• Gujarati News
 • Lifestyle
 • Know, How Many Clothes Are There In The Wardrobe Of Girls Crying Due To Lack Of Clothes, A Top Of 2400 Liters Is

ગ્રીન ફેશન:ઇંગ્લેન્ડની મહિલાએ આખું વર્ષ એકનો એક ડ્રેસ પહેરીને 15 લાખ રૂપિયા બચાવી ડોનેટ કર્યા, તમે પણ આ સિમ્પલ ટિપ્સથી કપડાંની લાઈફ વધારી શકો છો

સુનાક્ષી ગુપ્તા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એક ટૉપ બનાવવા પાછળ 2700 લીટર પાણી વપરાય છે
 • કપડાં ડીકમ્પોઝ થવામાં 2થી 200 વર્ષનો સમય લાગે છે

ફેશનેબલ અને ટ્રેન્ડી દુનિયામાં આપણે પોતાને અપ-ટુ-ડેટ રાખવા માટે નવા કપડાં અને ફેશનેબલ આઈટમ ખરીદીએ છીએ. ઇંગ્લેન્ડમાં એક મહિલાએ તેના કામથી આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. કોરોના મહામારી દરમિયાન જ્યારે લોકો બીમારી સામે લડી રહ્યા હતા ત્યારે એક ચેરિટી સંસ્થાની ફાઉન્ડર રિચલ ડેવિડ ગરીબ પરિવારની મદદ કરવા અનોખો આઈડિયા વિચાર્યો. રિચલે એક આખું વર્ષ કોઈ કપડાંની ખરીદી ના કરી અને એક ડેનિમ ડ્રેસ પહેરીને 15 હજાર પાઉન્ડ એટલે કે 15 લાખ રૂપિયાની બચત કરી. આ રૂપિયા તેણે નોકરી ગુમાવનારા લોકોને ડોનેટ કર્યા. રિચેલની સ્ટોરી સાંભળ્યા પછી પ્રશ્ન એ થાય છે કે, છોકરીઓ સાચે એક ડ્રેસમાં આખું વર્ષ પસાર કરી શકે? કે પછી તે દર નવા તહેવારે નવા ડ્રેસ પહેરે છે? આવો જાણીએ, ભારતીય મહિલાના વોર્ડરોબમાં કેટલા ડ્રેસ ભરેલા હોય છે? એક ટોપ બનાવતા કેટલું પાણી અને ઊર્જા ખર્ચાય છે...

રિચલે આખું વર્ષ આ ડેનિમ ડ્રેસ પહેર્યો
રિચલે આખું વર્ષ આ ડેનિમ ડ્રેસ પહેર્યો

ભારતીય મહિલાના વોર્ડરોબમાં કયા ડ્રેસ હોવા જોઈએ?
ફેશન ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલી સ્ટાઈલિસ્ટ અનામિકા રાયે જણાવ્યું કે, આજની તારીખમાં પણ મહિલાઓ કબાટ ખોલે તો એવું જ વિચારે છે કે મારી પાસે કપડાં નથી. આથી તેમના કપડાંની લિસ્ટ ક્યારેય પૂરું થતું નથી. જો કે, દરેક મહિલાઓ ખાસ પ્રસંગો માટે આ ડ્રેસ જરૂર રાખે છે.

એથનિક ડ્રેસ
ઘરમાં કોઈ પૂજા હોય કે ફેસ્ટિવલમાં ટ્રેડિશનલ લુક માટે મહિલાઓ સાડી, સૂટ, વિવિધ ડિઝાઇનની કુર્તી-પ્લાઝો અને કાફતાન રાખે છે.

ઓફિસ ડ્રેસ
વર્કિંગ મહિલાઓ ઓફિસ મીટિંગ અને ઇન્ટરવ્યૂ માટે પ્લીટેડ પેન્ટ્સ, શર્ટ, સ્કર્ટ અને બ્લેઝર રાખે છે.

