• Gujarati News
  • Lifestyle
  • Learn From Experts Home Remedies To Remove Dark Spots On The Face, There Are 5 Things Present In The Kitchen, Its Solution

બ્યુટી કેર @ હોમ:એક્સપર્ટ પાસેથી જાણો ચહેરા પરના કાળા ડાઘ દૂર કરવાના ઘરેલુ નુસખા, તમામ વસ્તુઓ રસોડામાં અવેલેબલ

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચહેરા પર ડાઘથી બચવા માટે સૂર્યથી બચવું જરૂરી છે
  • રેથી નીકળ્યાને 20 મિનિટ પહેલાં સનસ્ક્રીન લગાવો

કાળા ડાઘ ચહેરાની સુંદરતા બગાડી દે છે. સામાન્ય રીતે હોર્મોન્સ ઈમ્બેલેન્સ, તડકો કે પિમ્પલ્સને લીધે કાળા ડાઘ પડી જાય છે. આ છુપાવવા સરળ નથી. બ્યુટી એક્સપર્ટ શહેનાઝ હુસૈન પાસેથી જાણો ડાર્ક સ્પોટ્સ દૂર કરવાના ઘરેલુ નુસખા..

સૂરજના અલ્ટ્રા-વાયોલેટ કિરણોના સંપર્કમાં આવવાથી કાળા ડાઘ થઈ શકે છે. તેનું મુખ્ય કારણ હોર્મોનલ ઈમ્બેલેન્સ હોય શકે છે પરંતુ સૂર્યના સંપર્કમાં આવવાથી આ ચહેરા પર કાળા ડાઘના રૂપે દેખાય છે અને વારંવાર સૂર્યના સંપર્કમાં આવવાથી ડાઘ વધી જાય છે.

ચહેરા પર ડાઘથી બચવા માટે સૂર્યથી બચવું જરૂરી છે આથી તડકામાં ના જવું જોઈએ. બહાર જવાનું થાય તો છત્રી, સ્કાર્ફ કે ટોપીનો ઉપયોગ કરો. ઘરેથી નીકળ્યાને 20 મિનિટ પહેલાં સનસ્ક્રીન લગાવો જેથી આ સ્કિનમાં ઉતરી શકે અને તડકામાં ત્વચાનું રક્ષણ કરે. જો એક કલાકથી વધારે સમય સુધી તડકામાં રહો તો ફરીથી સનસ્ક્રીન લગાવો. 25 કે તેથી વધારે SPFવાળું સનસ્ક્રીન લેવું જોઈએ.

કાળા ડાઘ દૂર કરવાના ઘરેલુ નુસખા

  • અડધા કપ દહીંમાં ત્રણ ચમચી પીસેલી બદામ ઉમેરો. આ પેકને ગળા અને ડોક પર લગાવો. 15 મિનિટ પછી હળવા હાથે ઘસીને ધોઈ લો. આ પેક સનટેન દૂર કરીને ચહેરાની સુંદરતા વધારશે. આ પેકેનો નિયમિત ઉપયોગ કરવાથી ત્વચાનો રંગ નિખરે છે.
  • જો તમારી સ્કિન ડ્રાય છે તો થોડા દૂધમાં અડધી ચમચી તલનું તેલ મિક્સ કરીને ચહેરા પર લગાવો. 15 મિનિટ પછી પાણીમાં રૂ પલાળીને ચહેરો લૂછી લો. તડકાથી ડેમેજ સ્કિન માટે આ એકદમ અસરકારક છે. આ ચહેરાના કાળા ડાઘને ધીમે-ધીમે આછા કરી દે છે અને સ્કિન નિખારે છે.
  • તડકામાં દાઝેલી સ્કિન પર ઠંડુ દૂધ લગાવવાથી ફાયદો થાય છે. આ માટે રૂને ઠંડા દૂધમાં પલાળીને સ્કિન પર લગાવો. આ સનબર્નની બળતરા શાંત કરે છે અને ડાઘ દૂર કરે છે
  • ચહેરાના ડાઘ દૂર કરવા માટે ખીરા કાકડીનો રસ અને લીંબુનો રસ મિક્સ કરીને કાળા ડાઘ પર લગાવો. 15 મિનિટ પછી ધોઈ લો. ઓઈલી સ્કિન માટે આ ઘરેલુ ઉપાય ફાયદાકારક છે.
  • ચહેરા પરના કાળા ડાઘને દૂર કરવા માટે દહીંમાં એક ચપટી હળદર મિક્સ કરો અને ચહેરા પર લગાવો. 20 મિનિટ પછી ધોઈ લો. આ ફેસ પેક રોજ લગાવવાથી ડાઘ આછા થાય છે અને સ્કિન ગ્લો કરે છે. જો તમારી સ્કિન ડ્રાય છે તો મધમાં દૂધ મિક્સ કરીને ચહેરા પર લગાવો અને 20 મિનિટ પછી સાદા પાણીથી ધોઈ લો.
  • 3 ચમચી ઓટ્સમાં પાકેલું પપૈયું અને એક ચમચી દહીં મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવી લો. ચહેરા પર 20 મિનિટ સુધી રાખીને ધોઈ લો. નિયમિત પણે આ પેકનો ઉપયોગ કરવાથી ચહેરા પર ડાઘ દૂર થાય છે અને રંગ નિખરે છે. આ ફેસ પેકની ખાસિયત એ છે કે, આ ઓઈલી અને ડ્રાય એમ બંને સ્કિન માટે બેસ્ટ છે.