• Gujarati News
  • Lifestyle
  • Job Opportunities Will Be Created By The End Of 2021, But There Will Be A Crisis For Women, The Situation Is Worrying In India Too. Corona Pandemic

કોરોનાએ 5.4 કરોડ મહિલાઓની નોકરી છીનવી:વર્ષ 2021ના અંત સુધીમાં નોકરીની તક તો મળશે પણ મહિલાઓના માથે સંકટ રહેશે, ભારતમાં ચિંતાજનક સ્થિતિ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરોમાં બેરોજગારી દર 9.1% અને ગામમાં 6.8% સુધી પહોંચી ગયો છે

સંયુક્ત રાષ્ટ્રના જેન્ડર ઇક્વાલિટી અને એમ્પાવરમેન્ટ સંબંધિત ઓર્ગેનાઈઝેશને એક બેઠક કરીને કોરોના અને લોકડાઉનને લીધે દૃનિયાભરમાં આવેલી મંદી સામે લડવા માટે યોજના બનાવી છે. UN વીમેને સોશિયલ જસ્ટિસ અને ઇકોનોમિક રિકવરી નામથી પ્લાન રેડી કર્યો છે. આ પ્લાન દુનિયાભરમાં 100થી વધારે એક્સપર્ટના રિપોર્ટ અને ભલામણથી બનાવવામાં આવ્યો છે.

પ્રથમવાર મહિલાઓ માટે યોજના
UN વીમેન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રમિલા પેટને કહ્યું કે, આ પ્રકારનો પ્લાન પ્રથમવાર બનાવવામાં આવ્યો છે. કોરોના અને લોકડાઉનને લીધે બે વર્ષમાં આખી દુનિયામાં લૈંગિક અસમાનતા વધી છે. વર્ષ 2019થી વર્ષ 2020 દરમિયાન દુનિયાની 5.4 કરોડ મહિલાઓએ નોકરી ગુમાવી છે. વર્ષ 2021ના એન્ડ સુધીમાં નોકરીઓની તક મળશે તેમાં પુરુષોને જ વધારે ચાન્સ મળશે. જો કે, 1.3 મહિલાઓ બેરોજગાર જ રહેશે.

મહિલાઓ માટે આ કારણે કપરી પરીક્ષા અને જોખમ
સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા પ્રમાણે, કોરોના ટાઈમમાં સૌથી વધારે ડિમાન્ડ હેલ્થવર્કર્સની રહી. ફ્રન્ટલાઈન વર્કર્સે સૌથી વધારે જોખમ સાથે કામ કર્યું. દુનિયાભરમાં આશરે 70% મહિલાઓ ફ્રન્ટલાઈન વર્કર્સ છે. જો કે, કોરોનાને લઈને નવી પોલિસી બનાવવાની વાત આવે તો પોલિસી મેકર્સની જગ્યા પર માત્ર 24% જ મહિલાઓ છે. કોરોના પહેલાં વર્ષ 2018-19માં પણ મહિલા અધિકારો માટે કામ કરતા ઓર્ગેનાઇઝેશનને મળતા ફંડમાંથી માત્ર 1% જ આર્થિક સહાય મળતી હતી.

દેશમાં પુરુષોની સરખામણીએ મહિલાઓએ વધારે નોકરી ગુમાવી
​​​​​​​થોડા સમય પહેલાં જ કેન્દ્ર સરકારે બેરોજગારીના દરનો આંકડો જાહેર કર્યો. સરકારી દેતા પ્રમાણે, દેશમાં 20 સપ્ટેમ્બર સુધી અંદાજિત બેરોજગારી દર ટોપ પર પહોંચી ગયો છે. આ દેતા સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયાએ રેડી કર્યો છે. ડેટા પ્રમાણે, શહેરોમાં બેરોજગારી દર 9.1% અને ગામમાં 6.8% સુધી પહોંચી ગયો છે. કોરોના મહામારી અને લોકડાઉનને લીધે પરુષોની સરખામણીમાં મહિલાઓએ વધારે નોકરી ગુમાવી છે.

જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન પુરુષોમાં બેરોજગારી દર 6% અને મહિલાઓમાં આ દર 13.3% રહ્યો. મેથી ઓગસ્ટ મહિના દરમિયાન પુરુષોમાં બેરોજગારી દર 7.9% અને મહિલાઓમાં આ દર 14.3% સુધી પહોંચી ગયો.