અમેરીકાનાં એરિજોનામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં 15 વર્ષની એક બાળકીને પાણીની એલર્જી છે. અબીગૈલ નામની બાળકી યૂર્ટિસેરીયા બીમારીથી પીડિત છે. આ બહુ જ ખતરનાક બીમારી હોય આ સમસ્યાથી દુનિયાભરમાં 100થી ઓછાં લોકો પીડિત છે. આ બીમારીથી પીડિત લોકોને આંખમાંથી નીકળતા આંસુઓની પણ એલર્જી હોય છે. પાણી તેમના શરીરમાં એસિડની જેમ રીએક્ટ કરે છે. આ સમસ્યાને કારણે ઘણાં પ્રકારની દવાઓ લેવી પડે છે.
પાણીમાં જવાથી થાય છે એલર્જી
અબીગૈલને તેના આંસુ અને પરસેવાથી પણ એલર્જી થાય છે. અબીગૈલને આંસુઓ અને પરસેવાની એલર્જીથી બચાવવા માટે ઉનાળામાં આખો દિવસ ઘરની અંદર જ વિતાવવો પડે છે. જો શરીરમાંથી પરસેવો નીકળે તો પાણીને અડક્યા વગર તેની હાલત ખરાબ થઇ જાય છે. આ અજીબોગરીબી બીમારીને કારણે તે સ્વિમિંગપૂલમાં પણ નથી જઈ શકતી કારણકે આખા શરીરમાં ફોલ્લા નીકળે છે. તેથી પાણી જોઇને જ ગભરાઈ જાય છે. અબીગૈલને જીમનો પણ શોખ હોય પરંતુ પરસેવાને કારણે તે આ શોખથી પણ દૂર છે.
20 કરોડ લોકો પૈકી એક વ્યક્તિને થાય છે આ રોગ
ડોકટરો માને છે કે આ અત્યંત દુર્લભ સ્થિતિ 20 કરોડ લોકો પૈકી એક વ્યક્તિને થાય છે. પાણીથી એલર્જીના 100 થી ઓછા કેસ નોંધાયા છે. આ બીમારી સામાન્ય રીતે ત્યારે થાય છે જયારે બાળકો યુવાવસ્થામાં આવે છે. અબીગૈલ જણાવે છે કે, જ્યારે વરસાદ પડે છે ત્યારે તેની ત્વચા "એસિડ" જેવી લાગે છે. તેણે એક વર્ષ કરતા વધુ સમયથી એક ગ્લાસ પણ પાણી પીધું નથી. તે મોટાભાગે એનર્જી ડ્રિંક્સ અથવા દાડમનો રસ પીવે છે. અબીગૈલ એક સમયે માત્ર થોડી માત્રામાં પાણી પી શકે છે અને પ્રતિક્રિયા સામે લડવા માટે એન્ટિહિસ્ટામાઈન અને સ્ટેરોઈડ્સ લેવાનું ચાલુ રાખે છે.
પાણીના ડર લોકો ઉડાવે છે મજાક
અબીગૈલ કહે છે કે, શરૂઆતમાં જ્યારે મારા શરીર પર ફોલ્લીઓ જેવી દેખાતી હતી ત્યારે મારી માતાને લાગ્યું કે બોડી લોશનમાં કંઈક ગરબડ હશે. જેના કારણે કેમિકલ રિએક્શન થયું છે. પરંતુ ધીમે ધીમે આ સ્થિતિ વધુ ખરાબ થવા લાગી. જ્યારે હું લોકોને કહું છું કે મને પાણીથી એલર્જી છે, ત્યારે લોકો મારી મજાક કરે છે અને ઘણા લોકોને તે સાંભળીને આશ્ચર્ય થાય છે. લોકો હંમેશા કહે છે કે આપણું શરીર પાણીથી બનેલું છે. અબીગૈલ હવે જાગૃતિ લાવવા અને લોકોને શિક્ષિત કરવા માટે તેની સ્થિતિ વિશે ખુલ્લેઆમ વાત કરે છે.
એક ડોલ પાણીથી સ્નાન કરવાથી જીવ ગુમાવવો પડે
જ્યારે અબીગૈલ પાણીના સંપર્કમાં આવે છે ત્યારે શરીરના વિવિધ અંગમાં ફોલ્લીઓ થાય છે, જેનાથી ઘણો દુખાવો થાય છે. ઉનાળામાં પણ ઘરમાં જ રહેવું પડે છે. ઘરની બહાર નીકળતા પરસેવો થાય છે જેના કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છ. પરસેવાના કારણે તેને ખંજવાળ પણ આવવા લાગે છે.
વોટર એલર્જીના લક્ષણો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.