ઉનાળાની શરૂઆત થઇ ચુકી છે. બધા જ લોકોએ શિયાળાના કપડાને કબાટમાં પેક કરીને સમર કલેક્શન કાઢી લીધું હશે. જો તમે ફેશનની કોઈ ચિંતા ન હોવા છતાં પણ તમે સ્માર્ટ ડ્રેસિંગના કન્વીન્સ બની જશો અને વોર્ડરોબને નવા રૂપ રંગ આપવા સ્માર્ટ ડ્રેસ અને ડિઝાઇનની શોધમાં હશો. આ માટે તમારે 2023ના સમર ટ્રેન્ડ પર એક નજર રાખવી જોઈએ. કેટલાક લોકો સેલેબ્સની ડ્રેસિંગ સ્ટાઇલ ઉપર પણ ચાંપતી નજર રાખતા હશે .ઉનાળામાં ટી-શર્ટ, શર્ટ, ટોપ, લાંબા ડ્રેસ જેવા વિવિધ વિકલ્પો હોવા છતાં એથનિક વેર દરેક મહિલાઓની પહેલી પસંદ હશે. મહિલાઓના કપડામાં ખાસ ફેરફાર જોવા મળશે. આ એટલા માટે છે કારણ કે બોલિવૂડ સેલેબ્સમાં એથનિક વેર ખુબ જ લોકપ્રિય છે.
એક્ટ્રેસ સારાનો એથનિક લુકની ચર્ચા ચારેબાજુ થાય છે
સ્ટાર કિડ્સમાં સારા અલી ખાન અને જાન્હવી કપૂર પાપારાઝીની હોટ ફેવરિટ છે. ઇન્સ્ટાગ્રામ પર આ બંને ઘણીવાર આઉટફિટને કારણે ચર્ચામાં રહે છે. આ પછી તે જીમ વેર હોય કે પછી વેસ્ટર્ન વેર હોય કે પછી એથનિક વેર હોય. આ બંને ઘણીવાર આઉટફિટની પસંદગીથી ફેન્સને ચોંકાવી દે છે. સારા ઘણીવાર સામાન્ય પ્રસંગો પર જ નહીં પરંતુ એરપોર્ટ લુકમાં પણ એથનિક ડ્રેસ પહેરતી જોવા મળે છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન તે જ્યાં પણ જાય છે ત્યાં તે તેની માતા અમૃતા સિંહ સાથે લોકલ માર્કેટ ફરવાનું ભૂલતી નથી. લોકલ બજારમાંથી ઘરેણાં, કપડાં અને ફૂટવેર ખરીદતી વખતે સારાનો વીડિયો વાઇરલ થતો રહે છે.
કેટરીના અને કિઆરાની ઇન્ડિયન ડ્રેસિંગ સ્ટાઇલ વાઇરલ
સારા પણ ઘણી વખત નવી-નવી બ્રાન્ડના સૂટમાં જોવા મળે છે. તો ફેન્સ સારાને મધ્યમ વર્ગ સાથે જોડી દે છે.થોડા સમય પહેલાં સારા તેની દાદી શર્મિલા ટાગોર સાથે ડિઝની હોટ સ્ટારના એક ચેટ શોમાં જોવા મળી હતી. આ શોમાં સારાએ વ્હાઈટ અને બ્લેક ચિકંકરી કુર્તા-પેન્ટ કેરી કર્યા હત. લગ્ન પછી કેટરિના અને કિઆરાની ભારતીય ડ્રેસિંગ સ્ટાઇલ ઇન્સ્ટા યુઝર્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
ઉનાળા માટે એથનિક વેર કમ્ફર્ટેબલ અને કુલ પણ
એક સસિમ્પલ ડ્રેસથી પણ તમે સ્ટાઇલિશ દેખાઈ શકો છો. તમારે માત્ર ડ્રેસ પસંદ કરતી વખતે ફેબ્રિક, કલર, કટ જેવી બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. તો ડ્રેસની પસંદગી કર્યા પછી તેની સાથે પહેરવામાં આવતી બાકીની વસ્તુઓ પર ધ્યાન આપવું પડશે. પ્રસંગ અનુસાર ફૂટવેરની પસંદગી કરવી જોઈએ.
