• Gujarati News
  • Lifestyle
  • Japani Princess Mako Jaipur Diya Kumari Spain Duchess Of Alba Cayetana Ruth Komuntale Sweden Princess Madeleine Sweden Princess Victoria Sweden Princess Victoria Weddings Common People

લવ કે લિયે કુછ ભી કરેગા:પ્રેમને ખાતર રાજપાટ છોડીને સામાન્ય વ્યક્તિ સાથે ઘર માંડનારી દેશ-વિદેશની ધનાઢ્ય રાજકુંવરીઓ

દિનેશ મિશ્ર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જાપાનની રાજકુમારી માકો તેના મંગેતર કેઈ કોમુરા સાથે - Divya Bhaskar
જાપાનની રાજકુમારી માકો તેના મંગેતર કેઈ કોમુરા સાથે
  • જાપાનની રાજકુમારીના ઓક્ટોબરમાં યોજાનારાં લગ્ન માટે તેનો બોયફ્રેન્ડ અમેરિકાથી આવી ગયો છે
  • મહારાણી ક્વીન વિક્ટોરિયા ઉર્દુ શીખતાં-શીખતાં ભારતીય નોકરને દિલ આપી બેઠાં હતાં

પ્રેમ ક્યારેય મહેલ કે ઝૂંપડી જોઈને થતો નથી.પ્રેમ માટે ઘણી મહિલાઓએ રોયલ ફેમિલીના એશ-ઓ-આરામને લાત મારી તો ઘણાએ સામાન્ય પરિવારના પુરુષને પોતાના હમસફર બનાવ્યા. હાલમાં જ જાપાનની રાજકુમારી માકોએ શાહી પરિવારની બહાર એક સામાન્ય વ્યક્તિ સાથે મેરેજ કરવાનો નિર્ણય કર્યો. આ માટે તેણે શાહી પરિવાર તરફરથી મળતી મોટી રકમને પણ ‘ના’ પાડી. ઓક્ટોબરમાં યોજાનારા આ લગ્ન માટે તેનો બોયફ્રેન્ડ અમેરિકાથી આવી ગયો છે. આવું કોઈ પ્રથમવાર નથી થયું કે કોઈ રાજકુમારીને સામાન્ય વ્યક્તિ સાથે પ્રેમ થયો હોય અને લગ્ન કર્યા હોય. જાપાનની રાજકુમારી ઉપરાંત ભારતની દિયા કુમારી સહિત અન્ય ઘણી રાજકુમારીઓએ સામાન્ય પુરુષ સાથે લગ્ન કરવા રાજવૈભવ છોડ્યો છે.

દિયા કુમારીના લગ્નથી આખો સમાજ ખુશ નહોતો, રાજપરિવાર સાથે સંબંધ તોડ્યો હતો

દિયા કુમારી
દિયા કુમારી

જયપુરના પૂર્વ મહારાજ સવાઈ ભવાની સિંહ અને પદ્મિની દેવીનું એકમાત્ર સંતાન એટલે કે દિયા કુમારી રાજકારણમાં આવ્યાં અને લોકસભા મેમ્બર પણ બન્યાં. દિયા કુમારી અને નરેન્દ્રની પ્રથમ મુલાકાત વર્ષ 1989માં થઇ હતી. તે સમયે તેમની ઉંમર 18 વર્ષની હતી અને નરેન્દ્ર ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવાની તૈયારી કરતા હતા. એકવાર નરેન્દ્ર રાજમહેલમાં આવ્યા ત્યારે દિયા તેમને મળી. બંનેનું ગોત્ર સરખું હોવાને લીધે રાજપૂત સમાજે તેમનાં લગ્નને લઈને અણગમો દેખાડ્યો, પણ બંનેએ 1997માં લગ્ન કર્યાં. એ પછી ઘણો વિવાદ થયો અને દિયા કુમારીનો રાજપરિવાર સાથેનો સંબંધ પૂરો થઇ ગયો. હાલ તેમનાં બે સંતાન છે. લગ્નનાં 21 વર્ષ પછી બંનેએ કૌટુંબિક કારણોસર અલગ થવાનો નિર્ણય લીધો.

