તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Kamini Sinha Of Ranchi Made Madhubani Painting Self Reliant By Teaching 100 Tribal Women, These Women Are Earning 8 To 10 Thousand Every Month

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલાને મહત્ત્વ આપ્યું:રાંચીમાં કામિની સિંહાએ 100 આદિવાસી મહિલાઓને મધુબની પેન્ટિંગ શીખવાડી આત્મનિર્ભર બનાવી, દર મહિને 10 હજાર રૂપિયાની કમાણી કરે છે

24 દિવસ પહેલા

રાંચીમાં સોહરાઈ અને મધુબની પેન્ટિંગ આર્ટિસ્ટ કામિની સિંહાએ લગ્ન પછી ક્યારેય પોતાની કલાને કરિયર બનાવવા વિશે વિચાર્યું નહિ. તેના સાસરીપક્ષને પેન્ટિંગ ગમતું નહોતું. કામિનીએ આ આર્ટની ક્યારેય ટ્રેનિંગ પણ લીધી નથી. તે બાળપણથી શોખની જેમ ઘરે પેન્ટિંગ કરતી હતી. કામિનીએ કહ્યું, મારા લગ્ન એક સર્વિસ ફેમિલીમાં થયા જ્યાં મારી કલાની કોઈ વેલ્યુ નહોતી. પેન્ટિંગ કરવા સાસુ-સસરાની પરવાનગી લેવામાં 1 વર્ષ વીતી ગયું. પરંતુ કામિનીની કલાને ઝારખંડ સરકારે પારખી અને તેને દેશના ધરોહર સમાન મધુબની પેન્ટિંગને જીવંત રાખવા પ્રોત્સાહિત કરી.

પરિવારમાં અનેક મુશ્કેલીઓ હોવા છતાં કામિનીએ 100 આદિવાસી મહિલાઓને મધુબની પેન્ટિંગ શીખવાડયા. આ તમામ મહિલાઓ સ્વતંત્ર રૂપે પેન્ટિંગ કરીને આત્મનિર્ભર બની છે. તેઓ કલાના આશરે ગુજરાન ચલાવી રહ્યા છે. કામિનીને પેન્ટિંગનો ઓર્ડર માત્ર ભારત જ નહિ પણ દુનિયાભરમાંથી મળે છે.

કામિનીએ જણાવ્યું, મધુબની પેન્ટિંગને સપોર્ટ કરવા રાજ્ય સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવે છે. તેને લીધે દરેક મહિલાઓ સરળતાથી પોતાનું પેન્ટિંગ વેચી શકે છે. હાલ કામિની સાથે 25 મહિલાઓ જોડાયેલી છે. તેમના પેન્ટિંગ સૂર્ય, ચંદ્ર, ધાર્મિક મહત્ત્વ ધરાવતા છોડ જેમ કે તુલસી અને વિવાહ સમારોહ સાથે આધારિત હોય છે. કામિની પાસે પેન્ટિંગ શીખનારી પ્રિયા કુમારે કહ્યું, હું મધુબની આર્ટના માધ્યમથી મેળા કે પછી પ્રદર્શનથી દર મહિને 8000થી 10,000 રૂપિયા સુધીની કમાણી કરું છું.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો