ઇઝરાયેલની જેજે જૂલીના હાથમાં આજની તારીખે પણ વાળ કાપવાની કાતર હોય છે,પરંતુ પહેલાં તે છોકરીઓના વાળ કાપવા માટે કાતરનો ઉપયોગ કરતી હતી જ્યારે હવે તે શ્વાનનાં વાળ સેટ કરે છે. જૂલી જે બ્યુટી સલૂનમાં કામ કરતી હતી તે એક વર્ષ પહેલાં મહામારીને લીધે બંધ થઇ ગયું. ઘરનું ગુજરાન ચલાવવા માટે તેની સાથે બીજો કોઈ ઓપ્શન નહોતો અને તેણે ડોગ્સનું ગ્રુમિંગનું કામ શરુ કર્યું. જો કે, આ કામ ઇઝરાયેલની અરબ કમ્યુનિટી વચ્ચે કરવું સરળ નહોતું. અહીં ડોગ્સ સાથે જોડાયેલા કામને સારા કામ ગણવામાં આવતા નથી. પરંતુ થોડા સમયથી અહીં રહેતા લોકોના વિચાર પણ બદલાયા છે અને તેઓ પેટનું ગ્રુમિંગ કોઈ એક્સપર્ટની સલાહ લઈને પૂરું કરવા ઈચ્છે છે.
36 વર્ષીય જૂલીએ મુશ્કેલ ઘડીઓમાં હારીને બેસી જવાને બદલે ડોગ્સ માટે બી-રેક્સ સ્પાની શરુઆત કરી. જૂલીએ કહ્યું, ડોગ્સ મારું પેશન છે. મારો દીકરો મને આ કામમાં મદદ કરે છે. તે મોટો થઈને વેટરન ડૉક્ટર બનવા માગે છે. જૂલી કોઈ પણ ડોગ્સને ટ્રીટમેન્ટ આપ્યા પહેલાં તેમની સાથે દોસ્તી કરે છે જેથી તેનું કામ સરળ બને.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.