ઉર્દુ શીખતાં-શીખતાં ભારતીય નોકરને દિલ આપી બેઠાં હતાં મહારાણી વિક્ટોરિયા

મહારાણી વિક્ટોરિયા
મહારાણી વિક્ટોરિયા

​​​​વાત વર્ષ 1887ની છે. તે સમયે ઇંગ્લેન્ડની મહારાણી વિક્ટોરિયાનું રાજ હતું, તેમની જિંદગીમાં કોઈ અંગ્રેજ નહીં પણ એક ભારતીય આવ્યો. જેના પર અંગ્રેજો નાખુશ હતા. ભારતમાં આગ્રાના રહેવાસી મુંશી અબ્દુલ કરીમ અને મહારાણીના રિલેશનશિપ ચર્ચાનું કેન્દ્ર બની હતી. બ્રિટનની રાઈટર શ્રાબની બસુએ તેની બુક ‘વિક્ટોરિયા એન્ડ અબ્દુલ’માં મહારાણી અને ભારતીય યુવાન અબ્દુલનો સંબંધ વર્ણવ્યો છે (આ બુક પરથી અલી ફઝલ અને જુડી ડેન્ચને ચમકાવતી ફિલ્મ પણ બની હતી). તે સમયે 24 વર્ષના કરીમને મહારાણી માટે આગ્રાથી ઇંગ્લેન્ડ એક ભેટ તરીકે મોકલવામાં આવ્યો હતો. તેને મહારાણીને ઉર્દુ શીખવાડવાનું કામ મળ્યું હતું. એ પછી બંને એકબીજાની વધારે નજીક આવ્યાં અને 15 વર્ષ સુધી સાથે રહ્યાં. બંનેના રિલેશન ક્યારેય જાહેરમાં સામે આવ્યાં નથી. પણ મહારાણીએ એક નોકર માટે પત્ર લખ્યા એ મોટી વાત હતી. મહારાણીના મૃત્યુ પછી કિંગ એડવર્ડે કરીમને ભારત મોકલ્યો અને બંને વચ્ચે લખેલા પત્રો નષ્ટ કરવાનો આદેશ આપ્યો. વર્ષ 1909માં કરીમે દુનિયાને અલવિદા કહ્યું.

જિમ ટ્રેનર સાથે પ્રેમ થયો, રાજકુમારીએ બનાવી લીધો હમસફર

સ્વીડનની રાજકુમારી વિક્ટોરિયા
સ્વીડનની રાજકુમારી વિક્ટોરિયા

સ્વીડનની રાજકુમારી વિક્ટોરિયાને એક જિમ માલિક અને ટ્રેનર ડેનિયલ વેસ્ટિલંગ સાથે પ્રેમ થયો. વર્ષ 2001માં જિમ ટ્રેનિંગ દરમિયાન બંનેની મુલાકાત થઈ. ડેનિયલે વર્ષ 2006માં ‘બેલેન્સ’ નામની જિમ કંપની બનાવી હતી. 2009માં આ કંપનીના CEO પદેથી રાજીનામું આપ્યું. બંનેએ જૂન 2010માં લગ્ન કર્યા. હાલ તેમનાં બે સંતાન છે.

વૉલ સ્ટ્રીટમાં કામ કરનારાએ રાજકુમારીનું દિલ ચોર્યું​​​​​​​

પ્રિન્સેસ મેડલિન
પ્રિન્સેસ મેડલિન

વર્ષ 2013 પહેલાંની વાત છે. જ્યારે એક બ્રિટિશ ફાઇનાન્સર ક્રિસ્ટોફર નીલ પર સ્વીડનની રાજકુમારી મેડલિનનું દિલ આવ્યું હતું. અમેરિકાની યુનિવર્સિટીમાં વધારે સમય પસાર કરતો નીલ એક સમયે વૉલ સ્ટ્રીટમાં કામ કરતો હતો. શેર બજારને એક્સપર્ટ ક્યારે મેડલિનને દિલ દઈ બેઠો તે ખબર ના પડી. દોસ્તી અને પછી પ્રેમના રસ્તે ચાલી બંનેએ વર્ષ 2013માં લગ્ન કર્યાં.

યુનિવર્સિટીમાં મિત્ર મળ્યો અને બની ગયો લાઈફ પાર્ટનર

યુગાન્ડાની રાજકુમારી રૂથ કોમુન્ટેલ
યુગાન્ડાની રાજકુમારી રૂથ કોમુન્ટેલ

આફ્રિકન દેશ યુગાન્ડાની રાજકુમારી રૂથ કોમુન્ટેલ અમેરિકાના મિસોરીમાં રહેતા ક્રિસ્ટોફર થોમસને વોશિંગ્ટનમાં મળ્યાં હતાં. બંને અમેરિકન યુનિવર્સિટીમાં મળ્યાં. ક્રિસ્ટોફર મેરીલેન્ડમાં એક અકાઉન્ટન્ટ હતા. અહીંથી જ બંનેની મિત્રતા પ્રેમમાં બદલાઈ. ઘણા સમય સુધી ક્રિસ્ટોફરને નહોતી ખબર રૂથ એક રાજકુમારી છે. બંનેએ વર્ષ 2012માં લગ્ન કર્યાં. જો કે, તેના પછીના વર્ષ 2013માં બંને અલગ થયાં.

સ્પેનની રાણીએ પ્રેમ માટે ઉંમરનું બંધન તોડ્યું​​​​​​​​​​​​​​

સ્પેનનાં ડચેસ ઓફ અલ્બા કાયેતાના
સ્પેનનાં ડચેસ ઓફ અલ્બા કાયેતાના

પ્રેમ મામલે સ્પેનનાં ડચેસ ઓફ અલ્બા કાયેતાના ​​​​​​​ઘણા આગળ નીકળ્યા. તેમણે 2011માં નોકર અલફાન્સો ડિયાઝ સાથે લગ્ન કર્યા. તે સમયે મહારાણીની ઉંમર 85 વર્ષ હતી અને ડિયાઝની ઉંમર 60 વર્ષ હતી. આ લગ્નને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. લગ્નના ત્રણ વર્ષ અટલ એકે 2014માં મહારાણીએ દુનિયાને અલવિદા કહ્યું. મરતા પહેલાં રાણીએ ડિયાઝને પોતાની કુલ સંપત્તિમાંથી 5 બિલિયન ડોલર આપવાની જાહેરાત કરી હતી.