એથનિક ડ્રેસમાં ઇયરરિંગ, નેકપીસ ને બ્રેસલેટ બધું જ પહેરવું યોગ્ય નથી
સત્યમ ફેશન ઇન્સ્ટિટ્યૂટ, નોઇડાના વાઇસ પ્રિન્સિપાલ ડૉ. નીતુ મલ્હોત્રાના જણાવ્યા અનુસાર, એથનિક ડ્રેસ સાથે જ્વેલરીનું મહત્ત્વ અનેક ગણુું વધી જાય છે. આ સ્થિતિમાં તમારે તેમને પસંદ કરતી વખતે થોડું ધ્યાન પણ રાખવું પડશે.ઇયરરિંગ, નેકપીસ અને બ્રેસલેટ જેવી જ્વેલરી એકસાથે પહેરવી એ યોગ્ય નિર્ણય નહીં હોય. સિમ્પલ અને સ્માર્ટ કુર્તીને માત્ર ઇયરિંગ્સ સાથે પહેરીને પણ સુંદર બનાવી શકાય છે. જો તમે ઇયરિંગ્સ પહેરવા નથી માગતા તો ફક્ત લાંબા નેકપીસ જ તમારા ડ્રેસિંગને સ્માર્ટ લુક આપી શકે છે.હા એક બીજી વાત… કપડાં પસંદ કરતી વખતે પ્રિન્ટ અને કલર્સને ધ્યાનમાં રાખવું જરૂરી છે. સફેદ, પેસ્ટલની જેમ લાઇટ કલર, ફ્લોર પ્રિન્ટ ઉનાળા માટે સારી ગણાય છે.
પશ્ચિમ દેશ સુધી પહોંચી ઇન્ડિયન એથનિક સ્ટાઇલ બની
થોડા વર્ષો પહેલા ભારતીય મહિલાઓ પાસે એથનિક વેરનો જ એકમાત્ર વિકલ્પ હતો. પરંતુ હવે એવું નથી. નોઈડા સત્યમ ફેશન ઈન્સ્ટિટ્યૂટના વાઈસ પ્રિન્સિપાલ ડૉ. નીતુ મલ્હોત્રાકહે છે કે, ભારતીય એથનિક વેરના પરિવર્તનમાં ઇન્ટરનેટે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ભારતીય ડ્રેસિંગ સ્ટાઈલ લોકો પશ્ચિમી દેશોમાં પહોંચી ગઈ છે. આ પછી એથનિક સાથેના પ્રયોગો શરૂ થયા. જ્યારે પશ્ચિમી ડિઝાઇન ભારતીય એથનિક વેરને મિક્સ કરવામાં આવી ફ્યુઝન વેરનો વિકાસ થયોસરળ ભાષામાં કહેવામાં આવે તો ફ્યુઝન એટલે મિશ્રણ. જ્યારે કોઈપણ બે વસ્તુઓ એકમાં જોડાય છે, ત્યારે તે પ્રક્રિયાને ફ્યુઝન કહેવામાં આવે છે.
કોટ સાથે ધોતી પહેરવાની સાથે ફ્યુઝન સ્ટાઈલનો ઉદભવ થયો
ખરા અર્થમાં ફેશનમાં ફ્યુઝનની શરૂઆત બ્રિટિશ યુગમાં થઈ હતી.જ્યા રે બ્રિટિશરો ભારત પર રાજ કરતા હતા, તે સમયે કેટલાક ભારતીયોએ તેમની ફેશનને અનુસરવાનું શરૂ કર્યું હતું. ધોતી સાથે કોટ પહેરવાની શરૂઆત પણ ત્યારે જ થઇ હતી. ત્યારથી ફ્યુઝન શબ્દ પ્રચલિત થયો. આ પછી ઈન્ટરનેટ અને ઈ-કોમર્સ દ્વારા ફ્યુઝન વેર લોકપ્રિય બન્યું હતું. શરૂઆતમાં ફ્યુઝન વેર ખુબ જ ચાલ્યું હતું. બિઝનેસ વેબસાઈટ TechnoPak અનુમાન કરે છે કે આજે પણ વુમન વેર સેગમેન્ટમાં 70% હિસ્સો એથનિક વેરનો છે.
