KG-2ની સ્ટુડન્ટ મહાલક્ષ્મી આનંદે અત્યાર સુધી 9 રેકોર્ડ પોતાને નામ કર્યા છે. 5 વર્ષની મહાલક્ષ્મીના પિતા આનંદકુમાર એન્જિનિયર છે અને તેની માતાનું નામ નીના આનંદ છે. મૂળ કેરળના કોલ્લમની રહેવાસી હાલ તેના માતા-પિતા સાથે અબુધાબી રહે છે. મહાલક્ષ્મી દોઢ વર્ષની ઉંમરથી બધું યાદ રાખવા લાગી હતી તે સમયે તેના પેરેન્ટ્સે દીકરીનું ટેલેન્ટ ઓળખી લીધું. નાની ઉંમરે દીકરીના આટલા બધા રેકોર્ડ જોઇને તેના માતા-પિતાને ગર્વ થાય છે.
26 સેકન્ડમાં ભારતના સ્ટેટ અને કેપિટલના નામ બોલી
મહાલક્ષ્મીએ ત્રણ કેટેગરીમાં રેકોર્ડ બનાવ્યા છે. એક મિનિટમાં સૌથી વધારે ઈન્વેન્ટર્સ અને ઈન્વેન્શનના નામ બોલી. તેના માટે મહાલક્ષ્મીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ, બ્રિટિશ વર્લ્ડ રેકોર્ડ અને કલામ્સ વર્લ્ડ રેકોર્ડ ફોર એક્સ્ટ્રા ઓર્ડિનરી ગ્રેસ્પિંગ પાવર જુનિયર કિડનું ટાઈટલ મળ્યું. તેણે 54 સેકન્ડમાં સૌથી વધારે ભરતનાટ્યમની મુદ્રા અને ભાવાવ્યક્તિ પર સૌથી ઝડપી પર્ફોર્મ કરી રેકોર્ડ બનાવ્યો. મહાલક્ષ્મીએ 26 સેકન્ડમાં ભારતના સ્ટેટ અને કેપિટલને આલ્ફાબેટિકલ બોલીને પણ રેકોર્ડ પોતાને નામ કર્યો.
દોઢ વર્ષની ઉંમરે દીકરીના ટેલેન્ટની ખબર પડી ગઈ હતી
મહાલક્ષ્મીને બાળપણથી જ વસ્તુઓ યાદ રાખવાનો શોખ હતો. મહાલક્ષ્મીની માતા નીનાએ કહ્યું કે, બાળપણથી જ તે બધી વસ્તુઓ યાદ રાખતી હતી. દોઢ વર્ષની ઉંમરે મેં તેને સાયન્ટિસ્ટ અને ઇન્વેન્શન્સના નામ શીખવાડ્યા. હું જે પણ શીખવાડતી તે બધું યાદ રાખી લેતી. હું સરકારી એક્ઝામની તૈયારી કરતી હતી. મહાલક્ષ્મી મારી પાસે આવીને બેસતી અને જે વાંચે તે બધું મોઢે કરી લેતી. તેને મેં બધું ફરીથી બે દિવસ પછી પૂછ્યું તો પણ બધું યાદ હતું. ધીમે-ધીમે તે ઇન્ટરનેટની મદદ લેતી ગઈ અને રેકોર્ડ બનાવતી ગઈ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.