કીટો ડાયટ ફોલો કરનારા થઇ જજો સાવધાન:વજન ઓછું થવાથી સ્કિન પ્રોબ્લેમ વધશે અને વાળ વધારે ખરશે, ડાયટ ચાલુ કરતાં પહેલાં નુકસાન જાણી લો

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

કીટો ડાયટ દુનિયાના ફેમસ ડાયટમાં સામેલ છે. તેમાં વ્યક્તિ માત્ર હાઈ ફેટ, પ્રોટીન અને ખૂબ ઓછા કાર્બોહાઈડ્રેટવાળું ભોજન કરે છે. આપણા શરીરનો ફેમસ એનર્જી સોર્સ કાર્બોહાઈડ્રેટ છે. કીટો ડાયટ ફોલો કરવાથી તેનું પ્રમાણ ઓછું થઇ જાય ત્યારે હર ફોલ અને અન્ય ઘણી સાઈડ ઈફેક્ટ દેખાય છે.

કીટો ડાયટ શરીરને એક મેટાબોબિક સ્થિતિમાં લાવે છે. આને કીટોસિસ કહેવાય છે. સરળ ભાષામાં, આ સ્થિતિમાં શરીરમાં જમા મોલિક્યુલ્સ તૂટવા લાગે છે. શરીરને એનર્જીની જરૂર હોય ત્યારે તે આ એનું વાપરે છે. આ રીતે આપણું વજન ઓછું થાય છે.

કીટો ડાયટ દરેક વ્યક્તિ માટે નથી. આને ફોલો કરવાથી આપણા શરીરમાં જરૂરી ન્યૂટ્રીઅંટ્સ ઓછા થઇ જાય છે. બોડીમાં સ્કિન અને વાળને નુકસાન થાય છે.

વાળ અને સ્કિન કેવી રીતે ડેમેજ થાય છે?
HealthShots સાથે વાતચીત દરમિયાન સ્કિન એક્સપર્ટ ડૉ. અનુપ્રિયા ગોયલે કહ્યું, કીટો ડાયટથી વજન ફટાફટ ઓછું થઇ જાય છે, પરંતુ આ ટેમ્પરરી હોય છે. શરીર પર વજન ઓછું કરવાનું દબાણ થવાથી પ્રોટીન અને જરૂરી ન્યૂટ્રીઅંટ્સ ના મળવાથી વાળ ખરવાના શરૂ થઇ જાય છે.

ન્યૂટ્રીશનિસ્ટ કવિતા દેવગણે HealthShotsને કહ્યું કે, કીટો ડાયટથી આપણા આંતરડા પર ખરાબ અસર પડે છે. આ ડાયટથી જરૂરી ન્યૂટ્રીશનિસ્ટ ઓછા થાય છે આથી સ્કિનને નુકસાન થાય છે.

સ્કિન અને હેરને જ કેમ નુકસાન થાય?
આપણા સૌની સ્કિન માઈક્રો અને મેક્રો ન્યૂટ્રીઅંટ્સ અને વિટામિન્સથી સ્વસ્થ રહે છે, પરંતુ કીટો ડાયટ ફોલો કરતી વખતે શરીરમાં જરૂરી ન્યૂટ્રીઅંટ્સની અછત થઇ જાય છે. આ જરૂરી ન્યૂટ્રીઅંટ્સ સૌથી પહેલાં આપણા મગજ, હાર્ટ અને લિવરને પહોંચે છે જેથી તે જીવિત રહી શકે. એ પછી સ્કિન અને વાળને આ વસ્તુમાંથી પોષણ મળે છે. તેની સૌથી પહેલાં અસર સ્કિન, નખ અને વાળ પર દેખાય છે. વજન થવાથી આ બધા લક્ષણો દેખાવા લાગે છે.

લોન્ગ ટર્મ માટે કીટો ડાયટ સારી છે?
કીટો ડાયટના શોર્ટ ટર્મ ફાયદા જોઈને આને લોન્ગ ટર્મ રૂટિનમાં સ્વીકાર્યા પહેલાં તેના નુકસાન પર પણ ધ્યાન આપો. તમારા ડાયટિશિયન સાથે ચર્ચા કરો. જો વધારે સમય માટે ડાયટ ફોલો કરવું હોય તો ડાયટિશિયનની મદદથી ન્યૂટ્રીશન પ્લાન જરૂર તૈયાર કરો.

(Disclaimer: આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે. ડાયટમાં કોઈ ચેન્જ લાવ્યા પહેલા ડૉક્ટરની સલાહ લો)