વેકેશન અને પાર્ટી ડ્રેસ
​​​​​​​ઘણી મહિલાઓ પોતાને કપડાંના માધ્યમથી એક્પ્રેસ કરવા ઈચ્છે છે અને આ માટે બેસ્ટ મોકો હોય છે વેકેશન કે પાર્ટી. આ માટે મહિલાઓ તેમના ફેવરિટ રંગ અને ડિઝાઇનના ગાઉન કે શોર્ટ ડ્રેસ રાખે છે. કંફર્ટ ડ્રેસમાં ડેનિમ શોર્ટ્સ પણ સામેલ હોય છે.

એક ટૉપ બનાવવા પાછળ 2700 લીટર પાણી વપરાય છે​​​​​​​
ફેશન અને કપડાં માટે આપણા પ્રેમનો એન્ડ ક્યારેય આવતો નથી, પરંતુ પૃથ્વી પર એક વસ્તુ ઝડપથી ખતમ થઈ રહ્યું છે અને તે છે પાણી. વર્લ્ડ વાઈલ્ડલાઈફ સંસ્થાના રિપોર્ટ પ્રમાણે, એક કોટન ટી-શર્ટ બનાવવામાં આશરે 2700 લીટર ચોખ્ખું પાણી વપરાય છે. કોટન વાવવાથી લઈને, તેને સાફ કરવા અને કપડાંને ડ્રાય કરવામાં સૌથી વધારે ચોખ્ખું પાણી વપરાય છે. આશરે 2400 લીટર પાણી એક વ્યક્તિને બે વર્ષ સુધી જીવિત રાખે છે. એક જીન્સ બનાવવામાં આશરે 4000 લીટર પાણી વપરાય છે. આટલું પાણી એક પરિવાર ત્રણ દિવસ ચલાવે છે. એક પેર લેધર શૂઝ બનાવવા માટે આશરે 14 હજાર પાણી વપરાય છે. કપડાં ડીકમ્પોઝ થવામાં 2થી 200 વર્ષનો સમય લાગે છે.

ગ્રીન ફેશન પર ભાર
નેશનલ જિયોગ્રાફિકલ સ્ટડીમાં જણાવ્યા પ્રમાણે, દુનિયામાં 70% પાણી છે તેમાં માત્ર 2.5% પાણી પીવાલાયક છે. બાકીનું દરિયાનું ખારું પાણી છે. આમાંથી આપણને માત્ર 1% પાણી જ સરળતાથી મળી શકે છે, કારણકે 1.5% પીવાનું પાણી ગ્લેશિયર અને બરફ રૂપે અવેલેબલ છે. ફેશન ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે પાણી વપરાય છે. આ જ કારણે દુનિયાભરમાં સૌથી વધારે સસ્ટેનેબલ ફેશન પર ચર્ચાઓ થઈ રહી છે. ઘણી ફેશન કંપનીઓ રીસાઇકલિંગ પર કામ કરી રહી છે અને ઓછા પાણીમાં કપડાં બનાવવા પર જોર આપી રહ્યા છે.

આ રીતે કપડાંની લાઈફ વધારી શકો છો

જો તમે પર્યાવરણ બચાવવા ઇચ્છતા હો તો એકના એક કપડાં વારંવાર પહેરવા. આ માટે તમારે અમુક ટિપ્સ ફોલો કરવી પડશે:

 • કપડાં ઓછીવાર ધુઓ.
 • કપડાં સાથે આવતી કેર ઇન્સ્ટ્રક્શન ધ્યાનથી વાંચો અને ફોલો કરો.
 • કપડાં ધોતા પહેલાં તેમાંથી ડાઘ દૂર કરો.
 • મશીનમાં કપડાં ધોતી વખતે ધ્યાન રાખો.
 • તડકામાં વધારે વખત કપડાં ના સૂકવો. તડકાને લીધે રંગ આછો થાય છે.
 • એક હેન્ગર પર વધારે કપડાં ના લટકાવો.
 • ઈસ્ત્રી કરતી વખતે પૂરતું ધ્યાન આપો.