તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Khadi Fashion Will Always Be Evergreen For Bollywood Actresses, Learn From Kangana To Kareena How To Look Stylish With This Fabric

પર્યાવરણ દિવસ પર ઇકો ફ્રેન્ડલી ફેશન:બોલિવૂડની અભિનેત્રીઓ માટે ખાદીની ફેશન હંમેશાં એવરગ્રીન રહેશે, કંગનાથી લઈને કરીના પાસેથી શીખો આ ફેબ્રિકની સાથે કેવી રીતે સ્ટાઈલિશ દેખાવવું

7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારતમાં ખાદી એક એવું ફેબ્રિક છે જેને દરેક સિઝનમાં ફેશનેબલ માનવામાં આવે છે

ભારતમાં ખાદી એક એવું ફેબ્રિક છે જેને દરેક સિઝનમાં ફેશનેબલ માનવામાં આવે છે. ખાદી સિલ્ક અને કોટન બંને ફેબ્રિકમાં આવે છે. ગરમીમાં ઠંડક અને ઠંડીમાં ગરમનો અહેસાસ આપવાને કારણે દરેક સિઝનમાં આ ફેબ્રિકને પસંદ કરવામાં આવે છે. ઈકો ફ્રેન્ડલી હોવાને કારણે ખાદીને ફેશન ડિઝાઈનર્સ તેમના કલેક્શન માટે પ્રથમ પસંદગી તરીકે માને છે. તેની ખાસિયતને જોતા તે સામાન્ય ભારતીય મહિલાઓની સાથે બોલિવૂડની અભિનેત્રીઓ પણ ખાદીને એવરગ્રીન ફેબ્રિક માને છે.

ખાદીના આઉટફિટની સાથે આ રીતે એસેસરીઝ મેચિંગ કરોઃ

- તેની સાથે ફ્લેટ વી શેપ્ડ ફૂટવિયર્સ ઉપરાંત શૂઝ અને સ્મોલ હીલ્સ અથવા વેજ હીલ્સ શૂઝ અને ચપ્પલ પણ સ્ટાઈલિશ લાગે છે.

- આ ફેબ્રિકમાંથી બનેલા આઉટફિટ્સની સાથે ભરતકામવાળા જૂતા પણ પસંદ કરવામાં આવે છે. આ જૂતાને ઓછી કિંમતમાં માર્કેટમાંથી ખરીદી શકાય છે.

- જો તમને આર્ટિસ્ટિક લુક પસંદ હોય તો ખાદી કૂર્તાની સાથે એમ્બ્રોઈડરીવાળી બેગ્સ અને ફ્લેટ હીલ્સ પહેરી શકો છો.

કંગનાની પસંદ બ્લૂ ખાદી સાડી
આ બોલિવૂડ અભિનેત્રીએ બ્લૂ ખાદીની સાડીને યલો રાઉન્ડ નેક બ્લાઉઝની સાથે ટીમઅપ કર્યું છે. ડાર્ક સનગ્લાસિસ અને ચિક હેન્ડબેગ્સ તેની બ્યુટી વધારવામાં મદદ કરે છે. ગરમીની સિઝનમાં પેસ્ટલ કલરની આ સાડી તમને સ્ટાઈલિશ લુક આપવામાં મદદ કરી શકે છે.

વિદ્યા બાલનની બે ટોનની સાડી
આ બોલિવૂડ એક્ટ્રેસે બે ટોનવાળી સાડીને સારી રીતે પહેરી છે. આ ડ્રેસની સાથે ઓપન હેર સ્ટાઈલ વિદ્યા પર સૂટ થઈ રહી છે. ખાદી સાડીની સાથે કાનમાં જૂમકા અને ચાંદલો તેની બ્યુટીમાં ચાર ચાંદ લગાવે છે.

કરીના કપૂરનો ખાદી સલવાર-કૂર્તા
ખાદીના સલવાર-કૂર્તામાં કરીના નવા ફેશન ગોલ સેટ કરતી જોવા મળી રહી છે. આ ડ્રેસની સાથે બ્લેક સનગ્લાસ અને આ જ કલરનું જેકેટ પહેરીને તમે સ્ટાઈલિશ લુક મેળવી શકો છો. કરીનાની જેમ કોન્ટ્રાસ્ટ કલરના વ્હાઈટ શૂઝ પણ તમારી પર્સનાવિટીમાં ચાર ચાંદ લગાવી શકે છે.