હટકે ટેક્નિક:પાકિસ્તાનનો હેરડ્રેસર તૂટેલો કાચ, હથોડી અને ધારદાર ચપ્પાથી હેર કટિંગ કરે છે, તેની અનોખી રીત જોઈને ગ્રાહકોની લાઈનો લાગે છે

7 મહિનો પહેલા
  • અલી કોઈની ટેક્નિક કોપી કરતો નથી, જાતે જ આઈડિયા વિચારે છે
  • હથોડી અને ચપ્પુ જોઈને શરૂઆતમાં કસ્ટમર્સ ડરી જાય છે

પાકિસ્તાનનાં લાહોરનો એક હેરડ્રેસર તેની હેર કટિંગની અલગ સ્ટાઇલથી ઇન્ટરનેટ પર છવાઈ ગયો છે. તે હેર સ્ટાઈલ અને કટિંગ માટે તૂટેલો કાચ, હથોડી અને ધારદાર ચપ્પાનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં પણ અલી અબ્બાસ હેર સેટ કરવા ફાયરની મદદ પણ લે છે.

નવા આઈડિયાની મજા જ અલગ છે
પાકિસ્તાની ન્યૂઝ ચેનલ ARYએ અલીની સ્ટોરી દરેક લોકો સુધી પહોંચાડી છે. યુટ્યુબ પર તેનો વીડિયો 16 હજાર લોકોએ જોયો. પોતાની આ અનોખી ટેક્નિક વિશે અલીએ કહ્યું કે, મારે મારા પ્રોફેશનમાં અલગ-અલગ ટેક્નિક શોધવી છે અને મને નવા આઈડિયામાં મજા પણ આવે છે.

કાચના ટુકડાથી હેર સેટ કરતા અલીએ કહ્યું, મારે દરરોજ કંઈક નવી વસ્તુ ટ્રાય કરવી હોય છે. આજે મેં કાચના ટુકડાથી કસ્ટમરના હેર સેટ કર્યા છે. જો કોઈ પણ કામ દિલથી કરશો તો સફળતા જરૂર મળશે.

અલીની આવી ટેક્નિકથી તેના કસ્ટમરને કોઈ વાંધો પણ નથી. તેઓને અલી પર વિશ્વાસ છે અને આખી પ્રોસેસ એન્જોય પણ કરે છે.

અલીની ટેક્નિક ફોનમાં રેકોર્ડ કરતો કસ્ટમર
અલીની ટેક્નિક ફોનમાં રેકોર્ડ કરતો કસ્ટમર

ગ્રાહકોને પણ અલીની સ્ટાઇલ ગમે છે
અન્ય એક મહિલા કસ્ટમરના હેર સેટ કરવા અલીએ સ્લૉટર હાઉસમાં વપરાતા ધારદાર ચપ્પાનો ઉપયોગ કર્યો. આ કસ્ટમરે કહ્યું, હું અલીના કામથી સંતુષ્ટ છું. ચપ્પુ જોઈને મને થોડી બીક પણ લાગી હતી પણ હેર કટિંગ જોઈને હું ખુશ થઈ ગઈ.

મહિલા કસ્ટમરને અલીનું હેર કટિંગ ગમે છે
મહિલા કસ્ટમરને અલીનું હેર કટિંગ ગમે છે

અન્ય એક કસ્ટમરે કહ્યું, હું ફરીવાર અલીને ત્યાં જ હેર કટિંગ માટે આવીશ અને ઈચ્છું છું કે નેક્સ્ટ ટાઈમ એ કોઈ બીજી ટેક્નિક વાપરે.