• Gujarati News
  • Lifestyle
  • Kashish Sharma, 23, Started His Career With Tech Coding, Then Fulfilled His Childhood Dream Of Becoming A Construction Engineer.

દેશી બોબ ધ બિલ્ડર:23 વર્ષીય કશિશ શર્માએ ટેક કોડિંગથી કરિયરની શરુઆત કરી, એ પછી કન્સ્ટ્રક્શન એન્જિનિયર બનીને નાનપણનું સપનું પૂરું કર્યું

3 મહિનો પહેલા
કશિશ અન્ય મહિલાઓને પણ કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ બિઝનેસ જોઈન કરવાની સલાહ આપે છે
  • કશિશ ઈન્ડિયન રેલવે પ્રોજેક્ટમાં કામ કરે છે
  • સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને અન્ય મહિલાઓને પણ આ ફિલ્ડનું નોલેજ આપે છે

કન્સ્ટ્રક્શન જોબમાં મહિલાઓની સંખ્યા ઓછી હોય છે, પરંતુ 23 વર્ષીય કશિશ શર્મા ઈન્ડિયન રેલવે પ્રોજેક્ટમાં ઇન્સ્પેકશન એન્જિનિયર બની. કશિશે અનેક લોકોની માનસિકતાની ચેલેન્જ આપ્યું છે, જેઓ માને છે કે મહિલાઓ તો માત્ર ઓફિશિયલ વર્ક જ કરી શકે છે.

ટેક કોડિંગમાં જોબ પ્રેશર વધી ગયું હતું
કશિશે પોતાના કરિયરની શરુઆત ટેક કોડિંગથી કરી હતી, પરંતુ થોડા સમયમાં તેને ખબર પડી ગઈ કે તે જોબનું પ્રેશર વધારે સમય સુધી સહન નહીં કરી શકે. એ પછી તેણે ઇલેક્ટ્રિક અને ટેલિકમ્યુનિકેશન્સમાં જોબ ચાલુ કરી. અનેક વાર લોકોનાં ટોણા સાંભળતી કે મેકેનિકલ એન્જિનિયરિંગ તો છોકરીઓ માટે નથી. કશિશે પોતાના દિલની વાત સાંભળીને ઇન્સપેક્શન એન્જિનિયરિંગનું કામ પસંદ કર્યું.

કશિશ આરામથી હેવી લિફ્ટિંગ કરે છે
કશિશ સોશિયલ મીડિયા માધ્યમમાં પોસ્ટ કરીને અન્ય મહિલાઓને પણ કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ બિઝનેસ જોઈન કરવાની સલાહ આપે છે અને તેમને જાગૃત પણ કરે છે. તે પોતાને ‘દેશી બોબ ધ બિલ્ડર’ કહે છે. તે આ ટાઈટલ સાથે પોસ્ટ પણ કરતી હોય છે. કશિશને ખુશી છે કે તેણે પોતાની પસંદથી આ કામ કરવાનું નક્કી કર્યું. હેવી લિફ્ટિંગ કરવામાં પણ કશિશને કોઈ તકલીફ પડતી નથી.

પોતાની જોબને નસીબ અને વિશ્વાસનો ખેલ માને છે
ઇન્ડિયન વીમેન બ્લોગ સાથેની વાતચીત દરમિયાન કશિશે કહ્યું કે, મારે પહેલેથી સ્પેસ ટેક્નોલોજીમાં જવું હતું. હું ઈસરોની એક્ઝામ પણ આપવાની હતી, પણ એક્ઝામ પહેલાં મને આં જોબ મળી ગઈ અને મેં આ જોબ માટે મારા પેરેન્ટ્સને પણ મનાવ્યા. મને પહેલેથી ઇન્ડસ્ટ્રીયલ અને મેન્યુફેક્ચરિંગ જોબમાં રસ હતો. હું જે કામ કરું છું તે પણ કન્સ્ટ્રક્શન ફિલ્ડ જ છે, મેં તો સપનાંમાં પણ નહોતું વિચાર્યું કે હું આટલી સરસ જગ્યાએ કામ કરીશ. આ નસીબ અને વિશ્વાસનો ખેલ છે.

‘ટ્રાવેલિંગ આ જોબનો બેસ્ટ પાર્ટ છે’
કશિશ પોતાની જોબ વિશે કહ્યું કે, મને આ નોકરીની બે વસ્તુઓ ખૂબ ગમે છે. અહીં અઢળક ટેક્નોલોજી છે અને શીખવા માટે બહુ જ બધું છે. ઉદાહરણ તરીકે રેલવે સિગ્નલ. તે કઈ રીતે કામ કરે છે તે આપણને સ્કૂલમાં નથી શીખવાડતા. બીજી વસ્તુ એ કે, આ જોબમાં ટ્રાવેલિંગ ઘણું બધું છે. મારે સાઈટ પર જવાનું હોય તો હું 2 કિમી ચાલીને પહોંચું છું. મારે બધા પ્રકારનાં માણસો સાથે કામ કરવાનું હોય છે, તેમાં શ્રમિકો, સુપરવાઈઝર, સિનિયર સામેલ છે. સુપરવાઈઝર અમારું કામ જોવા માટે સાઈટ પર આવે છે. ટ્રાવેલિંગ આ જોબનો બેસ્ટ પાર્ટ છે.

અન્ય સમાચારો પણ છે...