લેખક : પેરી ઓરમોંટ બ્લમબર્ગ
દુનિયાભરમાં કોરોના બાદ ટ્રેમ્પોલિનની માંગમાં ધરખમ વધારો થયો છે. વર્ષ 2027 સુધીમાં તેનું વૈશ્વિક માર્કેટ 33 કરોડને આંબે તેવી શક્યતા છે. વાસ્તવમાં, ટ્રેમ્પોલિન માત્ર બાળકોને રમવા માટે નથી, પરંતુ હૃદય સંબંધિત કસરત માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ટ્રેમ્પોલિન પર કુદવાથી હાડકાંને થાય છે ફાયદો
એક રિસર્ચ અનુસાર નાના ટ્રેમ્પોલિન પર 19 મિનિટ સુધી છલાંગ લગાવવાથી પુરુષોની 12.4 કેલેરી બર્ન થાય છે, જ્યારે મહિલાઓમાં દર મિનિટે 9.4 કેલેરી બર્ન થાય છે. જે જમીન પર 6 માઇલ દોડવા બરાબર છે. રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે, ટ્રેમ્પોલિન પર કૂદવાથી હાડકાં પણ મજબૂત થાય છે. જમીન પર સંતુલન પણ જળવાઇ રહે છે. હાર્ટ અને સ્નાયુઓ મજબૂત થાય છે.
ટ્રેમ્પોલિન પર કુદવું એક બેસ્ટ કસરત
અઠવાડિયાંમાં ત્રણ દિવસ પાંચ અથવા 10 મિનિટ માટે સામાન્ય રીતે પગની વચ્ચે બે ફૂટનો ગેપ રાખીને કૂદીને તેની શરૂઆત કરી શકાય છે. આ એક પ્રકારની કસરત છે. તેનાથી જમીન પર પગની પકડ મજબૂત થાય છે અને તમે જલ્દી પડતા નથી. તો બીજી તરફ ખાસ વાત એ છે કે, ટ્રેમ્પોલિન પર કુદવાથી બાળપણની યાદો તાજી થાય છે.
સારા શુલ્સ, એક બાયોમૈકેનિસ્ટ અને મોનમાઉથ યુનિવર્સિટીમાં સ્કુલ ઓફ નર્સિગ એન્ડ હેલ્થ સ્ટડીઝની ડીન છે, સારાએ જણાવ્યું હતું કે, મોટા આઉટડોર ટ્રેમ્પોલિન પર રિબાઉન્ડિંગ તેમને તેમના બાળકો સાથે જોડાવાની તક આપે છે. તેણી તેને બાળકો સાથે વિતાવેલા સારા સમય પૈકી એક માનવામાં આવે છે.
યુરિનની બીમારીઓમાં ટ્રેમ્પોલિન વધુ ફાયદાકારક
ટ્રેમ્પોલિનમાં કુદવાથી વધતી ઉંમરની સાથે થનારી યુરિન સંબંધિત બીમારીઓમાં ફાયદો થાય છે. 30 મિનિટ મિની ટ્રેમ્પોલિનમાં 12 સપ્તાહ સુધી કૂદવાથી અનિયમિત યુરિન આવવાની પરેશાનીથી છૂટકારો મળે છે. સ્નાયુઓ સક્રિય થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.