ઓફિસવેરમાં શામેલ થવાને કારણે એથનિક વેર જાણીતું થયું
મહિલાઓમાં એથનિક વેરની લોકપ્રિયતાનું સૌથી મોટું કારણ ઓફિસ ઓફિસવેરમાં શામેલ થવું છે. અગાઉ એથનિક વેર ફક્ત ખાસ પ્રસંગો જેમ કે ઘરની પાર્ટીઓ અથવા સામાજિક કાર્યો પર પહેરવામાં આવતા હતા. પરંતુ પયૂઝન વેરના આગમન પછી તેને ફોર્મલ ડ્રેસિંગ તરીકે લેવાનું શરૂ થયું. આપણા દેશની મોટાભાગની મહિલા સીઈઓ ઓફિસ પહેરવા માટે હંમેશા સાડી પસંદ કરે છે. જો તમને SBI બેંકના પ્રથમ મહિલા ચેરપર્સન અરુંધતી ભટ્ટાચાર્ય, નેશનલ એક્સચેન્જ સ્ટોકના સીઈઓ ચિત્રા રામકૃષ્ણન સહિત તમામ મહિલાઓ ડિઝાઇનર સાડીઓમાં નહીં પરંતુ પરંપરાગત સાડીઓમાં ઓફિસ જતી હતી.એથનિક વેરમાં લોકપ્રિયતા વધારવામાં આપણી મહિલા નેતાઓએ પણ મુખ્ય ભૂમિકા ભજવી છે.
જો તમે એથનિક વેર પહેરો છો તો તે પણ જાણવું જરૂરી છે કે, 'એથનિક' શબ્દ ક્યાંથી આવ્યો છે. આ ગ્રીક વર્ડ 'એથોનોસ' શબ્દ પરથી આવ્યો છે, જેનો મતલબ છે રાષ્ટ્ર અથવા લોકો. આ શબ્દનો ઉપયોગ વિશિષ્ટ ક્ષેત્રના લોકો માટે કરવામાં આવે છે.
ગ્લોબલ ફેશન માર્કેટ એથનિક વેરનો પ્રભાવ
ફેશન ડિઝાઇનર શ્રુતિ સંચેતી કહે છે કે ગ્લોબલ ફેશન બજારમાં એથનિકના વધતા પ્રભાવ પાછળ અનેક પરિબળો કામ કરી રહ્યા છે. કપડાંની ઉચ્ચ ગુણવત્તા ઓછી કિંમતો અને કારીગરી તેમને વિદેશમાં લોકપ્રિય બનાવી રહી છે. આ ઉપરાંતવેસ્ટર્ન વસ્ત્રો સાથે પરંપરાગત ડ્રેસને મિક્સ કરીને અને મેચ કરીને ફ્યુઝન સ્ટાઇલ બનાવવામાં આવી છે. ફરીથી ઈ-કોમર્સની ભૂમિકા અહીંથી શરૂ થાય છે. વૈશ્વિક બજારમાં એથનિકવેરની વધતી જતી લોકપ્રિયતા ફેશનના તમામ પરિબળોના સંયોજનને કારણે છે. નાના, મધ્યમ અને મોટા પાયાના સાહસો ઈ-કોમર્સ પ્લેટફોર્મ સાથે જોડાઈને ભારતીય પરંપરાગત ફેશન અને એથનિક વેરને વિશ્વભરમાં લોકપ્રિય બનાવી રહ્યા છે.
ભારતીય સ્ટાઇલમાં રસ દેખાડે છે વિદેશી ડિઝાઈનર
ગ્લોબલ ફેશન ડિઝાઇનર્સ અને વેપારીઓ અમારી પાસેથી હેન્ડ એમ્બ્રોઇડરીવાળી સાડી, લહેંગા-ચોલી, કફ્તાન, પેન્ટ સાથેના સ્ટ્રેટ કુર્તા, ટ્યુનિક અને ડિઝાઇનર સલવાર-કમીઝ ખરીદવામાં સૌથી વધુ રસ ધરાવે છે .તાજેતરના સમયમાં ઈન્ટરનેશનલ ફેશન વીકમાં સબ્યસાચી મુખર્જી, મનીષ મલ્હોત્રા, રિતુ કુમાર, તરુણ તાહિલિયાની, રોહિત બલ જેવા ભારતીય ડિઝાઈનરોની ભાગીદારી પણ વિદેશમાં એથનિક વેરને પ્રખ્યાત કરી રહી છે.
ફેબ્રિકના રંગો અને કમ્ફર્ટ વિદેશીઓને આકર્ષી રહ્યા છે
યુક્રેનના ઓડેસા શહેરની રહેવાસી અના હાલમાં ભારતમાં છે. તેઓ બાળપણમાં ફિલ્મો દ્વારા ભારતમાં પરિચય પામ્યા હતા. ફિલ્મો દ્વારા તે ભારતને જેટલી વધુ ઓળખતી થઇ હતી. તેટલો જ તેનો લગાવ વધતો ગયો. યુક્રેનમાં રહેતા અન્નાને ભારતીય કપડાં પહેરવાનું પસંદ હતું. તે ભારતમાં મોટાભાગે કુર્તા અને ટ્રાઉઝરમાં જોવા મળે છે. કપડાં વિશે, તે કહે છે કે ભારતીય એથનિક વેર તેને આકર્ષે છે.
