• Gujarati News
  • Lifestyle
  • Kerala Man Finally Marries Woman He Hid In His Room For 10 Years While Living With Parents

કેરળ:10 વર્ષથી ઘરમાં સંતાડીને રાખેલી ગર્લફ્રેન્ડ સાથે યુવકે લગ્ન કર્યા, પરિવારને આટલા વર્ષ સુધી કઈ ખબર નહોતી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંનેના કોર્ટ મેરેજમાં લોકલ પોલીસે સપોર્ટ કર્યો

હાલ કેરળનો રહેવાસી અલિન્ચુવટ્ટીલ રહેમાન ‘ટૉક ફ ધ ટાઉન’ બન્યો છે. છેલ્લા 10 વર્ષથી આ યુવકે તેની ગર્લફ્રેન્ડને ઘરમાં સંતાડીને રાખી હતી. કોઈને પણ ખબર ના પડે તેમ સિંગલ રૂમમાં બંને સાથે રહ્યા.10 વર્ષ પછી કોર્ટ મેરેજ કર્યા બાદ રહેમાન અને તેની ગર્લફ્રેન્ડ સજિતા ખુશખુશાલ છે. હવે તેમને કોઈનાથી ડરીને સાથે રહેવાની જરૂર નથી.

મેરેજમાં બંનેએ સિમ્પલ કપડાં પહેર્યા
બુધવારે રહેમાને નેનમરા શહેરમાં આવેલી સબ-રજિસ્ટર ઓફિસમાં સજિતા સાથે લગ્ન કર્યા. કોર્ટ મેરેજમાં રહેમાન અને સજિતાએ બંનેએ સિમ્પલ કપડાં પહેર્યા હતા. મેરેજ પછી ઓફિશિયલ સાથે રહેવાની ખુશી તેમના ચહેરા પર છલકાતી હતી. 10 વર્ષ સુધી સપોર્ટ કરનારા લોકોનો કપલે આભાર માન્યો હતો અને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું.

યુવકનો પરિવાર મેરેજથી ખુશ નથી
રહેમાને મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું, અમને આશા છે કે હવે અમે કોઈનાથી છુપાઈને નહીં પણ શાંતિ અને ખુશીભર્યું જીવન જીવી શકીશું.કોર્ટ મેરેજમા સજિતાના પેરેન્ટ્સ હાજર રહ્યા હતા, પણ રહેમાનના ઘરેથી કોઈ નહોતું આવ્યું. રહેમાન અને સજિતાના લગ્નમાં MLA કે.બાબુ પણ હાજર રહ્યા હતા. તેમણે કપલને આશીર્વાદ આપતા કહ્યું, તમારું ડ્રીમ હાઉસ બનાવવામાં સરકાર મદદ કરશે.

લગ્ન પહેલાં આ કપલના 10 વર્ષ ઘણા કપરા રહ્યા. લગ્ન માટે બંને પરિવારને અનુમતિ ના મળતા તેઓ છુપાઈને રહ્યા. રિપોર્ટ પ્રમાણે, કેરાલા સ્ટેટ વીમન્સ કમિશને રહેમાન વિરુદ્ધ કેસ ફાઈલ કર્યો હતો. તેમણે આરોપ મૂક્યો હતો કે, સજિતાને જબરદસ્તી ઘરમાં કેદ કરીને રાખી છે. આ આરોપ વિશે પોલીસે જણાવ્યું, રહેમાનના ઘરે રહેતી સજિતા તેની ગર્લફ્રેન્ડ છે અને રહેમાન તેનું ધ્યાન રાખતો હતો.

ભાંડો કેવી રીતે ફૂટ્યો?
રહેમાન 10 માર્ચથી ગાયબ હતો. તેના પરિવારને રહેમાન કયા ગયો છે તેની કોઈ જ ખબર નહોતી. 7 જૂન, 2021ના રોજ રહેમાનના ભાઈ બશીરે તેને ગામથી 30 કિલોમીટર દૂર જોયો અને એ પછી તેનો પીછો કરી પોલીસને જાણ કરી દીધી. રહેમાન પોતે હાઉસ પેન્ટર છે. 35 વર્ષીય રહેમાન ભાડેના મકાનમાં રહેતો હતો અહીં પોલીસને શોધખોળ કરતા એક મહિલા મળી. આ મહિલા બીજું કોઈ નહીં પણ રહેમાનની પ્રેમિકા સજિતા હતી. નવાઈની વાત તો એ છે કે, સજિતા છેલ્લા 10 વર્ષથી ગાયબ હતી. તેના પરિવારે તો તે જીવતી હોવાની આશા પણ ખોઈ દીધી હતી.

પરિવારે એક દાયકા પછી દીકરીનું મોઢું જોયું
ફેબ્રુઆરી,2010માં ઘરેથી ભાગીને આવેલી સજિતા વર્ષોથી રહેમાનના ઘરે રહેતી હતી. સજિતાના ઘરથી માત્ર 100 મીટરના અંતરે રહેમાનનું ઘર હતું. ત્રણ રૂમ અને રસોડાના ઘરમાં સજિતા પણ રહેતી હતી એ વાતનો અણસાર આજ સુધી રહેમાનના પરિવારને ના આવ્યો. સજિતા ગાયબ થઇ ત્યારે તેના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને તેમની દીકરી શોધી પણ ખરા પણ ક્યાંય ના મળી. ગામજનો તો સજિતાને ભૂલી પણ ગયા હતાં, ઘણા લોકો વાતો કરતા કે સજિતા તમિલનાડુના છોકરા સાથે ભાગી ગઈ. પોલીસ જે સજિતાને આખા ગામમાં શોધી રહી હતી તે તેના જ ઘરેથી 100 મીટર દૂર રહેમાનના ઘરે રહેતી હતી. સજિતા જે રૂમમાં રહેતી હતી એમાં બાથરૂમ નહોતું. તે રાત્રે બધા સૂઈ જાય એ પછી બારીમાંથી બહાર આવતી. તેના રૂમની બારી અને દરવાજો દિવસ દરમિયાન હંમેશાં બંધ રહેતો.

10 વર્ષ સુધી દુનિયાથી છૂપાઈને રહેતા કપલને હવે કોઈની બીક નથી, તેઓ બાકીની જિંદગી શાંતિથી જીવવા માગે છે.

અન્ય સમાચારો પણ છે...