આજે લોકોની લાઈફસ્ટાઈલમાં એ હદે ફેરફાર આવ્યો છે કે, દેખાદેખીને કારણે લોકો જંક ફૂડ તરફ વળ્યાં છે, તો આજે આપણી આજુબાજુ અમુક લોકો એવા પણ છે કે, તેઓ સાદું ભોજન જ જમે છે. હાલમાં જ એક સંશોધન કરવામાં આવ્યું છે જેમાં મહિલાઓ અને પુરુષના જમવાને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે.
આપણે દુનિયાના છેડે જઈએ કે પછી કોઈ પણ જાતિ કે ધર્મ હોય પરંતુ આપણને કમ્ફર્ટ ફૂડ ખાવાથી હંમેશા એક જેવો જ અનુભવ થાય છે એટલે કે આપણે એક જ પ્રકારનું ભોજન કરીએ છીએ તો આપણા મનને શાંતિ મળે છે. દરેક દેશની સંસ્કૃતિ અને વાતાવરણના આધારે અલગ-અલગ પ્રકારના કમ્ફર્ટ ફૂડ હોય છે.
નવી સંભાવનાઓને તપાસવા માટે કમ્ફર્ટ ફૂડ ખાઓ
યુનિવર્સિટી ઓફ સાઉથ કેરોલિનાના એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે, જ્યારે જીવનમાં ઘણી ઉથલપાથલ થતી હોય છે ત્યારે લોકોનો મગજ બરાબર ચાલતો નથી ત્યારે લોકો એવું ખાવાનું પસંદ કરે છે જે તેમણે પહેલાં ક્યારેય ન ખાધુ હોય. ટાઈમ્સ ઓફ ચેન્જ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જ્યારે જીવનમાં વધુ સ્થિરતા હોય છે, ત્યારે લોકો લોકપ્રિય બ્રાન્ડનો ખોરાક ખાવાનું પસંદ કરે છે. તે લમને નવી શક્યતાઓ શોધવામાં પણ મદદ કરે છે.
ભારતમાં ખીચડી કમ્ફર્ટ ફૂડ
ઉત્તર અમેરિકામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું કમ્ફર્ટ ફૂડ છે. ઉત્સવના વાતાવરણમાં પુરુષો વધુ આરામદાયક ખોરાક ખાવાનું પસંદ હોય છે. જ્યારે મહિલાઓ તણાવમાં કમ્ફર્ટ ફૂડ ખાય છે. આ પછી તેઓ ગિલ્ટનો પણ અનુભવ કરે છે. મહિલાઓ વધારે ખુશ નથી થતી. ભારતમાં લોકો આરામદાયક ખોરાક તરીકે ખીચડી ખાવાનું સૌથી વધુ પસંદ કરે છે.
કમ્ફર્ટ ફૂડથી સંબંધમાં જોડાણનો અનુભવ થાય છે
કમ્ફર્ટ ફૂડ ફૂડ ખાઈને સંબંધોમાં જોડાયેલા અનુભવે છે. તેમનામાં સ્વભાવની લાગણી વધે છે. અમેરિકામાં લોકો એક સાથે કમ્ફર્ટ ફૂડ ખાવામાં સલામતી અનુભવે છે.જો કે, તેની અસરો પણ ભૂતકાળ પર આધાર રાખે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.