• Gujarati News
  • Lifestyle
  • Khamiri Khasta, Dudhi Methi, Ragi Rice Roti Is Delicious As Well As Healthy, Try It Today

આ રોટલી ટ્રાય કરવાથી જમવાના આવશે ટ્વિસ્ટ:ખમીરી-ખાસ્તા, દૂધી-મેથી, રાગી-ચોખાની રોટલી સ્વાદની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક, આજે જ ટ્રાય કરો

4 મહિનો પહેલાલેખક: મરજિયા જાફર
  • કૉપી લિંક

ભારતમાં બપોરની થાળી હોય કે સાંજની થાળી હોય રોટલી વગર અધૂરી માનવામાં આવે છે. સામાન્ય રીતે આપણા ઘરમાં ઘઉંના લોટની રોટલી બનાવવમાં આવે છે અને લોકો તેને બેહદ પસંદ કરે છે. પરંતુ આપણા દેશમાં રોટલી કે પરાઠા માત્ર ઘઉંના લોટમાંથી જ નથી બનતા. ભારતના જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારની રોટલીઓ બનાવવામાં આવે છે. એટલું જ નહીં કોઇ ખાસ પ્રસંગ કે તહેવાર પર પણ કેટલીક ખાસ રોટલી બનાવવામાં આવે છે.

શિયાળામાં લોકોની રોટલીની પસંદગી બદલાઈ જાય છે. તમે પણ શિયાળામાં વિવિધ પ્રકારની રોટલી ટ્રાય કરી શકો છો. આવો જાણીએ કેટલીક અલગ અલગ રોટલી વિશે જેને ખાવાની તમને જરૂરથી ઈચ્છા થશે. જો તમે કંઇક અલગ ટ્રાય કરવાની ઈચ્છા રાખો છો તો આ રહ્યું રોટલીનું લિસ્ટ. ડાયેટિશિયન સ્વાતિ વિશ્નોઈ જણાવે છે કે આ ટેસ્ટી-હેલ્ધી રોટલીના ફાયદા શું છે.

ખમીરી રોટલી
આજે આપણે સૌથી પહેલા વાત કરીશું ખમીરી રોટલીની, જેમાં પનીરનું સ્ટફીંગ કરવામાં આવે છે અને બાદમાં તેને બેક કરવામાં આવે છે. ખમીરી રોટલી ખાવામાં સ્વાદિષ્ટ હોય છે.

ખાસ્તા રોટલી
ખાસ્તા રોટલી બનાવવા માટે ઘઉંના લોટનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આ રોટલીનો સ્વાદ એકદમ અલગ છે. ખાસ્તા રોટલી બનાવવા માટે લોટમાં દૂધ, જીરું, મીઠું, બેકિંગ પાવડર અને ઘી ઉમેરીને મસળી લેવામાં આવે છે.

મોટી રોટલી
ભારતમાં તમને વિવિધ પ્રકારની રોટલી જોવા મળે છે, તેમાંથી એક છે મોટી રોટલી, જે ચણાના લોટ અને ઘઉંના લોટના મિશ્રણથી બનાવવામાં આવે છે.

શિયાળામાં લોકોની રોટલીની પસંદગી બદલાઈ જાય છે.
શિયાળામાં લોકોની રોટલીની પસંદગી બદલાઈ જાય છે.

દૂધીની રોટલી
રોટલીના લોટ અને શાકભાજીનું હેલ્ધી કોમ્બિનેશન છે. દૂધી શરીરને હાઇડ્રેટેડ અને ઠંડુ રાખવામાં મદદ કરે છે. આજે જ ટ્રાય કરો દૂધીની રોટલી.

બાજરા-મેથીની મિક્સ રોટલી
આ રોટલી બે લોટના મિશ્રણથી તૈયાર કરવામાં આવે છે, જેમાં પોષક તત્ત્વો ભરપૂર હોય છે. બાજરી પ્રોટીનનો સારો સ્ત્રોત છે, તેની સાથે જ લો ગ્લાયકા અને લો કાર્બની સાથે તેમાં ફાઇબર પણ હોય છે. મેથીના પાન મિક્સ કરવાથી ફાઇબર વધુ વધે છે. શુગરને કંટ્રોલ કરવામાં મેથી ખૂબ ફાયદાકારક છે. આ રોટલીમાં ઘણા પોષક તત્ત્વો હોય છે.

રાગીની રોટલી
રાગી રોટલીમાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ અને પ્રોટીન હોય છે. આ રોટલી સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે હેલ્ધી પણ છે. તેને બનાવવા માટે રાગીના લોટમાં ગાજર, ડુંગળી અને મસાલા નાખવામાં આવે છે. આ પછી તેની સ્વાદિષ્ટ રોટલીઓ બનાવવામાં આવે છે.

બિરઈ રોટી
આ રોટલી સામાન્ય રોટલીના લોટમાંથી બનાવવામાં આવે છે. સરળ રીતે, તેને ચણાની દાળ ભરીને બનાવવામાં આવે છે, જે તેનો સ્વાદ વધારે છે. તેમાં લવિંગ, કાળા મરી અને જીરાનો સ્વાદ પણ સામેલ છે.

