• Gujarati News
  • Lifestyle
  • July 2021 Earth's Hottest Month On Record; All You Need To Know | What Was The Hottest Month In History?

NOAAનો રિપોર્ટ:142 વર્ષોના ઈતિહાસમાં પ્રથમ વખત આ વર્ષે જુલાઈ સૌથી ગરમ મહિનો રહ્યો, કેનેડામાં તાપમાન 49.6 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું; જાણો ગરમી વધવાનું કારણ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ તસવીર કેનેડાની છે, જ્યારે જુલાઈમાં તાપમાન વધવા પર લોકો ઘરથી બહાર આવ્યા. લોકોએ સ્ટ્રીટ ફાઉન્ટેન અને સ્વીમિંગ પૂલ પહોંચી ગરમીથી છૂટકારો મેળવવાનો પ્રયાસ કર્યો. - Divya Bhaskar
આ તસવીર કેનેડાની છે, જ્યારે જુલાઈમાં તાપમાન વધવા પર લોકો ઘરથી બહાર આવ્યા. લોકોએ સ્ટ્રીટ ફાઉન્ટેન અને સ્વીમિંગ પૂલ પહોંચી ગરમીથી છૂટકારો મેળવવાનો પ્રયાસ કર્યો.
  • નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના રિપોર્ટમાં આ વાત સામે આવી
  • જુલાઈ 2016ની સરખામણીએ આ વર્ષે જુલાઈનું તાપમાન 0.01 ડિગ્રી સેલ્સિયસ વધારે રહ્યું

જુલાઈ 2021 ઈતિહાસનો સૌથી ગરમ મહિનો રહ્યો છે. છેલ્લાં 142 વર્ષોથી એક એક દિવસનું તાપમાન રેકોર્ડ કરવામાં આવી રહ્યું છે. આંકડા પ્રમાણે, જુલાઈ મહિનામાં અત્યાર સુધી ક્યારેય આટલી ગરમી પડી નથી. આ દાવો અમેરિકન એજન્સી NOAA (નેશનલ ઓશિયનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન)એ તેના રિપોર્ટમાં કર્યો છે.

2016થી 0.01 ડિગ્રી સેલ્સિયસ વધારે
એજન્સીનું કહેવું છે કે, દુનિયાભરમાં જુલાઈ ગરમી માટે ઓળખાય છે પરંતુ આ વખતે જુલાઈ ઈતિહાસનો સૌથી ગરમ મહિનો સાબિત થયો છે. એજન્સીના એડમિનિસ્ટ્રેટર રિક સ્પિનરાડનું કહેવું છે કે જુલાઈ 2016ની સરખામણીએ આ વર્ષે જુલાઈનું તાપમાન 0.01 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. તેનું એક ઉદાહરણ કેનેડા છે. આ વર્ષે જુલાઈમાં કેનેડાનું તાપમાન 49.6 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે. ઘણા લોકો ગરમીને કારણે મૃત્યુ પામ્યા છે. ગરમીને લોકો ત્રાહિમામ થયા છે.

યર ઓન યર ગરમીનો રેકોર્ડ કેમ વધી રહ્યો છે
ક્લાઈમેટ ચેન્જ પર કામ કરતી એજન્સી ઈન્ટરગવર્નમેન્ટલ પેનેલ ઓન ક્લાઈમેટ ચેન્જે તાજેતરમાં ચેતવણી આપતાં કહ્યું છે કે, જો દુનિયાભરમાં ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન ઓછું ન કરવામાં આવ્યું તો વર્ષ 2100 સુધી ધરતીનું તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ વધી જશે. આવું થયું તો દુનિયાભરમાં પ્રાકૃતિક આપત્તિઓ વધવા લાગશે.

કાર્બન ડાયોક્સાઈડ, નાઈટ્રસ ઓક્સાઈડ, મિથેન અને ક્લોરો-ફ્લોરો કાર્બન જ ગ્રીન હાઉસ ગેસ છે. તેમની માત્રા વધવાથી તાપમાન વધી રહ્યું છે. દુનિયાભરમાં ઝડપથી ઓછા થતાં વન, વાહનોનો ધૂમાડો, ઓદ્યૌગિકરણ અને એર કન્ડિશનર તેનું કારણ છે.

આગામી 4 વર્ષમાં ગરમીનો રેકોર્ડ તૂટવાનું જોખમ
દુનિયાભરમાં ધરતી ગરમ થવાનો રેકોર્ડ તૂટી રહ્યો છે. WMO (વર્લ્ડ મિટિયોરોલોજિકલ ઓર્ગેનાઈઝેશન)ના વૈજ્ઞાનિકોએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, 2021થી 2025 સુધી એક વર્ષ એવું હશે જે સૌથી વધારે ગરમ રહેશે. 40% સુધી 1.5 ડિગ્રી તાપમાન વધવાની આશંકા છે. તે 2016માં પડેલી ગરમીને પાછળ ધકેલી દેશે. તાપમાન વધવાથી લૂ, અતિવૃષ્ટિ અને પાણીની અછત વધી શકે છે.

તાપમાન વધવાનું જોખમ 20%થી વધીને 40% થયું
છેલ્લા 1 દશકમાં 1.5 ડિગ્રી તાપમાન વધવાની આશંકા માત્ર 20% હતી પરંતુ નવા રિપોર્ટ પ્રમાણે તે વધીને હવે 40% થઈ છે. જો આમ થયું તો 2015મા થયેલા પેરિસ ક્લાઈમેટ ચેન્જ કરારમાં નિર્ધારિત તાપમાન કરતાં તે વધી જશે. હવામાન વૈજ્ઞાનિક લિયોન હરમેન્શનનું કહેવું છે કે, દુનિયા 1.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધવાની તરફ છે. તેને રોકવા માટે તરત એક્શન લેવાની જરૂર છે.

બરફ પીગળશે, સમુદ્રની જળસપાટી વધશે
WMOના મહાસચિવ પ્રોફેસર પેટેરી તાલાસના જણાવ્યા પ્રમાણે, તાપમાન વધવાથી બરફ પીગળશે અને સમુદ્રની સપાટી ઉપર આવશે. તેને લીધે વાતાવરણ અસંતુલિત રહેશે.પરિણામે ડાયટ, સ્વાસ્થ્ય, પર્યાવરણ અને વિકાસ પર અસર થશે. રિપોર્ટ પ્રમાણે, આ સમય સાવચેત થવાનો છે. દુનિયાભરમાં ગ્રીન હાઉસ ગેસોનું ઉત્સર્જન ઘટાડવા માટે ઝડપથી કામ કરવાની આવશ્યકતા છે.

દક્ષિણ એશિયા માટે જોખમ વધશે
WMOના રિપોર્ટ પ્રમાણે, દુનિયાની આશરે એક ચતુર્થાંશ વસતી દક્ષિણ એશિયામાં રહે છે. આ ક્ષેત્ર પહેલાંથી જ વધારે ગરમીથી પીડિત છે. તેવામાં તાપમાન વધવાથી દક્ષિણ એશિયાને વધારે જોખમ છે. આ ક્ષેત્રના આશરે 60% લોકો ખેતી કરે છે. તેમને ખુલ્લાં મેદાનમાં કામ કરવું પડે છે. તેમને લૂનું જોખમ વધશે.