તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કર્ણાટક:42 વર્ષીય સુનીતા 18 વોલેન્ટિયર્સ ડ્રાઈવર વચ્ચે એકમાત્ર મહિલા ડ્રાઈવર, ઓટોરિક્ષા એમ્બ્યુલન્સથી કોરોના પેશન્ટની મદદ કરે છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
2012માં પોતાની રિક્ષા ખરીદી હતી - Divya Bhaskar
2012માં પોતાની રિક્ષા ખરીદી હતી
  • સુનીતા છેલ્લા 9 વર્ષથી રિક્ષા ચલાવે છે
  • 12 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવ્યા પછી તેણે ડ્રાઈવિંગ લાઈસન્સ લઈને રિક્ષા ચલાવાનું શરુ કર્યું

કર્ણાટક કોચી શહેરમાં ઓટોરિક્ષા એમ્બ્યુલન્સ માટે 18 વોલેન્ટિયર્સનું સિલેક્શન કરવામાં આવ્યું છે. આ ટીમમાં સુનીતા એક માત્ર મહિલા છે. સુનીતાએ પોતાના સિલેક્શન પર કહ્યું, એવા ઘણા લોકો છે જે મહામારી દરમિયાન પોતાનો જીવ જોખમમાં મૂકીને બીજાની મદદ કરી રહ્યા છે. મેં કોરોના દર્દીઓ માટે ઓટોરિક્ષા એમ્બ્યુલન્સ ડ્રાઈવર બનવાનું નક્કી કર્યું. આ એમ્બ્યુલન્સમાં મેડિકલ કેર સાથે જોડાયેલા દરેક સાધનો અને ઓક્સિજનની સુવિધા છે.

2012માં પોતાની રિક્ષા ખરીદી
સ્કૂલિંગ પૂરું કર્યા પછી સુનીતાને પેન્ટિંગમાં ઘણો રસ હતો અને તેને એ જ ફિલ્ડમાં આગળ જવું હતું, પરંતુ 12 વર્ષની ઉંમરે તેણે પિતા ગુમાવ્યા. 2005માં તેને ડ્રાઈવિંગ લાઈસન્સ મળ્યું અને એ પછી ઓટોરિક્ષા ડ્રાઈવિંગ શરુ કર્યું. 2012માં તેણે પોતાની રિક્ષા ખરીદી. સુનીતા છેલ્લા 9 વર્ષથી રિક્ષા ચલાવે છે.

મેયરે સુનીતાના વખાણ કર્યા
હાલ સુનિતા સહિત અન્ય 18 વોલેન્ટિયર્સની ટ્રેનિંગ ચાલુ છે. કોરોના પેશન્ટને પ્રાથમિક સારવાર આપવા વિશે સમજવાની રહ્યા છે. સુનીતાનું કમિટમેન્ટ જોઈને મેયર એમ અનિલકુમારે તેના વખાણ કરતા કહ્યું, સુનીતાનો નિર્ણય તેના જેવો જ બહાદુર છે. અમે તેને સપોર્ટ કરવા માટે અમારાથી શક્ય તમામ પ્રયત્નો કરીશું.

સુનીતા પોતાના કામથી ઘણી ખુશ છે
સુનીતા આખા શહેરમાં અન્ય 100 ડ્રાઈવરની સાથે કદમ મિલાવીને રિક્ષા ચલાવે છે. તેણે કહ્યું, હું મારી જોબથી ઘણી ખુશ છું. અન્ય ડ્રાઈવર પણ મને એક મહિલા નહીં પણ એક કો-વર્કરની જેમ ટ્રીટ કરે છે. હું રાતે પણ મારું કામ ચાલુ રાખું છું. એક મહિલા તરીકે મને ક્યારેય કોઈ તકલીફ પડી નથી.

અન્ય સમાચારો પણ છે...