ચોખાની રોટલી
શું તમે ક્યારેય ચોખાની રોટલી ટ્રાય કરી છે? અહીં વાત કરવામાં આવી રહી છે ચોખાની રોટલીની જેને તમે ઝડપથી તૈયાર કરી શકો છો. તમે ઘઉંના લોટની રોટલીબનાવો છો તેવી જ રીતે તે પણ બનાવી શકાય છે. ચાલો આપણે સમજાવીએ કે તમે ચોખાના લોટની રોટલી કેવી રીતે બનાવશો.

આ રહી બનાવવાની રીત

  • દોઢ કપ પાણીને બરાબર ઉકાળો. તેમાંથી અડધો કપ પાણી બાજુ પર રાખો. બાકીના 1 કપ પાણીમાં 1 કપ ચોખાનો લોટ ઉમેરો. તેલ અને મીઠું પણ ઉમેરવામાં આવશે.
  • હવે ગેસ બંધ કરો અને ચોખાના લોટને પાણીમાં મિક્સ કરો. આ પગલાં તમને સખત દેખાશે, પરંતુ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
  • હવે તેને ઢાંકીને 10 મિનિટ માટે રાખી મૂકો જેથી બાફીને ચોખા થોડા રંધાઇ જાય અને લોટને સારી રીતે બાંધી શકાય. હવે તમે લોટ કાઢીને તેને બાજુ પર રાખો અને તેમાં પાણી છાંટીને બરાબર બાંધી લો. જેમ ગુલાબજાંબુનો લોટ મસળે છે, તેમ તેને પણ તૂટ્યા વગર મસળી લો.
  • હવે તમે લોટને બીજી 10 મિનિટ સુધી રાખી શકો છો અથવા તરત જ તેનો ઉપયોગ કરી શકો છો. તેને સામાન્ય ઘઉંના લોટની રોટલીની જેમ જ બનાવો.

અક્કી રોટી
અક્કી રોટી વિશે તમે પહેલાં નહીં સાંભળ્યું હોય, પરંતુ કર્ણાટકના દરેક ઘરમાં અક્કી રોટી બનાવવી અને ખાવી લોકોને ગમે છે. તે ત્યાં એક લોકપ્રિય નાસ્તો છે. આ રોટલી ઘઉંના લોટને બદલે ચોખાના લોટમાંથી તૈયાર કરવામાં આવે છે. કન્નડમાં અક્કીનો અર્થ થાય છે ચોખા. રોટલીનો સ્વાદ વધારવા માટે તેમાં ઘણા પ્રકારના શાકભાજીનો પણ સમાવેશ કરવામાં આવે છે.

મકાઈની રોટલી

મકાઈની રોટલી પંજાબમાં ખૂબ ફેમસ છે અને તે શિયાળામાં ખાસ બનાવવામાં આવે છે. પંજાબમાં લોકો તેને સરસવના લીલા શાક સાથે ખાવામાં આવે છે. આમ જોવા જઈએ તો મકાઈની રોટલી હવે માત્ર પંજાબમાં જ નહીં, પરંતુ દેશના અલગ અલગ રાજ્યોમાં પણ બનાવવામાં આવે છે. તેને બનાવવા માટે મકાઈના લોટનો ઉપયોગ કરવામાં આવે છે.

થાલી પીઠ આ એક પ્રસિદ્ધ મહારાષ્ટ્રીયન રોટલી છે, જેમાં ઘઉંના લોટને બદલે બાજરી અને જુવારના લોટનો ઉપયોગ કરવામાં આવે છે. તેને બનાવતી વખતે તેમાં લોટ સાથે ચોખા, ચણા અને અન્ય મસાલા પણ ઉમેરવામાં આવે છે, જેનાથી સ્વાદ વધે છે. કેટલાક લોકો રોટલીને સંપૂર્ણ ખોરાક તરીકે તૈયાર કરતી વખતે તેમાં કેટલીક શાકભાજી પણ ઉમેરે છે. સામાન્ય રીતે, આ રોટલીને દહીં સાથે સર્વ કરવમાં આવે છે.

કુટ્ટુ રોટલી

કુટ્ટુ રોટી કોઈ ખાસ રાજ્ય સાથે સંકળાયેલી નથી, પરંતુ એક તહેવાર સાથે સંકળાયેલી છે. ભારતમાં નવરાત્રિનો તહેવાર ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે. જે લોકો નવરાત્રિના નવ દિવસ ઉપવાસ કરે છે તેઓ ઘઉંની સામાન્ય રોટલીને બદલે કુટ્ટુના લોટનો ઉપયોગ કરીને તેમાંથી રોટલી બનાવે છે. આ રોટલીને બટાકાનું શાક અને દહીં સાથે ખાવામાં આવે છે. કુટ્ટુના લોટમાંથી બનેલી રોટલી લાંબા સમય સુધી ફુલ રહેવાનો અહેસાસ કરાવે છે.