ફેસ્ટિવ મેકઅપ:નવરાત્રિમાં ઘરે જાતે મેકઅપ કરવા ફોલો કરો આ સરળ ટિપ્સ, બધા મેકઅપ પ્રોડક્ટ્સ વોટરપ્રૂફ હોવા જરૂરી

કમલા બડોની16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગરબા રમવા જતા હો તો બ્રાઉન સ્મોકી આઈ મેકઅપ સારો લાગશે

નવરાત્રિમાં મહિલાઓ સુંદર દેખાવા ઇચ્છતી હોય છે, તેના માટે સારો મેકઅપ કરેલો હોવો જરૂરી છે. સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ ગણેશ પાલવ જણાવી રહ્યા છે, ઘરે જ મેકઅપ કરવાની સરળ ટિપ્સ.

ગણેશ પાલવે કહ્યું કે, બેઝ મેકઅપ માટે સૌપ્રથમ મેટ ફિનિશવાળું પ્રાઇમર લગાવો, એ પછી કન્સિલર લગાવીને બ્લેન્ડ કરી લો. એ પછી કોમ્પેક્ટ લગાવો. ત્યારબાદ હળવો ગ્લૉસી બ્લશ કરી લો. લાસ્ટમાં તમારી ફેવરિટ લિપસ્ટિક લગાવી લો.

જો તમે કોલ આઈ મેકઅપ કરવા ઈચ્છો છો, તો વધારે કાજલ લગાવો અને તેને બ્લેક કે બ્રાઉન લાઈનરથી સ્મઝ કરી લો. બ્રાઉન કે બ્રોન્ઝ આઈશેડો લગાવો. એ પછી મસ્કરા કે ડબલ કોટ લગાવી લો. આ આઈ મેકઅપ ફેસ્ટિવ સીઝન માટે બેસ્ટ ઓપ્શન છે. જો તમે ગરબા રમવા જઈ રહ્યા હો તો એક વાતનું ખાસ ધ્યાન તમારા બધા મેકઅપ પ્રોડક્ટ્સ વોટરપ્રૂફ હોવા જોઈએ. આ લુકમાં પિન્ક, પીચ કલરની લિપસ્ટિક સારી લાગે છે.

આ ફેસ્ટિવ સીઝનમાં મેકઅપમાં ગ્લૉસી લુક પોપ્યુલર રહેશે, લિપસ્ટિકમાં ડાર્ક કલર જોર પકડશે. મરૂન શેડ સારો લાગશે. સુંદર આંખો લોકોને આકર્ષિત કરશે. બ્રાઉન સ્મોકી આઈ મેકઅપ સારો લાગશે. આઈ મેકઅપમાં વિંગ્સ ફેશન પોપ્યુલર રહેશે.