• Gujarati News
  • Lifestyle
  • Jobs Lost In Lockdown, Instead Of Cursing Luck, Now Women Are Moving Forward By Doing Courses Like Computer Programming, Machine Learning

ટેક્નોલોજીની દુનિયામાં દબદબો:લોકડાઉનમાં નોકરી ગુમાવી, નસીબને કોસવાને બદલે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ અને મશીન લર્નિંગ જેવા કોર્સ કરીને આગળ વધી રહી છે મહિલાઓ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 62% મહિલાઓએ પોતાના ફોનમાં જ કોર્સની ટ્રેનિંગ લીધી
  • કમ્પ્યુટર પ્રોગ્રામિંગ શીખવા માટે 20 લાખ મહિલાઓ આગળ આવી

ભારતીય મહિલાઓએ ભલે કોરોનાવાઈરસ મહામારીમાં નોકરી ગુમાવી, પણ બદલાતા સમયમાં પોતાને અપડેટ રાખવામાં પાછળ નથી. ફોરચ્યુર્ન ઇન્ડિયાના એક રિપોર્ટ પ્રમાણે, કોરોના ટાઈમમાં પુરુષોની સરખામણીએ મહિલાએ વધારે નોકરી ગુમાવી. નોકરી જતી રહેતા તેમણે નસીબને દોષ દેવાને બદલે પોતાને બદલી અને હવે ઓનલાઇન એજ્યુકેશનથી પોતાની સ્કિલ અપડેટ કરી નિપુણ બની રહી છે. ટેક્નોલોજીની દુનિયામાં મહિલાઓની એન્ટ્રી વિશે જાણીએ..

લોકડાઉનમાં સમયનો સદુપયોગ કર્યો, ઓનલાઈન લર્નિંગમાં મહિલાઓ આગળ
આંકડાની વાત કરીએ તો, 2021માં ભારતમાં 44% નવા લર્નર્સમાં મહિલાઓ સામેલ રહી છે. જો કે, 2019માં 37% મહિલાઓએ ઓનલાઈન લર્નિંગ લીધું હતું. દેશભરની મહિલાઓએ લોકડાઉનમાં સમયનો સારી રીતે ઉપયોગ કર્યો. આ ટ્રેડ આખી દુનિયામાં પણ દેખાયો. તેને લીધે ટેક્નોલોજીની દુનિયામાં મહિલાઓ પોતાની આગવી ઓળખ બનાવી રહી છે.

ઓનલાઇન કોર્સમાં અમેરિકા પછી બીજા નંબરે ભારતની મહિલાઓ
ઓનલાઈન કોર્સ આપતી કંપની કોર્સેરાના રિપોર્ટ પ્રમાણે, આ સાઈટ પર 86 લાખ રજિસ્ટર્ડ મહિલા યુઝર્સની સાથે અમેરિકા પહેલા નંબરે છે અને બીજા નંબરે 78 લાખ યુઝર્સ સાથે ભારતનો નંબર આવે છે. કોર્સેરાની ચીફ કન્ટેન્ટ ઓફિસર બેટી વેન્ડેનબોસે કહ્યું કે, આખી દુનિયામાં રજિસ્ટર્ડ લર્નરમાં 54% મહિલાઓ છે.

કમ્પ્યુટર લર્નિંગ અને મશીન લર્નિંગમાં પાપાપગલી માંડી
કોર્સેરાના રિપોર્ટ પ્રમાણે, કોવિડ-19 મહામારી દરમિયાન સૌથી વધારે મહિલાઓ કમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં સામેલ થઈ. આ શીખવા માટે 20 લાખ મહિલાઓ આગળ આવી. મશીન લર્નિંગ માટે 19 લાખ અને સ્ટેટિસ્ટિક્સ જેવા કોર્સ શીખવા માટે 18 લાખ મહિલાઓ આગળ આવી.

ફોન પર જ કોર્સની ટ્રેનિંગ લીધી
આ આંકડા આખી દુનિયાની સરખામણીએ ઘણા વધારે છે. સ્કિલ વધારવા માટે મહિલાઓ પ્રોફેશનલ કોર્સ ચોઈસ કરી રહી છે. એન્ટ્રી લેવલ પ્રોફેશનલ એનરોલમેન્ટમાં મહિલાઓની સંખ્યામાં 2019ના 29% સરખામણીએ 2021માં 35% વધારો થયો. તેમાંથી 62% મહિલાઓએ પોતાના ફોન પર જ લર્નિંગ કર્યું.