• Gujarati News
  • Lifestyle
  • Know What Is The Problem Of Man Boobs In Men? Necessary Things Related To What The Experts Are Saying

મેલ બ્રેસ્ટ:જાણો શું હોય છે પુરુષોમાં મેન બૂબ્સની સમસ્યા? એક્સપર્ટ જણાવી રહ્યા છે તેનાથી સંબંધિત જરૂરી વાતો

શ્વેતા કુમારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જો બાળકોમાં આ લક્ષણ જોવા મળી રહ્યા છે તો તેમની ખાણીપીણીનું ધ્યાન રાખવું અને ધીરજથી કામ લો

ઘણા પુરુષ શરીર સુડોળ હોવા છતાં દેખાવમાં અસામાન્ય લાગે છે. જ્યારે તેઓ ફિટિંગવાળા કપડાં પહેરે છે, ત્યારે તેના ઉભરેલા બ્રેસ્ટ દેખાય છે. શું છે આ સમસ્યા? આ વિશે અમે ગાઈનેકોમેસ્ટિયા કોસ્મેટિક એન્ડ પ્લાસ્ટિક સર્જન ડૉ. અજય કશ્યપ સાથે વાત કરી.

શું છે મેલ બ્રેસ્ટ?
ડૉ. કશ્યપના અનુસાર, મેલ બ્રેસ્ટ, જેને મેન બૂબ્સ અને ગાઈનેકોમેસ્ટિયા પણ કહેવામાં આવે છે, તેનાથી દેશ-દુનિયાના 50થી 60% સુધી પુરુષ પોતાના જીવનમાં ક્યારેક તો પસાર થાય છે. ઉંમરના અલગ અલગ તબક્કામાં આવું થવાની સંભાવના રહે છે. પહેલો સ્ટેજ 14 વર્ષની ઉંમરનો હોય છે. સમયની સાથે 19થી 20 વર્ષ સુધીની ઉંમર સુધીમાં તે આપોઆપ ઠીક થઈ જાય છે. તેના કારણ વિશે વાત કરતા ડૉક્ટરે જણાવ્યું કે, આવું થવાનું સૌથી મોટું કારણ હોર્મોનલ ફેરફાર હોય છે.

કયા પુરુષોમાં જોવા મળે છે મેન બૂબ્સ?
દરેક મહિલા અને પુરુષમાં લોકલ ટિશ્યુ (મેલ-ફિમેલ ટિશ્યુ) તેના જેન્ડરના આધાર પર હોય છે. જે પુરુષોમાં ફિમેલ ટિશ્યુ વધારે હોય છે, મોટેભાગે તેમને મેન બૂબ્સ જોવા મળે છે. પુરુષોના શરીરમાં જ્યારે ટેસ્ટોસ્ટેરોન (મેલ હોર્મોન)ની ઊણપ હોય છે અને એસ્ટ્રોજન (ફિમેલ હોર્મોન) વધવા લાગે છે, ત્યારે તેમાં મેલ બ્રેસ્ટની સમસ્યા જોવા મળે છે.

ડૉ. કશ્યપના અનુસાર, આવું થવા પાછળ લોકલ ટિશ્યુ એક મોટું કારણ છે. તે ઉપરાંત પુરુષોમાં સ્ટેરોઈડ, ગાંજો, અને આલ્કોહોલ લેવાની આદત પણ આ સમસ્યાનું કારણ હોઈ શકે છે. ઘણી વખત દવાઓના રિએક્શનના કારણે પણ પુરુષોના બ્રેસ્ટની સાઈઝ વધી જાય છે.

કઈ વસ્તુઓથી દૂર રહેવું જરૂરી છે?
હોર્મોનલ ચેન્જ સંપૂર્ણ રીતે આપણા નિયંત્રણમાં નથી, તેમ છતાં ડેલી ડાયટ અને રૂટિન હોર્મોનને અમુક હદ સુધી અસર કરે છે. ડૉ.ના અનુસાર, આજકાલ માર્કેટમાં શાકભાજીથી લઈને ફળ સુધી દરેક વસ્તુઓ પોતાના અસલી આકાર કરતા બે-ત્રણ ગણી મોટી સાઈઝમાં મળે છે. તેની સાઈઝ વધવાનું કારણ ઈન્જેક્શન જ હોય છે, તેથી એવી વસ્તુઓ ખાવાથી બચવાની જરૂર છે. સાથે પુરુષોએ ટોફુ ઓછું ખાવું જોઈએ. તેમાં ફિમેલ હોર્મોન હોય છે, જે મહિલાઓ માટે ફાયદાકારક, પરંતુ પુરુષો માટે ખરાબ સાબિત થાય છે. તે સિવાય એસિડિટીની કેટલીક દવાઓ અને મીટ પણ પુરુષોના બ્રેસ્ટ વધવાનું કારણ બને છે.

તેનાથી બચવા માટેના ઉપાય શું છે?
આવી સ્થિતિમાં ઘણા પુરુષ આત્મવિશ્વાસ ગુમાવી દે છે, પબ્લિક પ્લેસમાં નર્વસ મહેસૂસ કરે છે, મનગમતા કપડા પહેરવાથી દૂર રહે છે. આવી સ્થિતિમાં તમારે આત્મવિશ્વાસ ગુમાવવાની જરૂર નથી. ડૉ.ના અનુસાર, જો બાળકોમાં આ લક્ષણ જોવા મળી રહ્યા છે તો તેમની ખાણીપીણીનું ધ્યાન રાખવું અને ધીરજથી કામ લો. અત્યારની ડાયટમાં જંક ફૂડ એટલી હદ સુધી સામેલ હોય છે કે બાળકોથી લઈને મોટા લોકો સુધી ઘણા પ્રકારની બીમારીઓ અને મેદસ્વિતાનો ભોગ બને છે. બાળકોમાં નાની ઉંમરમાં શરૂ થયેલી મેલ બ્રેસ્ટની સમસ્યા એક અંતરાળ બાદ આપોઆપ દૂર થઈ જાય છે. લાંબી રાહ જોયા બાદ જો આ સમસ્યા ઠીક નથી થતી તો સ્પેશ્યાલિસ્ટને મળો. જો સમસ્યા સતત વધી રહી હોય તો ડૉક્ટરની સલાહ લો અને દેખરેખ હેઠળ, તમે વેજર અથવા થર્મલ બ્રેસ્ટ ટ્રીટમેન્ટ લઈ શકો છો. વેજરમાં બ્રેસ્ટની પાસે નાનો ચીરો કરીને ફેટ અને ટિશ્યુને કાઢવામાં આવે છે, જ્યારે થર્મીમાં ચીરો કર્યા વગર આ સમસ્યા દૂર થઈ જાય છે. સામાન્ય રીતે સારી જગ્યાએથી સારવાર કરાવવા માટે એક લાખ રૂપિયા સુધીનો ખર્ચ થઈ શકે છે. તે સંપૂર્ણપણે દર્દીની સ્થિતિ પર આધાર રાખે છે.