બંગાળની ખોવાયેલી મીઠાઈઓ 'રસગુલ્લા સ્ટેશન' પર મળશે:કમલાભોગ, રસમંજરીનો મળી શકશે સ્વાદ, મહિલાઓએ મોરચો સંભાળી લીધો

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

પશ્ચિમ બંગાળમાં લુપ્ત થતી મીઠાઈઓની વાનગીઓને બચાવવા માટે એક અભિયાન ચાલી રહ્યું છે. એક સમયે બંગાળમાં 108 પ્રકારની મીઠાઈઓ બનતી હતી, જેમાંથી હવે 70 ટકા પણ બચી નથી. એક જમાનામાં કમલા ભોગ, ભાપા સંદેશ, નિખુટી, લવિંગ લતિકા, રસમંજરી જેવી મીઠાઈઓ બંગાળનાં દરેક ઘરમાં જોવા મળતી હતી, પરંતુ હવે તે બરાબર નથી. આ મીઠાઈઓને ફરી જીવિત કરવા માટે પશ્ચિમ બંગાળનાં બીરભૂમ જિલ્લાનાં બોલપુર ખાતે બાંગ્લા મિષ્ટી એકેડેમી શરૂ કરવામાં આવી છે.

મીઠાઈની રેસીપી પર કોર્સીસ ચાલી રહ્યા છે
મીઠાઈની રેસીપી પર એકેડેમી દ્વારા સર્ટિફિકેટ અને ડિપ્લોમા અભ્યાસક્રમો ચલાવવામાં આવી રહ્યા છે અને સાથે જ વર્કશોપ પણ ચાલી રહ્યા છે. વિશેષ વાત એ છે, કે આમાં મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે. શાંતિનિકેતન સોસાયટી ફોર યુથ એમ્પાવરમેન્ટનાં પ્રેસિડેન્ટ રોબિન ઘોષ બાંગ્લા મિષ્ટી એકેડમીનું નેતૃત્વ કરી રહ્યાં છે. રોબિન દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. તેમણે અનેક સંસ્થાઓ સાથે ઇકોનોમિસ્ટ, મેનેજમેન્ટ અને કોમ્યુનિકેશન કન્સલ્ટન્ટ તરીકે કામ કર્યું છે.

રસગુલ્લા સ્ટેશનો પર પણ તાલીમ મળશે
રોબિન સમજાવે છે, કે એકેડેમી દ્વારા રસગુલ્લા સ્ટેશન શરૂ કરવામાં આવી રહ્યું છે. રસગુલ્લા સ્ટેશનનું સંચાલન સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા કરવામાં આવશે. આ સ્ટેશનો એક રીતે તાલીમ કેન્દ્રો પણ હશે, જ્યાં મીઠાઈની રેસિપી વિશે શીખવવામાં આવશે.

બોલપુરમાં સંથાલી મહિલાઓને રસગુલ્લા બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે.
બોલપુરમાં સંથાલી મહિલાઓને રસગુલ્લા બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે.

તાલીમ પછી સંથાલી મહિલાઓએ પોતાનો વ્યવસાય શરૂ કર્યો
રોબિન સમજાવે છે, કે બાંગ્લા મિષ્ટી એકેડેમી વતી બોલપુરમાં સંથાલી મહિલાઓને તાલીમ આપવામાં આવી છે. તેમને રસગુલ્લા, પંતુઆ, લેદિકની, ચમચમ જેવી મીઠાઈઓ બનાવવાની તેમજ નવી ટેકનોલોજીથી પેક કરવાની તાલીમ આપવામાં આવે છે. પહેલાં ગૃપમાં 15 સંથલી મહિલાઓને તાલીમ આપવામાં આવી છે. દરેક વ્યક્તિએ પોતાની કુશળતાથી પોતાની મીઠાઈની દુકાન ખોલી છે. આ મહિલા સશક્તિકરણ છે. રોબિનનું કહેવું છે, કે કોલકાતામાં પણ 20 થી 22 મહિલાઓનાં ગૃપને ટ્રેનિંગ આપવામાં આવશે.

બાંગ્લા મિષ્ટી એકેડેમી દ્વારા તૈયાર કરવામાં આવેલી મીઠાઈઓ.
બાંગ્લા મિષ્ટી એકેડેમી દ્વારા તૈયાર કરવામાં આવેલી મીઠાઈઓ.

મીઠાઈઓ બચાવવાનો આ રીતે આવ્યો આઈડિયા
રોબિન સમજાવે છે, કે મીઠાઈઓ પણ આપણો અમુલ્ય વારસો છે. બંગાળમાં છેલ્લાં 250 વર્ષથી મીઠાઈ બનાવવાની પરંપરા છે, પરંતુ હવે તેના પર અનેક પ્રકારનાં સંકટો તોળાઈ રહ્યાં છે. મીઠાઈ બનાવવા માટે કારીગરો નથી અને જે કારીગરો છે તે વધુ પૈસા માગી રહ્યા છે. પહેલાં કારીગરો એક દિવસનાં કામ માટે 150થી 250 રૂપિયા લેતાં હતાં, પરંતુ હવે 800 થી 900 રૂપિયા લઇ રહ્યા છે, જેથી મોટાભાગની ફેકટરીઓમાં કારીગરોની અછત વર્તાઈ રહી છે. જ્યાં નવી ટેકનોલોજીથી મીઠાઇઓ બનાવવામાં આવી રહી છે ત્યાં કોઇ કુશળ ટેક્નિશન નથી એટલે જ એક રીતે મીઠાઈઓ મરી રહી છે. તેમને બચાવવા માટે તેમણે એકેડેમી શરૂ કરવી પડી હતી.

મીઠાઈની રેસિપી પર આપવામાં આવી રહી છે ટ્રેનિંગ
મીઠાઈની રેસિપી પર આપવામાં આવી રહી છે ટ્રેનિંગ

મશીન 2 કલાકમાં 2,000 રસગુલ્લા બનાવે છે
રસગુલ્લા, ચમચમ, પંતુઆ, રાજભોગ, રસમલાઈ, ખીર મોહન, મદન મોહન, ગુલકંદ રસગુલ્લા વગેરે મીઠાઈ બનાવવાનાં મશીનો છે. આ મશીનો અદ્યતન છે. રસગુલ્લા બનાવવાનું મશીન 3.5 લાખ રૂપિયામાં આવે છે. જેનાથી 2 કલાકમાં 2 હજાર રસગુલ્લા તૈયાર થઈ જાય છે. એક જ મશીનમાંથી 8-9 મીઠાઈ બનાવી શકાય છે. મશીનોમાંથી રસગુલ્લા બનાવવાનો સૌથી મોટો ફાયદો સ્વચ્છતાનો છે. લોટનું મિશ્રણ, ચાસણી વગેરે મશીનો દ્વારા તૈયાર કરવામાં આવે છે.