• Gujarati News
  • Lifestyle
  • Kerala Heavy Rainy Wedding Video Someone Wore A PPE Kit For The Life Partner, Someone Came Out With A Bullock Cart And Someone Made The Bride Sit On The Shoulder To Cross The River.

અનોખા લગ્ન:જીવનસાથી માટે કોઈએ PPE કિટ પહેરી, કોઈએ બળદગાડામાં જાન જોડી, તો કોઈએ નવેલી દુલ્હનને ખભા પર ઉંચકીને નદી પાર કરી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આકાશ અને એશ્વર્યા મંદિર પહોંચવા માટે લગ્ન પ્રસંગમાં ખાવાનું બનાવવા માટે ઉપયોગમાં લેવાતા વાસણમાં બેસે છે
  • જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે

હાલમાં કેરળમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. ત્યાંના વરસાદ પૂર, ભૂસ્ખલન જેવી આપત્તિઓ એક સાથે આવી ગઈ છે. આવી સ્થિતિમાં એક લગ્નનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં આકાશ અને એશ્વર્યા નામના એક કપલના લગ્ન હતા. વેન્યુ હતું અલપ્પુઝાની નજીક થકાઝીનું એક મંદિર છે. રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે બંને માટે મંદિર સુધી પહોંચવું મુશ્કેલ હતું. આવી સ્થિતિમાં બંનેએ એક અનોખી રીત અપનાવી જે વાયરલ થવાનું કારણ બની.

આકાશ અને એશ્વર્યા એ લગ્ન માટે અનોખી રીત અપનાવી.
આકાશ અને એશ્વર્યા એ લગ્ન માટે અનોખી રીત અપનાવી.

આકાશ અને એશ્વર્યા મંદિર પહોંચવા માટે લગ્ન પ્રસંગમાં ખાવાનું બનાવવા માટે ઉપયોગમાં લેવાતા વાસણમાં બેસે છે. તેમના સંબંધીઓ વાસણને પાણીમાં પકડીને ચાલી રહ્યા છે અને સામે એક ફોટોગ્રાફર તેમના ફોટા ક્લિક કરી રહ્યો છે. બંને મંદિરે પહોંચ્યા અને લગ્ન પણ સારી રીતે થઈ ગયા.

કન્યાને ખભા પર ઉંચકીને નદી પાર કરી
બિહાર અને પૂરનું કનેક્શન દર વર્ષનું છે. દર વર્ષે બિહારમાં પૂરના સમાચાર ચર્ચામાં રહે છે. આ વર્ષે જુલાઈમાં બિહારમાં એક લગ્નનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયો કિશનગંજ જિલ્લાના દિગલબેંક બ્લોકનો હતો. પલસા ઘાટ પર પુલ ન હોવાને કારણે લોકોને બોટની મદદ લેવી પડે છે. આવી સ્થિતિમાં વરરાજા શિવા કુમાર સિંહ જ્યારે સિંઘિમારી ઘાટ પર પહોંત્યો તો હોડીમાં કંઈક મુશ્કેલી આવી, ત્યારબાદ વરરાજાએ દુલ્હનને પાણીથી બચાવવા માટે ખભા પર ઉંચકી લીધી.

PPE કિટ પહેરીને લગ્ન કર્યા
કોરોનાકાળમાં કેરળના અલપ્પુઝામાં યોજાયેલા લગ્ન ચર્ચામાં છે. 23 વર્ષની અભિરામીના લગ્ન પહેલાથી નક્કી હતા પરંતુ લગ્નના થોડા દિવસ પહેલા જ વરરાજા સરતમોન એસ અને તેની માતાને કોરોના થઈ ગયો. કોવિડ પોઝિટિવ હોવાને કારણે માતા-દીકરાને અલપ્પુઝા જિલ્લાના એક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. નક્કી તારીખે અભિરામી PPE કિટ પહેરીને સરકારી હોસ્પિટલ પહોંચી અને કેટલાક નજીકના સંબંધીઓની હાજરીમાં વરરાજાએ કન્યાને તુલસીનો હાર અને મંગળસૂત્ર પહેરવાની લગ્ન કર્યા.

વરરાજા સરતમોન અને કન્યા અભિરામી.
વરરાજા સરતમોન અને કન્યા અભિરામી.

પ્લેનમાં લગ્ન
આ વર્ષે મે મહિનામાં તમિલનાડુના ફ્લાઇંગ ફ્લાઇટના લગ્ન ચર્ચાની સાથે વિવાદમાં પણ રહ્યા હતા. હકીકતમાં તમિલનાડુના મદુરાઈમાં એક કપલે પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે સ્પાઈસ જેટનું ચાર્ટર્ડ પ્લેન બુક કરાવ્યું હતું. જ્યારે આ લગ્ન થયા ત્યારે દેશ કોવિડની બીજી લહેરનો સામનો કરી રહ્યો હતો અને લોકડાઉન ચાલી રહ્યું હતું. આવી સ્થિતિમાં આ લગ્નનો વીડિયો વાયરલ થાય છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કોવિડ લોકડાઉનના નિયમોનું પાલન નથી થયું. ફ્લાઈટમાં 160 લોકો હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ ધ્યાન રાખવામાં નહોતું આવ્યું. ચર્ચાની સાથે વિવાદ એટલો વધી ગયો કે DGCAએ કાર્યવાહી કરતા ફ્લાઇટ ક્રૂને ફરજ પરથી હટાવી દીધો. તે ઉપરાંત તપાસનો આદેશ પણ આપ્યો.

જ્યારે બળદગાડા પર જાન નીકળી
દેવરિયા જિલ્લાના આ લગ્નનો વીડિયો પણ ઈન્ટરનેટ પર ઘણો વાયરલ થયો હતો. સામાન્ય રીતે જાનમાં ઘોડાગાડી, વિવિધ પ્રકારની ગાડીઓ અથવા બાઈક જોવા મળે છે. પરંતુ દેવરિયાના છોટેલાલ જ્યારે પોતાની દુલ્હનને લેવા માટે જાય છે તો તે બળદગાડું પસંદ કરે છે. ડીજેની જગ્યાએ લોકનૃત્ય ફરુઆહી રાખવામાં આવ્યું હતું. બળદગાડાનો કાફલો અને લોકનૃત્ય જોવા માટે રસ્તા પર લોકોની ભીડ ઉમટી પડી હતી.

છોટેલાલ મુંબઈમાં શૂટિંગનું કામ કરે છે. જાનનો વીડિયો વાયરલ થયા બાદ મીડિયાના લોકો તેની પાસે પહોંચ્યા તો તેનું કહેવું હતું કે આવું તેને પોતાની પરંપરાને યથાવત રાખવા માટે કર્યું. તેને પહેલાથી જ વિચારી લીધું હતું કે જ્યારે પણ લગ્ન કરશે તો આ રીતે જ કરશે.