પહેલ:કેરળના બિઝનેસમેનની ઓફર, બોર્ડમાં નાપાસ વિદ્યાર્થીઓ ફ્રીમાં હિલ સ્ટેશન કોડાઈકેનાલમાં ઈચ્છા હોય ત્યાં સુધી રહો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ ઓફરનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ બોર્ડનું સર્ટિફિકેટ દેખાડવાનું હોય છે - Divya Bhaskar
આ ઓફરનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ બોર્ડનું સર્ટિફિકેટ દેખાડવાનું હોય છે
  • ફેલ થનારા વિદ્યાર્થીઓને પેરેન્ટ્સ અને સોસાયટીના ટોણા સાંભળવા ના પડે તે માટે આ કામ શરુ કર્યું
  • કોડાઈકેનાલમાં આવેલા રિસોર્ટમાં વિદ્યાર્થીઓ તેમના પેરેન્ટ્સ સાથે પણ આવી શકે છે

ભારતમાં એક વાક્ય આપણે ઘણીવાર અનેકના મોઢે સાંભળતા હોઈએ છીએ કે ‘લોકો શું કહેશે?’સોસાયટીની ચિંતા કરીને લોકો પોતાનું જીવન ખૂલીને જીવતા નથી. ખાસ કરીને પરિમાણ વખતે આવી સ્થિતિ જોવા મળે છે. રિઝલ્ટ સારું આવે તો કઈ વાંધો નહીં પણ જો ફેલ થાય તો લોકોના ટોણા સાંભળીને વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ ભાંગી પડે છે. આપણે ત્યાં ધોરણ 10 એટલે કે બોર્ડની એક્ઝામનું મહત્ત્વ વધારે હોય છે. આ પરીક્ષાને આધારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી થાય છે. જેનું પરિણામ સારું આવે તે તો જોઈએ તેમાં એડમિશન લઇ લે છે, પણ ફેલ થનારા વિદ્યાર્થીઓ વિશે કોઈ વિચારતું નથી અને રોજ તેમની સામે બોર્ડના રિઝલ્ટની વાતો કરે છે.

સ્ટુડન્ટ તેમના પરિવાર સાથે પણ આવી શકે છે
બોર્ડમાં ફેલ થનારા વિદ્યાર્થીઓને અલગ વાતાવરણમાં લઇ જવા માટે કેરળના બિઝનેસમેન સુધીશ કે.ને એક આઈડિયા આવ્યો. તેઓ હિલ સ્ટેશન કોડાઈકેનાલમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓને ફ્રીમાં રહેવા રૂમ આપે છે. તેમના રિસોર્ટની નામ ‘હેમોક’ છે. શહેરની ભીડ અને લોકોના ટોણાથી દૂર રહેવા માટે તેઓ વિદ્યાર્થીઓને સુંદર જગ્યામાં સમય પસાર કરવાનું કહે છે. આ સ્ટુડન્ટ તેમના પરિવાર સાથે પણ આવી શકે છે.

ફેલ થનારા વિદ્યાર્થીઓએ કોઈ ગુનો નથી કર્યો
સુધીશ તેમનાથી શક્ય તેટલો મોરલ સપોર્ટ કરે છે. તેમણે પોતાના આ કામ વિશે કહ્યું કે, દર વર્ષે ધોરણ 10ની પરિણામ જાહેર થઈ જાય ત્યારે મોટાભાગે આપણે સફળ વિદ્યાર્થીઓની વાતો કરતા હોઈએ છીએ. તેમને અભિનંદન આપીએ છીએ, પણ આ રિઝલ્ટની બીજી બાજુ પર કોઈ નજર ફેરવતું નથી. નાપાસ થનારા બાળકોને પણ પાસ થનારા વિદ્યાર્થીઓ જેટલો જ પ્રેમ મળવો જોઈએ.

આ ઓફરનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ બોર્ડનું સર્ટિફિકેટ દેખાડવાનું હોય છે. વિદ્યાર્થીઓ એકલા અથવા તો તેમના પેરેન્ટ્સ સાથે પણ આવી શકે છે.સ્ટ્રેસફુલ વાતાવરણમાંથી હળવા બનવા માટે આ હિલ સ્ટેશન બેસ્ટ જગ્યા છે.

સાઈકોલોજિસ્ટે આ ઓફરને બેસ્ટ ગણાવી
સુધીશના આ કામની ખબર પડતા પેરેન્ટ્સથી લઈને ડૉક્ટર સુધી બધા તેમના વખાણ કરી રહ્યા છે. ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ નિતિન એ. એફ.એ કહ્યું, આ એક વેલકમ મુવ છે. કેરળ અને દેશના મોટાભાગના પેરેન્ટ્સ પોતાના એવરેજ બાળકની કમ્પેર હોંશિયાર બાળકો સાથે કરતા હોય છે. બધા બાળકોની રિઝલ્ટ સરખું આવે તે જરૂરી નથી. બોર્ડનું રિઝલ્ટ વિદ્યાર્થીઓ એક બોજ તરીકે જોવા લાગ્યા છે. બાળક સફળ થશે કે નિષ્ફળ તે એજ્યુકેશન નક્કી કરતું નથી. સંતાનોનાં ટેલેન્ટ પ્રત્યે પણ ધ્યાન આપવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...