તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લંડન:પાંચ માળનું 6 ફૂટ સાંકડું ઘર 9.53 કરોડ રૂપિયામાં વેચાશે, ઘરમાં બેડરૂમથી લઈને ડાઇનિંગ રૂમ સુધીની તમામ સુવિધા છે

21 દિવસ પહેલા
બ્લૂ પેઇન્ટ કરેલું લંડનનું સાંકડું ઘર - Divya Bhaskar
બ્લૂ પેઇન્ટ કરેલું લંડનનું સાંકડું ઘર

લંડનનું સૌથી સાંકડું ઘર કોઈ એક-બે નહિ પણ 9.53 કરોડ રૂપિયામાં વેચાશે.આ ઘર માત્ર 6 ફૂટ જ પહોળું છે. તેનો એરિયા 1,034 સ્કવેર ફૂટ છે. રિયલ એસ્ટેટનાં એજન્ટના કહ્યા પ્રમાણે, આ પાંચ માળનું ઘર પહેલાં એક હેટ શોપ હતું.

આ ઘરની કાયાપલટ ફોટોગ્રાફર જ્યૉર્જેન ટેલરે કરી હતી. વેસ્ટ લંડનમાં આવેલા ઘરમાં કુલ 2 બેડરૂમ છે. ઘરનો દરેક ભાગ 6 ફૂટમાં જ આવેલો છે. તેની આજુબાજુ સલૂન અને પિત્ઝા રેસ્ટોરાં છે. આ ઘર અન્ય બિલ્ડીંગથી અલગ પડે આથી તેને બ્લૂ કલરથી પેઇન્ટ કર્યું છે. જો કે, આ ઘર વેચવાનો અને ખરીદવાનો સિલસિલો ચાલુ જ રહ્યો છે. વર્ષ 2006માં આ ઘર 4.30 કરોડ રૂપિયામાં વેચાયું હતું. 2009માં ઘર 5.24 કરોડ રૂપિયામાં વેચાયું હતું. ગયા વર્ષે ઘરની કિંમત 8.76 કરોડ રૂપિયા આવી હતી.

ઘરના બેઝમેન્ટમાં રસોડું, ડાઇનિંગ રૂમ અને ડબલ હાઈટ ગ્લાસ ડોર છે. પ્રથમ ફ્લોર પર રિસેપ્શન રૂમ છે. પ્રથમ અને સેકન્ડ ફ્લોર વચ્ચે સ્પાઇરલ સીડી છે. સેકન્ડ ફ્લોર પર બેડરૂમ અને રૂફ ટેરેસ છે. થર્ડ ફ્લોર પર બાથરૂમ, ડ્રેસિંગ રૂમ છે. છેલ્લા માળ પર મેન બેડરૂમ છે.

દુનિયામાં અન્ય પણ ઘણા શહેરો છે જ્યાં જગ્યાની અછત અને વધારે કિંમતને લીધે લોકો સાંકડા ઘરમાં રહે છે. આજની તારીખે પણ જાપાન, વિયેતનામ અને નેધરલેન્ડ્સમાં લોકો સાંકડા ઘરમાં રહે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો