આજે ધુળેટીનો તહેવાર છે. બધા જ ઘરમાં ગુઝીયા, દહીં વડાં અને વિવિધ પ્રકારની મીઠાઈ-વાનગીઓમાંથી બનાવવામાં આવશે. તો ઠંડાઈ પણ ઘરે જ બનાવશે, તેથી લોકો ભરપેટ ખવડાવશે અને ખાશે પણ ખરી તો બીજી તરફ રંગે રમવાની સાથે-સાથે તમારા પડોશીઓ અને મિત્રો અને સંબંધીઓની મુલાકાત લઈને વિવિધ પ્રકારની વાનગીઓનું ટેસ્ટિંગ પણ કરશો. પેટ ભરેલું હશે તો પણ ખાવાની ના ક્યાં પાડી શકશો? એટલે કે હોળીમાં ઓવર ઈટિંગ તો થશે.
ડાયેટિશિયન ડૉ.વિજયશ્રી પ્રસાદ પાસેથી જાણીએ તો હોળીના આ મૂડમાં કેવી રીતે રાખશો પેટનું ધ્યાન...
થોડી-થોડીવારે પાણી પીઓ
હોળીના દિવસે લોકો બેફાન ખાઈ લેતા હોય છે અને પાણી ઓછું પીએ છે. ઘણાં લોકો ભાંગ વાળી ઠંડાઈ અને ભાંગ મિશ્રિત પકવાન પણ ખાઈ છે, ત્યારે હેંગઓવર થઇ જાય છે. તેથી ખુબ જ પાણી પીવું જોઈએ. જેનાથી શરીરમાં પાણીની ઉણપ ન થાય.
ઓછામાં ઓછા 2 નારિયેળ પીઓ
શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સની યોગ્ય માત્રા જળવાઈ રહે તે માટે નાળિયેર પાણી પણ પીવું જોઈએ.
નાળિયેર પાણીમાં સોડિયમ અને પોટેશિયમ જેવા ખનિજો હોય છે. જેનાથી ઇલેક્ટ્રોલાઇટ્સ પણ કંટ્રોલ રહેશે. ઘણા લોકો હોળી પહેલાં ફળ, નારિયેળ પાણી, જ્યુસ, ઠંડા પીણા વગેરેની ખરીદી કરે છે. જો તમે ઘરમાં નારિયેળ પાણી રાખ્યું હોય તો હોળીના દિવસે પીવો. ખાસ વાત એ છે કે તે શરીરમાં બનેલા ઝેરી પદાર્થને પણ બાકાત રાખે છે. ઓછામાં ઓછું બે નાળિયેર પાણી પીઓ.
કાચા કેળાને શેકીને ખાઓ
લીલા કેળામાં પ્રતિરોધક સ્ટાર્ચ અને પ્રિબાયોટિક્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. જેના કારણે આપણા પેટમાં ઘણી રાહત મળે છે. હોળીના દિવસે તળેલા અને શેકેલા ખાધા બાદ બીજા દિવસે કાચા કેળા શેકી લો. તેને બાફીને પણ ખાઈ શકાય છે. માત્ર કાચા જ નહીં, ત્રણ-ચાર પાકા કેળા ખાઓ, કારણ કે તેમાં પોટેશિયમ હોય છે. તેનાથી શરીરને ત્વરિત ઉર્જા મળે છે. મસલ્સને મજબૂતી મળે છે.
લીંબુ શરબત અને ઓરેન્જ જ્યુસ પીઓ
હોળીમાં નારંગી અને લીંબુ તો ઘરમાં રાખો. તેમાં વિટામિન અને એન્ટી-ઓક્સીડેન્ટ ભરપૂર પ્રમાણ હોય છે. રંગથી રમ્યા બાદ ખરાબ અસર પણ થાય છે. માથું ભારે થઇ જવું અને પેટની ગરબડ જેવી ફરિયાદો સામાન્ય છે. આ સ્થિતિમાં નારંગી અને લીંબુનું શરબત પીવાથી શરીરને ઉર્જા મળે છે. લીંબુની ચા પીવાથી પણ રાહત મળે છે.
ફ્રૂટ સલાડ અચૂક ખાઓ
ઘણા લોકો વધારે પડતું ખાવાના કારણે પેટ ફૂલવું, છાતીમાં બળતરા અને અપચો થવાની ફરિયાદ કરે છે. જો તમે પણ ઘણી બધી મીઠાઈ કે વાનગીઓ ખાધી હોય તો એટલા જ પ્રમાણમાં ફ્રૂટ સલાડ ખાઓ. પપૈયું, નારંગી, કેળા, સફરજન, દાડમ, પાઈનેપલ, જામફળ જેવા ફ્રૂટ સલાડ ખાવાથી પાચનક્રિયા બરાબર રહે છે. તેમાં પુષ્કળ ઉત્સેચકો હોય છે જે ખોરાકને પચાવે છે.
ઘરનો હળવો ખોરાક ખાઓ
હોળીમાં તીખું અને મસાલેદાર ખોરાક ખાધા પછી બીજા દિવસે આપણે એવી વસ્તુઓ ખાવી જોઈએ જે સરળતાથી પચી શકે છે. તેથી ઘરમાં બનાવેલો ખોરાક જેમ કે દાળ, ભાત, ઈડલી, દહીં ખાઓ. અથવા સાદી રોટલી અને શાકભાજીથી પેટને રાહત મળે છે.
ડ્રાયફ્રૂટ્સ ખાઓ
ડ્રાયફ્રૂટમાં પ્રોટીન, મિનરલ્સ અને એન્ટી ઓક્સિડેન્ટનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે ભૂખ લાગે ત્યારે કાજુ, કિશમિશ, અંજીર, બદામ જેવા ડ્રાયફ્રૂટ્સ ખાવા જોઈએ. જેનાથી તમે તળેલી અને શેકેલી જેવી વસ્તુઓ ખાવાથી બચી જશો.
વધેલી મીઠાઈ અને ફરસાણ ખાવાથી બચો
મોટા ભાગના ઘરોમાં હોળીમાં બનેલી મીઠાઈ અને વાનગીઓ વધતી હોય છે. આપણે સામાન્ય રીતે તેને બીજા દિવસે ખાઈએ છીએ. પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તે સારું નથી. જો કે મોટાભાગની મીઠાઈઓ ખરાબ નથી હોતી, પરંતુ આપણું પેટ તેને પચાવી શકતું નથી. ક્યારેક મીઠાઈઓ પણ ખરાબ થવા લાગે છે. આવી સ્થિતિમાં તેમને ખાવાથી ફૂડ પોઇઝનિંગ થવાનો જોખમ વધી જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.