સેફ્ટીનો નવો ટ્રેન્ડ:છેડતી કરનારાઓને ધૂળ ચટાવવાની કળા એટલે 'કલારિપેટ્ટુ', વિદ્યુત જામવાલ અને ટાઈગર શ્રોફે ક્રેઝ વધાર્યો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલારિપેટ્ટુ ટેક્નિક યુદ્ધ ક્ષેત્ર માટે તૈયાર થઈ છે. આ માર્શલ આર્ટનો જન્મ કેરળમાં થયો છે

સૂમસાન રસ્તે અંધારામાં મોડી રાતે કોઈ છોકરીની છેડતી થઈ રહી હોય અને અચાનક છોકરી વિજળીની ગતિએ કરારિપેટ્ટુ દાવ કરી છેડતી કરનારાઓને ખંખેરી નાખે તો! ભારતમાં આ દેશી માર્શલ આર્ટમાં દમ છે. હાલની યંગસ્ટર્સ છોકરીઓને તેની ટ્રેનિંગ લેવાની જરૂર છે. 2012માં થયેલા દિલ્હીના નિર્ભયા ગેગંરેપ બાદ છોકરીઓમાં સેલ્ફ ડિફેન્સ અંગે જાગૃતિ આવી છે.

16 ડિસેમ્બર બાદ કલારિપેટ્ટુનો ક્રેઝ વધ્યો
તલવાર સાથે કાજલ આગળ આવી અને સામે ઉભેલા 5 છોકરાઓનો પરસેવો છૂટી ગયો. જે ગતિ અને ગુસ્સા સાથે કાજલ આગળ આવી તે જોઈ છોકરાઓ ગભરાઈ ગયા. કાજલે છોકરાની ગરદન પર તલવાર રાખી દીધી હતી. કાજલની આ દબંગઈ જોઈ ત્યાં હાજર ભીડે તાળીઓથી તેનું અભિવાદન કર્યું. આ જગ્યાએ દેશી માર્શલ આર્ટ કલારિપેટ્ટુની ટ્રેનિંગ થઈ રહી હતી.

વિદેશી નહિ દેશી માર્શલ આર્ટનો ક્રેઝ

જુડો અને તાઈક્વાન્ડો ને બદલે કલારિ પ્રેમ શા માટે? આ સવાલનો જવાબ આપતાં કાજલ જણાવે છે કે તાઈક્વાન્ડો અને કલારિ બંનેની તેણે ટ્રેનિંગ લીધી છે. કોઈ પણ માર્શલ આર્ટ માટે ફિઝિકલ સાથે મેન્ટલ ફિટનેસ પણ હોવી જરૂરી છે. ઘણા લોકો ફિઝિકલ ફિટ હોય છે પરંતુ મુશ્કેલી જોઈ ગભરાઈ જાય છે. કલારિપેટ્ટુની ટ્રેનિંગ લેનારા લોકો સાથે આવું થતું નથી.

50 વર્ષની મહિલા પણ લે છે ટ્રેનિંગ

દિલ્હીના શિન્ટો મેથ્યુ સેન્ટરમાં સૌથી નાની ઉંમરની અલીઝા શેખ છે તો 50 વર્ષની મીનાક્ષી સૌથી મોટી સ્ટુડન્ટ છે. આ ટ્રેનિંગમાં પ્રાચીન ભારતીય માર્શલ આર્ટ હોવાથી ગુરુ શિષ્ય પરંપરાનું પાલન થાય છે.

કલારિપેટ્ટુની કળામાં દમ છે

કલારિપેટ્ટુને કલારિ પણ કહેવાય છે. તેનો અર્થ યુદ્ધક્ષેત્ર થાય છે. આ ટેક્નિક યુદ્ધ ક્ષેત્ર માટે તૈયાર થઈ છે. આ માર્શલ આર્ટનો જન્મ કેરળમાં થયો છે. માન્યતા છે કે આ કળા મહર્ષિ પરશુરામે કેરળની રક્ષા માટે અહીંના લોકોને શીખવાડી હતી.

કલારિપેટ્ટુ ભારતનું સૌથી જૂનું માર્શલ આર્ટમાંથી એક છે. કહેવાય છે કે આ માર્શલ આર્ટ તમામ પ્રકારનો મૂળ છે. આ આર્ટમાં પ્રથમ સ્ટેપમાં શરીર અનુસાશનમાં રાખવાની સાથે મન સંતુલિત કરવાનું શીખવાડવામાં આવે છે.

બીજા સ્ટેપમાં છોકરીઓને હથિયારોની ટ્રેનિંગ અપાય છે. ત્રીજા સ્ટેપમાં ધાતુઓના હથિયાર અને ચોથા સ્ટેપમાં હથિયાર વગર યુદ્ધની કળાની ટ્રેનિંગ અપાય છે.