તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફેશન ગાઈડ:સ્ટાઈલિશ દેખાવવા માટે આલિયાથી લઈને કરિશ્મા પાસેથી શીખો વેસ્ટર્નથી લઈને એથનિક વેર પહેરવાની યોગ્ય રીત

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફેશનમાં ઈન રહેવા માટે તમને એસિમેટ્રિકલ ડ્રેસ પહેરવાની યોગ્ય રીત ખબર હોવી જોઈએ. જો તમે પણ આ બાબતમાં મૂંઝવણમાં છો તો બોલિવૂડની અભિનેત્રીઓ પાસેથી ઈન્સ્પિરેશન લઈ શકો છો. આલિયાથી લઈને કરિશ્મા પાસેથી શીખો વેસ્ટર્નથી લઈને એથનિક વેર પહેરવાની યોગ્ય રીત.

પીચ કલરના ગાઉનમાં આલિયાનો જાદુ
પીચ ગાઉનમાં આલિયા એકદમ સ્ટાઈલિશ દેખાય છે. તેની સાથે પીચ એસેસરીઝ અને વન સાઈડેટ હેર સ્ટાઈલ પણ સારી લાગે છે. તે તમારા પર સૂટ કરશે. પીચ કલરના ડિઝાઈન ગાઉનને મેચિંગ પાઇપિંગથી ડેકોરેટ કરીને નવો લુક મેળવી શકાય છે.તેમજ આલિયાની જેમ હાઈ હીલ પહેરીને તમે પણ સ્ટાઈલિશ દેખાઈ શકો છો.

રશ્મિ માટે યલો કલર પરફેક્ટ
લેમન યલો એસિમેટ્રેકિલ ફ્રોક રશ્મિ પર સૂટ કરે છે. આ ડ્રેસની સાથે ઓપન હેર સ્ટાઈલ અને પેસ્ટલ કલરની હાઈ હીલ તમારો લુક વધારવામાં મદદ કરશે. પાર્ટી વેર લુક માટે આ ડ્રેસની સાથે લોન્ગ ઈયરિંગ્સ પહેરવા.

રેડ કૂર્તામાં કરિશ્મા કપૂર
રેડ કૂર્તાની સાથે ગોલ્ડન કલરનું ધોતી પેન્ટ કરિશ્મા પર સૂટ થઈ રહ્યું છે. તેની સાથે ઈયરિંગ્સ અને રેડ લિપસ્ટિક તેના લુકને આકર્ષક બનાવે છે. કરિશ્માની જેમ ટોપ નટ બનાવીને અથવા નવ સાઈડેડ હેર સ્ટાઈલથી તમે પણ ડિફરન્ટ લુક મેળવી શકો છો.