બ્રિટનની તાનિયા બોલેર મહિલાઓના પ્રાઇવેટ પાર્ટ્સ માટે પ્રોડક્ટ્સ બનાવે છે. તેણે બ્રાની નીચે પહેરવાના બ્રેસ્ટ પંપ ઉપરાંત યોનિ કસરતનું મશીન પણ બનાવ્યું છે. તેના કારણે આજે યુકે સહિત વિશ્વભરની મહિલાઓને ઘણો ફાયદો થઇ રહ્યો છે. જો કે શરૂઆતમાં તેમણે રોકાણ માટે મહેનત કરવી પડતી હતી. એક પુરુષ CEOએ બોલેર દ્વારા બનાવવામાં આવેલી પ્રોડક્ટસનો સ્પર્શ કર્યો તેમછતાં, તેને સમજાયું નહીં કે, તેનો ઉપયોગ શું છે? તમામ મુશ્કેલીઓ વચ્ચે પણ બોલેરે પોતાની કંપનીને આગળ વધારી. 'ધ સન્ડે ટાઈમ્સ' એ બોલેરની આ મહેનત પર એક અહેવાલ પબ્લિશ કર્યો છે. જે આખા વિશ્વનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે.
પોતાની તકલીફો સામે લડી-શીખીને યોનિમાર્ગની કસરતનું મશીન બનાવ્યું
માતા બન્યા બાદ એલ્વીની CEO તાનિયા બોલેર મહિલાઓની યોનિમાર્ગની સમસ્યા સામે ઝઝૂમી રહી હતી. તેમને જાણવા મળ્યું કે, પ્રેગ્નન્સી પછી સ્ત્રીઓના યોનિમાર્ગના સ્નાયુઓ એટલાં ઢીલા થઈ જાય છે કે, ઉધરસ કે છીંક આવે તો પણ મૂત્ર વિસર્જીત થઈ જાય છે. દર 10 માંથી 8 મહિલાઓ આ સમસ્યા સાથે સંઘર્ષ કરી રહી હતી. આમ છતાં, આ સમસ્યાનો કોઈ નક્કર ઇલાજ નહોતો. લોકો તેના વિશે વાત કરવામાં પણ અચકાતા હતા. આવી સ્થિતિમાં બોલેરે મહિલાઓ માટે પેલ્વિક ફ્લોર ટ્રેનર બનાવ્યું. મહિલાઓ તેને યોનિમાર્ગમાં મૂકીને કસરત કરે તો તેમને ઘણી રાહત મળે છે.
એક એવો બ્રેસ્ટપંપ જે તમે બ્રાની નીચે પહેરી શકો છો
આ સિવાય બોલેરે બ્રેસ્ટ પંપ બનાવ્યો હતો, જેને બ્રાની નીચે પહેરી શકાય છે. તે એક નાનો અને પોર્ટેબલ પંપ હતો જે કામ કરતી મહિલાઓ માટે એકદમ ઉપયોગી સાબિત થયો. તેને મોબાઇલથી કંટ્રોલ કરી શકાય છે. આમાં એપ દ્વારા દૂધની માત્રા અને સમયને કંટ્રોલ કરી શકાય છે. બ્રિટનની મહિલાઓએ આ પ્રોડક્ટની હાથોહાથ ખરીદી કરી હતી.
લોકો મજાક કરી રહ્યા હતા, આજે તે વખાણ કરી રહ્યા છે
શરૂઆતમાં, મહિલાઓના પ્રાઇવેટ પાર્ટ્સ માટે પ્રોડક્ટ્સ બનાવવા માટે બોલેરની ખૂબ મજાક ઉડાવવામાં આવી હતી. રોકાણ માટેનો એક મેલ CEOને ગયો. આખી વાતચીત બાદ પણ તે CEOને આ મહિલા પ્રોડક્ટ્સના ઉપયોગની સમજણ ના પડી. તેમણે રોકાણ કરવાની પણ ના પાડી દીધી હતી પણ બોલેરે હાર માની નહતી. બાદમાં તેમને બ્રિટિશ સરકાર તરફથી મદદ મળી હતી.
યુનાઈટેડ નેશન્સની નોકરી છોડીને બિઝનેસ શરૂ કર્યો
તાનિયા બોલેરે પોતાનો બિઝનેસ શરૂ કરતાં પહેલાં યુનાઇટેડ નેશન્સ સાથે કામ કર્યું છે. તેના માટે યુનાઈટેડ નેશન્સની નોકરી એક ડ્રીમ વર્ક હતું, પરંતુ તે 18 મહિનાની અંદર જ આ નોકરીમાંથી બહાર નીકળી ગઈ. તેમને મહિલાઓ માટે કંઈક કરવું હતું ને આવી સ્થિતિમાં તેણે રાજીનામું આપ્યું અને પોતાની કંપની શરૂ કરી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.