આપણા દેશમાં એથનિક વેરની બ્રાન્ડિંગ એ ટીવી-ફિલ્મોની ભેટ છે
અગાઉના સમયમાં કપડાંથોડા પ્રસંગોએ જ બનાવવામાં આવતા હતા. એ પ્રસંગ હોળી, દિવાળી, ઈદ કે બર્થ-ડે હોય.તે કપડાં આખા વર્ષ દરમિયાન પહેરવા માટે બનાવવામાં આવ્યા હતા.પરંતુ જ્યારે ટીવી-અખબારો દ્વારા કોઈ રાજ્યની સંસ્કૃતિ રાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય થઈ ત્યારે તહેવારોમાં પણ એથનિક વેર પહેરવાનું ચલણ વધ્યું.
આ તમામ પાસાઓ પર શ્રુતિ કહે છે કે, એથનિક વેરમાં બ્રાન્ડિંગ પાછળ ફિલ્મો અને ટીવી-સિરિયલોએ ફાળો આપ્યો છે.આ માત્ર આપણા સમાજમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રચલિત છે.
કરણ જોહરે પુરુષોને કુર્તા-પાયજામા સાથે દુપટ્ટા પહેરવાનું શીખવ્યું હતું
બોલિવૂડમાં ફેશન ઘણી ફ્યુઝન અને ટ્રેન્ડ-પ્રેરણાદાયક રહી છે. એટલા માટે લોકો તેમના મનપસંદ સ્ટાર્સની નકલ કરવા લાગે છે. જેમ કે પહેલા કુર્તા બ્રાન્ડેડ નહોતા.અથવા આમાં બહુ વૈવિધ્ય ન હતું. પરંતુ કરણ જોહરની ફિલ્મોના પુરૂષ પાત્રોએ વિવિધ પ્રકારના કુર્તાઓને લોકપ્રિય બનાવ્યા એટલું જ નહીં, દુપટ્ટા સાથે કુર્તા પહેરીને હીરોએ આખો ડ્રેસ ઔપચારિક બનાવી દીધો. એ જ રીતે, એકતા કપૂરની સિરિયલોએ દેશની મહિલાઓને ખાસ પ્રસંગોએ પરંપરા સાથે તહેવારોની ઉજવણી કરવાનું શીખવ્યું હતું.
હવે જતી વખતે હું તમને કહી દઉં કે આ કપડાની દુનિયા કેટલી મોટી છે. તેનું બજાર કોઈપણ દેશની અર્થવ્યવસ્થા કરતાં મોટું હોય છે, તો ફેશન વર્કર્સની સામે વિશ્વની સેના ઓછી પડે છે.
CAGR મુજબ કાપડનું બજાર પાકિસ્તાનના વાર્ષિક બજેટ કરતાં 13 ગણું મોટું છે
હાલમાં વિશ્વભરમાં કાપડનું બજાર લગભગ $600 બિલિયન એટલે કે રૂ. 50 લાખ કરોડનું છે. જે વર્ષ 2026 સુધીમાં 843.13 અબજ ડોલર એટલે કે 70 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. હવે જો આપણે તેની સરખામણી પાડોશી દેશ પાકિસ્તાનના વાર્ષિક બજેટ સાથે કરીએ તો આ બજાર તેનાથી લગભગ 13 ગણું મોટું છે.
વિશ્વભરના સૈનિકો કરતાં 11 ગણા વધુ ફેશન વર્કર
વિશ્વ બેંકના જણાવ્યા અનુસાર, હાલમાં વિવિધ દેશોમાં કુલ 2 કરોડ 76 લાખ સક્રિય સૈનિકો છે. બીજી તરફ ફેશન ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કામદારોની વાત કરીએ તો તેમની સંખ્યા સૈનિકો કરતા 11 ગણી વધારે છે. 'ફાઇબર ટુ ફેશન'ના એક રિપોર્ટ મુજબ, હાલમાં વિશ્વભરમાં 300 મિલિયનથી વધુ લોકો ફેશન ઉદ્યોગ માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કામ કરી રહ્યા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.