તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Lifestyle
 • Kerala's First Transwoman Doctor's Story Of Becoming A Priya From Genu, Fulfilled Her Dream Of Becoming A Girl With The Support Of Parents

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોતાની ઓળખથી ખુશી મળી:કેરળની પ્રથમ ટ્રાન્સવુમન ડૉક્ટર જીનુથી પ્રિયા બનવાની સ્ટોરી, પેરેન્ટ્સના સપોર્ટથી છોકરી બનવાનું સપનું પૂરું કર્યું

23 દિવસ પહેલા

કોલ્લમના S.N પબ્લિક સ્કૂલમાં અભ્યાસ દરમિયાન ટ્રાન્સજેન્ડર જીનુનાં મનમાં પોતાની ઓળખ મેળવવાની જિદ્દ હાવી થઈ ગઈ હતી. આ દિવસોમાં તેના પેરેન્ટ્સે તેની બુકના પેજ પર લખતા જોઈ લીધું હતું કે, મારી ઓળખ મેળવવા માટે આ જ સાચો સમય છે. જીનુના માતા-પિતાને પોતાના દીકરા માટે ચિંતા થઈ પણ તેમને ખબર પડતી નહોતી કે હવે આગળ શું કરવું. થોડા દિવસ પછી તેના માતા-પિતાને લાગ્યું કે જીનુને કોઈ માનસિક બીમારી છે અમે તેઓ સોલ્યુશન શોધવા લાગ્યા. તેને મનોચિકિત્સક પાસે લઇ જવાની વાતો પણ થવા લાગી.

તેના માતા-પિતા ઈચ્છતા હતા કે તે એક છોકરાની જેમ રહે, પરંતુ જીનુની ભાવનાઓ એક છોકરી જેવી હતી. આ સ્થિતિમાં જીનુએ 2008માં વૈદ્ય રત્નમ આયુર્વેદ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું. 2012માં કર્ણાટકની કેવીજી આયુર્વેદ મેડિકલ કોલેજ, દક્ષિણ કન્નડમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી લીધી. એ પછી ત્રિશૂરની સીતારામ આયુર્વેદ હોસ્પિટલમાંથી તેણે મેડિકલ કોલેજની શરુઆત કરી.

ડૉક્ટર બનતા પછી એ દિવસ પણ આવ્યો જ્યારે જીનુએ તેની માતા પાસે સેક્સ રિઅરેંજમેન્ટ સર્જરી કરાવવાની માગ કરી. તેની માતા આ સર્જરી માટે રાજી થઈ ગયા અને પરિવારના અન્ય લોકોની હા પછી જીનુએ 2018માં કોચીમાં રેના મેડિસિટીમાંથી હોર્મોન ટ્રીટમેન્ટ લીધી. એ પછી ગયા વર્ષે સેક્સ રિઅરેંજમેન્ટ સર્જરી કરાવી. આ રીતે જીનુ છોકરી બની ગયો અમે તેણે પોતાનું નામ પ્રિયા રાખ્યું. તેને કેરળની પ્રથમ ટ્રાન્સવુમેન ડૉક્ટર હોવા પર ગર્વ છે. પ્રિયા ખુશ છે કે તેણે સર્જરી પછી પણ પોતાની ઓળખ મેળવી લીધી છે. તે અન્ય પેરેન્ટ્સને કહેવા માગે છે કે, તમારા સંતાન જેવા પણ છે તેને તેવા જ સ્વીકાર કરો. સમાજના લોકોની ચિંતા કર્યા વગર તેમની હકીકત છુપાવીને ના રાખો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો