• Gujarati News
  • Lifestyle
  • Kerala Man Orders Passport Cover On Amazon, Receives Another Person's Original Passport With Product

ઓનલાઈન છેતરપિંડી:કેરળની વ્યક્તિએ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી પાસપોર્ટ કવર ઓર્ડર કર્યું, કંપનીએ તેને કવરની સાથે બીજાનો પાસપોર્ટ મોકલી દીધો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મિથુને ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન પરથી કવર મગાવ્યું હતું
  • કસ્ટમર કેરે રિયલ પાસપોર્ટનું શું કરવું તેના વિશે કઈ ના કહ્યું

દિવસેને દિવસે ઓનલાઇન શોપિંગની બોલબાલા વધી રહી છે. તહેવારમાં અનેક ઈ-કોમર્સ પ્લેટફોર્મ મસમોટા ડિસ્કાઉન્ટ આપે છે. આ સમયમાં કસ્ટમર્સની સંખ્યા પણ વધી જાય છે. ઓનલાઈન શોપિંગના ફાયદા તો છે જ પણ સાથે તેમાં છેતરપીંડીના કેસ પણ વધી રહ્યા છે. ગ્રાહકો મંગાવે કઈક બીજું અને તેમને ડિલિવર કઈક બીજું થાય છે.

કવરમાંથી પાસપોર્ટ નીકળ્યો
ગ્રાહકો ઘણીવાર ફ્રોડ કેસના અનુભવ સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે. કેરળમાં એક વ્યક્તિએ ઓનલાઈન પાસપોર્ટ કવર મગાવ્યું હતું. વાયનાડ શહેરમાં રહેતી આ વ્યક્તિને એમેઝોન પરથી મગાવેલું પાસપોર્ટ કવર તો મળી ગયું પણ તેની અંદર રિયલ પાસપોર્ટ હતો. પ્રોડક્ટની સાથે પાસપોર્ટ જોઇને મિથુન બાબુ વિચારમાં પડી ગયા.

કસ્ટમર કેરે ઓરિજિનલ પાસપોર્ટ વિશે કઈ ના કહ્યું
મિથુને ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન પરથી 30 ઓક્ટોબરના રોજ પાસપોર્ટ કવરનો ઓર્ડર આપ્યો હતો. આ ઓર્ડર 2 દિવસમાં ડિલીવર થઈ ગયું. મિથુને કહ્યું, કવરમાં રહેલો પાસપોર્ટ મને ડમી લાગ્યો પણ મેં ઇન્ફોર્મેશન ચેક કરી તો ખબર પડી કે આ તો રિયલ વેબસાઈટ છે. થ્રિસુરના રહેવાસી મુહમ્મદ શેખનો આ પાસપોર્ટ હતો. મેં કસ્ટમર કેરમાં ફોન કર્યો અને તેમને પાસપોર્ટ વિશે કહ્યું. કસ્ટમર કેરમાં એક્ઝીક્યુટીવે મિથુનને જવાબ આપ્યો કે, આવી ભૂલ ફરી નહીં થાય અને ભવિષ્યમાં અમે ઓર્ડર ડિલીવર કરતી વખતે ધ્યાન રાખીશું. કંપનીએ ઓરિજિનલ પાસપોર્ટનું શું કરવું તેનું કોઈ સોલ્યુશન ના આપ્યું.

મિથુને જેનો પાસપોર્ટ હતો તેના સુધી પહોંચાડી દીધો
બીજાનો પાસપોર્ટ લઈને મિથુન શું કરે? આથી તેણે પાસપોર્ટ લખેલી માહિતીને આધારે મુહમ્મદને શોધ્યો. મિથુને કહ્યું, મેં જે કવરનો ઓર્ડર આપ્યો હતો તે જ કવર મુહમ્મદે પણ મગાવ્યું હતું. આ કવર મુહમ્મદને ના ગમતા તેણે એમેઝોનને રીટર્ન કરી દીધું. રીટર્ન કરતી વખતે મુહમ્મદે ચેક ના કર્યું અને તેનો પાસપોર્ટ કવરમાં જ રહી ગયો. મિથુને કહ્યું, આ કેસમાં ભૂલ એમેઝોન સેલરની છે. તેણે રીટર્ન આવેલી પ્રોડક્ટને ચેક કર્યા વગર જ ડિલીવર માટે મોકલી દીધી. મિથુને રિયલ પાસપોર્ટ મુહમ્મદને પહોંચાડી દીધો.