તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Lab made Chicken Meat Will Be Sold In Singapore, No Need To Kill Animals To Make It, Claim; It Is Safe

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવા પ્રકારનું મીટ:સિંગાપોરમાં લેબમાં બનાવેલું ચિકન મીટ વેચવામાં આવશે, તેને બનાવવા માટે પ્રાણીઓને મારવાની જરૂર નથી, દાવો; તે સુરક્ષિત છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તેને તૈયાર કરનાર સ્ટાર્ટઅપ ઈટ જસ્ટનો દાવો- 2050 સુધીમાં 70% મીટનો વપરાશ વધશે
  • કહ્યું- લેબમાં તૈયાર મીટ એક સુરક્ષિત વિકલ્પ સાબિત થશે અને તે સરળતાથી ઉપલબ્ધ થશે

હવે મીટ માટે પ્રાણીઓને મારવાની જરૂર નથી. સિંગાપોરની રેસ્ટોરાંમાં ટૂંક સમયમાં લેબમાં તૈયાર કરવામાં આવેલા ચિકન મીટથી તૈયાર ડિશ ખાવા મળશે. સિંગાપોરની ફૂડ એજન્સીએ લેબમાં તૈયાર આ મીટને સુરક્ષિત ગણાવ્યું છે અને તેને માર્કેટમાં ઉપલબ્ધ કરાવવાની મંજૂરી આપી દીધી છે.

પ્રીમિયમ કિંમતો પર 'ચિકન મીટ' મળશે
અમેરિકાની સ્ટાર્ટઅપ ઈટ જસ્ટે લેબમાં સેલ કલ્ચરની મદદથી મીટને તૈયાર કર્યું. ઈટ જસ્ટના CEO જોશ ટેટ્રિકના જણાવ્યા પ્રમાણે, ટૂંક સમયમાં સિંગાપોરના રેસ્ટોરાંમાં મીટથી તૈયાર પ્રોડક્ટ મળશે. અત્યારે આ મીટ પ્રીમિયમ કિંમતો પર મળશે પરંતુ પ્રોડક્શન વધવા પર તેની કિંમતમાં ઘટાડો થઈ શકે છે.

વસ્તુઓને ઈકોફ્રેન્ડલી બનાવવાનો પ્રયાસ
જોશ ટેટ્રિકના જણાવ્યા પ્રમાણે, વિશ્વભરમાં ઈકોફ્રેન્ડલી વસ્તુઓ તૈયાર થઈ રહી છે. અમે પોતે પણ ફૂડ ઈન્ડસ્ટ્રી માટે આ રીતને વિકસિત કરી રહ્યા છીએ. પહેલી વખત સિંગાપોરની રેસ્ટોરાંમાં કલ્ચર મીટથી તૈયાર ડિશિશ ઉપલબ્ધ થશે.

દાવો- તે સુરક્ષિત મીટનો સારો વિકલ્પ
જોશના જણાવ્યા પ્રમાણે, સામાન્ય રીતે મીટનો વપરાશ વધવાથી તેની અસર પર્યાવરણ પર પડે છે. નિષ્ણાતો ચેતવણી પણ આપી રહ્યા છે. ગ્રાહકોની તરફથી વધતા દબાણને ધ્યાનમાં મીટનો બીજો વિકલ્પ ઉપલબ્ધ થાય તે જરૂરી છે. 2050 સુધીમાં 70 ટકા મીટનો વપરાશ વધી જશે. આવી સ્થિતિમાં તૈયાર મીટ એક સુરક્ષિત વિકલ્પ સાબિત થશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો