તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Lifestyle
 • Know Easy Tips Of Natural Bleaching From Beautician Shahnaz Husain. Increase Fairness With Curd And Turmeric. Papaya Also Effective For It

એક્સપર્ટ ટિપ્સ:ફેમસ બ્યુટીશિયન શહેનાઝ હુસૈન પાસેથી જાણો નેચરલ બ્લીચ કરવાની 7 સરળ રીત, દહીંમાં હળદર મિક્સ કરી કે પપૈયાથી સ્કિન નિખારો

3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઓઈલી સ્કિન માટે મુલતાનની માટીમાં ગુલાબ જળ અને લીંબુનો રસ ઉમેરી પેસ્ટ બનાવો
 • હાથ બ્લીચ કરવા માટે બે ટેબલ સ્પૂન સૂરજમુખીના તેલમાં 3 ટેબલ સ્પૂન મોટી સાંકર ઉમેરો

એવી ઘણી મહિલાઓ છે જે કેમિકલવાળા બ્લીચિંગ ક્રીમથી બ્લીચ કરે છે. આ બધા બ્લીચથી નુકસાન વધારે થાય છે તેમ છતાં તેનો ઉપયોગ પણ વધી રહ્યો છે. માર્કેટમાં મળતા બ્લીચથી સ્કિન ડ્રાય થાય છે, ડલનેસ વધી જાય છે. તેનાથી સ્કિનનો ગ્લો ઓછો થઇ જાય છે. સતત ઉપયોગ કરવાથી ત્વચા પર સૂર્યપ્રકાશ અને પ્રદૂષણની અસર જલ્દી થાય છે. આ બધા નુકસાનથી બચવા રસોડામાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓથી નેચરલ બ્લીચ કરી શકાય છે:

 1. ગરમ દૂધમાં થોડું કેસર ઉમેરો. એક કલાક સુધી તેને પલાળી રાખો અને પછી ચહેરા પર લગાવો. રૂથી લગાવો અને પછી સૂકાવા દો. થોડા જ દિવસોમાં ફેર જોવા મળશે.
 2. દહીંમાં એક ચમચી હળદર ઉમેરી ચહેરા પર લગાવો. હવે અડધા કલાક પછી ધોઈ દો. તેમાં સૂકાયેલા લીંબુની છાલ પણ ઉમેરી શકો છો.
 3. ખીરા કાકડી પીસી તેમાં દહીં મિક્સ કરી ચહેરા પર લગાવો. 20 મિનિટ પછી ધોઈ લો. ખીરા કાકડીમાં એસ્ટ્રિજેન્ટ ઈફેક્ટ હોય છે અને તે ઓઈલી સ્કિન માટે ઉપયોગી છે.
 4. પપૈયું સ્કિન કોમ્પ્લેક્શન નિખારવામાં મદદ કરે છે. પાકેલા પપૈયામાં લીંબુનો રસ ઉમેરો. આ પેસ્ટને ચહેરા અને ગળા પર અઠવાડિયાંમાં બેવાર લગાવો અને અડધો કલાક પછી ધોઈ લો. જો તમે ફેસ પેકની જેમ લગાવવા ઇચ્છતા હોવ તો તેમાં ઓટ્સ મિક્સ કરી લો.
 5. ઓઈલી સ્કિન માટે મુલતાનની માટીમાં ગુલાબ જળ અને લીંબુનો રસ મિક્સ કરી લો. આ પેસ્ટ ચહેરા પર લગાવો અને સુકાઈ ગયા બાદ ધોઈ લો.
 6. પીસેલી બદામને દહીંમાં મિક્સ કરો. તેને ચહેરા પર લગાવો અને 20 મિનિટ પછી ધોઈ લો.
 7. હાથ બ્લીચ કરવા માટે બે ટેબલ સ્પૂન સૂરજમુખીના તેલમાં 3 ટેબલ સ્પૂન મોટી સાંકર ઉમેરો. આની પેસ્ટ બનાવો અને હાથ પર 15 મિનિટ સુધી લગાવી રાખો. એ પછી પાણીથી ધોઈ લો.