હેલ્થ ટિપ્સ:ટચાકા ફોડવાની આદત પડી શકે છે મોંઘી, અનેક બીમારીઓનો કરવો પડે છે સામનો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સામાન્ય રીતે તો બધા જ લોકો કયારેક તો ટચાકા ફોડતા હોય છે. પરંતુ ધણા લોકોને ટચાકા ફોડવાની આદત વધારે હોય છે. ઘણા લોકો તો એવું પણ કહે છે કે, ટચાકા ફોડવાથી રાહત મળે છે. અમુક લોકો તો ઓફિસમાં બેઠા હોય અથવા તો એકલા ઘરે હોય, ટચાકા ફોડવાનું ચાલુ જ રહે છે.

ટચાકા ફોડવા આદત છે કે પછી તેની પાછળ આર્થરાઇટિસ છે, તેનું કોઇ વૈજ્ઞાનિક કારણ જાણી શકાયું નથી. ફિજીયોથેરાપિસ્ટ ડો. દેવેન્દ્ર કુમાર જણાવે છે કે, ઘણા લોકોને ગરદનમાં ટચાકા અને આંગળીમાં ટચાકા ફોડવાની આદત હોય છે. ઘણા ઉપાયકરવા છતા પણ ટચાકા ફોડવાની આદત છોડી શક્તા નથી. તો બીજી તરફએ પણ જાણવા મળ્યું હતું કે, લોકો ટચાકા એટલા માટે ફોડે છે, જેથી તે આરામનો અનુભવ કરી શકે.

ટચાકા ફોડવા એ એક ખરાબ આદત છે. જયારે લોકોને કંટાળો આવે છે ત્યારે લોકો ટચાકાનો સહારો લે છે. તમે સતત ટચાકા ફોડો છો ત્યારે આંગળીનાં સાંધાઓમાં લવચીકતા રહેતી નથી. સતત ટચાકા ફોડવાથી સાંધાની જગ્યા ઓછી થાય છે. ધીમે-ધીમે આંગળીઓમાં સંધિવા થવા લાગે છે.

ડો. દેવેન્દ્ર કુમાર જણાવે છે કે, આંગળીઓનાં સાંધાઓમાં સાઇનોવિયલ ફ્લુડ હોય છે. જેમાં નાઇટ્રોજન, ઓક્સિજન અને કાર્બન ડાયોકસાઇડનાં ફુગ્ગા હોય છે. જ્યારે ટચાકા ફોડો છો ત્યારે આ ફુગ્ગા ફુટે છે.

આ છે કારણો

  • આંગળીઓનાં સાંધાઓમાં ગેસ જમા થાય છે.
  • સાંધાઓમાં જગ્યા વધવાથી ટચાકા ફુટે છે.
  • એકને એક જગ્યા પર બીજી વાર ટચાકા નથી ફુટતા, કારણ કે, ગેસ જમા થવામાં સમય લાગે છે.

સંશોધન શું કહે છે
ટચાકા ફોડવા પર ઘણા સંશોધન કરવામાં આવ્યા છે. આ સંશોધનમાં જાણવા મળ્યું હતું કે, ટચાકા ફોડવાથી હાથમાં નબળાઇ આવી જાય છે. મિશિગનમાં માઉન્ટ કાર્મેલ મર્સી હોસ્પિટલનાં ડિપાર્ટમેન્ટ ઓફ ઇંટરનલ મેડિસિનનાં ડોકટરોએ તેમના સંશોધન માટે 300 લોકોને પસંદ કર્યા હતા.

સંશોધનમાં જાણવા મળ્યું હતું કે, 300 લોકો પૈકી 74 લોકોને ટચાકા ફોડવાની આદત હતી, જ્યારે 206 લોકો કયારેક જ ટચાકા ફોડતા હતા, જે 74 લોકો ટચાકા ફોડતા હતા તે નખ પણ ચાવતા હતા. આ 74 લોકો બીજાની સરખામણીએ ધુમ્રપાન પણ વધારે કરતા હતા, સંશોધકોએ જણાવ્યું હતું કે સંશોધનમાં સામેલ લોકો જેઓ તેમની ટચાકા ફોડતા હતા તેઓને હાથમાં સોજો, વાંકાચૂંકી આંગળીઓ અને સતત દુખાવાની ફરિયાદ પણ હતી.