તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • June Turner, 83, Confronted The 28 year old Robber, For Which He Was Honored With The Amplifon Award For Brave Beatons.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલાની હિંમત જોઇ લૂંટારુ પણ ચોંકી ઉઠ્યો:83 વર્ષીય જૂન ટર્નર 28 વર્ષના લૂંટારુ સાથે ભીડાઈ ગઈ, આ વીરતા માટે તેમને એમ્પલીફોન એવોર્ડ ફોર બ્રેવ બિટન્સથી સન્માનિત કરવામાં આવ્યા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હેનલે પ્રાંતમાં સ્ટોર ચલાવતી ટર્નરે 28 વર્ષના લૂંટારુને લાકડી વડે ઢોર માર માર્યો
  • આ આરોપીનું નામ એરોન માઉન્ટફોર્ડ હતું જેની વિરુદ્ધ દુકાનમાં લગાવેલા કેમેરામાં પુરાવા હોવાને કારણે તેને બે વર્ષની જેલ થઈ

83 વર્ષીય જૂન ટર્નરને તેમની બહાદુરી માટે સન્માનિત કરવામાં આવ્યા. હેનલે પ્રાંતમાં સ્ટોર ચલાવતી ટર્નરે 28 વર્ષીય લૂંટારૂને ઢોર માર્યો હતો, જેના કારણે લૂંટારુને ભાગવાની ફરજ પડી. ટર્નરે ગયા અઠવાડિયે કહ્યું હતું કે, આ મારા પૈસા છે, તમે નહીં લઈ જઈ શકો. આ બહાદુરી માટે તેમને એમ્પ્લીફોન એવોર્ડ ફોર બ્રેવ બિટન્સથી સન્માનિત કરવામાં આવ્યા.

આ એવોર્ડ દર વર્ષે તે લોકોને આપવામાં આવે છે જે પોતાના સાહસનો પરિચય આપતા બીજાનો જીવ બચાવે છે. ટર્નર ત્રણ પૌત્ર-પૌત્રીઓની દાદી છે. તેઓ છેલ્લા 45 વર્ષોથી તેમની દુકાન ચલાવે છે. આ આરોપીનું નામ એરોન માઉન્ટફોર્ડ હતું જેની વિરુદ્ધ દુકાનમાં લગાવવામાં આવેલા કેમેરામાં પુરાવા મળવાના કારણે તેને બે વર્ષની જેલ થઈ.

CCTV ફૂટેજમાં ટર્નર લૂંટારાને લાકડી વડે મારતી જોવા મળી રહી છે. તે કાઉન્ટરની આસપાસ તેની પાછળ ભાગી રહી છે. જૂન કહે છે કે, તે લૂંટારુને અપેક્ષા નહોતી કે હું તેને મારી પણ શકું છું. મારી સ્ફૂર્તિ જોઈને તે પણ આશ્ચર્યચકિત થઈ ગયો. તે સમયે મને જે યોગ્ય લાગ્યું તે મેં કર્યું. જો કે, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આ કામ માટે મને વીરતા પુરસ્કાર મળશે.

જૂનના જણાવ્યા પ્રમાણે, તે લૂંટારો મારી દુકાનમાં આવ્યો અને મને કહેવા લાગ્યો કે અહીં રાખેલા પૈસા જોઈએ. તે કાઉન્ટરમાંથી પૈસા કાઢવા લાગી. જૂનની પાસે તેની મહેનતની કમાણી બચાવવાનો બીજો કોઈ રસ્તો નહોતો. તેણે તેની એલ્યુમિનિયમની લાકડી વડે લૂંટારાને મારવાનું શરૂ કરી દીધું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો