તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Kerala Coronavirus Covid 19 Twice Thrice Cases: Here's Latest News Updates Thrissur District

કોરોનાનો કેસ કોયડો બન્યો:કેરળમાં 38 વર્ષીય જોસેફને 3 વખત કોરોનાનું સંક્રમણ થયું, એકવાર વિદેશમાં અને બે વખત કેરળમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો, દર વખતે પ્રથમ લક્ષણ શ્વાસ લેવાની તકલીફ હતું

એક મહિનો પહેલા

કેરળમાં થ્રિસુરના રહેવાસી સેવિયો જોસેફ છેલ્લા 7 મહિનામાં ત્રણ વાર કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તેમનો આ કેસ ડોક્ટર માટે એક કોયડો બની ગયો છે. 38 વર્ષીય જોસેફને પ્રથમ સંક્રમણ માર્ચ મહિનામાં થયું હતું ત્યારે તેઓ વિદેશમાં હતા. મસ્કતમાં એક વાર સંક્રમિત થયા પછી કેરળમાં બે વખત તેનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો. વારંવાર સંક્રમણના ડરને લીધે જોસેફ તેમની 7 મહિનાની જોડિયા દીકરીઓને પણ મળી શક્યા નથી.

જીલ્લાના મેડિકલ ઓફિસર ડૉ. કેઝે રીનાએ જણાવ્યું કે, કેરળમાં કોરોના રી-ઇન્ફેક્શનનો આ પ્રથમ કેસ છે. એવું લાગી રહ્યું છે કે, વાઈરસ શરીરમાં કેટલાક સમય સુધી નિષ્ક્રિય રહ્યો અને પછી એક્ટિવ થયો આથી રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો.

ક્યારે-ક્યારે સંક્રમણ થયું?
પ્રથમ સંક્રમણ: 17 માર્ચે તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થતા દાખલ થયા
જોસેફને પ્રથમ સંક્રમણ માર્ચ મહિનામાં મસ્કતમાં થયું. ત્યારે તેમને તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. 17 માર્ચે મસ્કટમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ થયા. તેમની ન્યૂમોનિયાની સારવાર ચાલી રહી હતી. જોસેફનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પણ તેમના સંપર્કમાં આવેલા દરેક લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

બીજું સંક્રમણ: રિપોર્ટ પોઝિટિવ આવતાં 18 જુલાઈએ ફરીથી દાખલ કર્યા
જોસેફ 28 જૂને ભારત આવ્યા ત્યારે એરપોર્ટ પર તેમની તપાસ થઇ તો રિપોર્ટ નેગેટિવ આવ્યો. તેઓ થોડા દિવસ ઘરે જ ક્વોરન્ટીન રહ્યા. એ પછી અમુક દિવસો પછી શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને સ્થાનિક સરકારી હોસ્પિટલનો સંપર્ક કર્યો. કોવિડ-19 રિપોર્ટ કર્યો તો તે પોઝિટિવ આવ્યો. 18 જુલાઈએ તેમને સરકારી મેડિકલ કોલેજમાં દાખલ કર્યા. સારવાર પછી રિપોર્ટ નેગેટિવ આવતાં 1 ઓગસ્ટે તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યા. એ પછી ઘરે 8 દિવસ ક્વોરન્ટીન પણ રહ્યા.

ત્રીજું સંક્રમણ: 3 સપ્ટેમ્બરે ફરીથી કોરોના સંક્રમણ થયું
થોડા સમય પછી જોસેફને શ્વાસ લેવામાં અને ફેફસાંમાં દુખાવો થયો. તેણે ફરીથી ડોક્ટરની સલાહ લીધી. ડોક્ટરે પલ્મોનરી ફાઈબ્રોસિસ અને હાઈ વાઇરસ લોડનું જોખમ કહ્યું. 3 સપ્ટેમ્બરે ફરીથી જોસેફનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. થ્રિસુર મેડિકલ કોલેજમાં સારવાર પછી 11 સપ્ટેમ્બરે રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી જોસેફને ડિસ્ચાર્જ કર્યો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો