેમજ કેટલાક લોકોનું માનવું છે કે જો તેઓ કંઈક ખાય છે તે કામ નહીં કરી શકે, પરંતુ ભૂખ્યા રહીને કામ કરવાથી શરીરમાં એનર્જી તો નથી રહેતી, તેમજ માઈગ્રેન જેવી બીમારી થવાની આશંકા પણ રહે છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે ઘરમાં સ્નેક્સ બનાવીને રાખો, જેથી કામ દરમિયાન કંઈક હળવું ખાઈને તમે કામ કરી શકો. તેનાથી શરીરનું એનર્જી લેવલ ડાઉન નહીં થાય.

વાસી ખોરાક ખાવાથી બચવું
સામાન્ય રીતે મહિલાઓ ઘરમાં બધા જમી લે ત્યારબાદ ખાવાનું ખાય છે. આવી સ્થિતિમાં ખાવાનું વધે છે તે રાખી મૂકે છે અને બાદમાં મહિલાઓ તે બાકી રહેલો વાસી ખોરાક ખાય છે. આ વાસી ખોરાક ભવિષ્યમાં તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. સારા સ્વાસ્થ્ય માટે વાસી ખોરાક ખાવાનું ટાળવું. તે સિવાય ફટાફટ કામ પૂરું કરવાના ચક્કરમાં તે સમયસર ખાવાનું નથી ખાતી અને બાદમાં ઓવરવેઈટિંગ કરી લે છે. ભૂખ્યા રહેવું અને ઓવરઈટિંગ બંને સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી.

અન્ય સમાચારો પણ છે...