• Gujarati News
  • Lifestyle
  • Kerala Nurse Pushpalatha Set A Record By Vaccinating 893 People In 7.5 Hours, Received Honor From Health Minister Veena George For This Achievement

હિંમતને સલામ:કેરળની નર્સ પુષ્પલતાએ 7.5 કલાકમાં 893 લોકોને વેક્સિન આપી રેકોર્ડ બનાવ્યો, સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે વખાણ કર્યા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુષ્પલતા નર્સ બન્યા પહેલાં એક સિંગર હતી
  • પુષ્પલતાએ તેની સફળતાનો શ્રેય ટીમ વર્કને આપ્યો હતો

કેરળની નર્સ પુષ્પલતા એ કોરોના વેક્સિન આપીને રેકોર્ડ બનાવ્યો છે. 15 ઓગસ્ટના રોજ ચેંગનૂર જિલ્લાની હોસ્પિટલમાં તેણે 7.5 કલાકમાં 893 લોકોને વેક્સિનના ડોઝ આપ્યા હતા. આ કામ બદલ મંગળવારે સ્વાસ્થ્ય મંત્રીએ વીણા જ્યોર્જને સન્માનિત કરી. પુષ્પલતાએ તેની સફળતાનો શ્રેય ટીમ વર્કને આપ્યો હતો. તેણે કહ્યું કે, મારી સાથે કામ કરતા દરેક વર્કરે પૂરો સપોર્ટ કર્યો.

પુષ્પલતાએ વેક્સિન સંબંધિત દરેક કામ કરતી વખતે નિયમોનું ધ્યાન રાખ્યું. સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે પુષ્પલતાના પ્રયત્નોના વખાણ કર્યા. સાથે જ સમયસર કામ પૂરું કરવા બદલ દરેક સ્ટાફ મેમ્બરના વખાણ કર્યા. વીણા જ્યોર્જે કહ્યું, આ જ પ્રકારના લોકો સિસ્ટમને આગળ વધારવામાં મદદ કરશે.

સાસરે જઈને નર્સનો અભ્યાસ કર્યો
પુષ્પલતાએ જ્યોર્જને જણાવ્યું કે, તે નર્સ બન્યા પહેલાં એક સિંગર હતી. લગ્ન પછી તેણે સાસરીપક્ષની મદદથી નર્સિંગ એજ્યુકેશન પૂરું કર્યું. પુષ્પલતા તેનું કામ પૂરી પ્રામાણિકતાથી કરે છે. તેની ટીમમાં સિરાજ, શ્રીદેવી, રમ્યા અને અનિમોલ સામેલ છે. આ બધાને પણ સ્વાસ્થ્યમંત્રીએ શુભેચ્છા પાઠવી.

અન્ય સમાચારો પણ છે...