જાપાનનાં પૂર્વ બોક્સર ઈવાઓ હાકામાદાની પાંચ દાયકા જૂની મોતની સજા પર ટોક્યો હાઈકોર્ટને ફરી સુનાવણી હાથ ધરવાનો આદેશ આપ્યો છે. તેમના પર પોતાના બોસ, તેની પત્ની અને બે બાળકોની હત્યાનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો અને તેના માટે તેને મોતની સજા પણ સંભળાવવામાં આવી.
કોર્ટનાં આ નિર્ણય પછી હાકામાદાનાં વકીલે કોર્ટની બહાર બેનર લહેરાવ્યુ. આ સમયે હાકામાદાની ઉંમર 87 વર્ષની છે.
કબૂલાત માટે 264 કલાકની પૂછપરછ
30 જૂન, 1966ના રોજ ઈવાઓ હાકામાદાનાં બોસનાં ઘરમાં આગ લાગી ગઈ હતી. હાકામાદાનું કહેવુ હતુ કે, ‘તેઓએ ફક્ત આગ ઠારવામાં અને તેની પત્ની અને બે બાળકોનાં શબને શોધવામાં મદદ કરી હતી. તે તમામ લોકોની ચાકૂ મારીને હત્યા કરી નાખવામાં આવી હતી પરંતુ, હાકામાદાની પૂછપરછ કરવામાં આવી અને બે મહિના પછી ઓગસ્ટમાં તેમના કબૂલાતનામા અને તે સમયે પહેરેલા પાયજામા પર લાગેલા લોહીને આધાર બનાવીને તેની ધરપકડ કરી લીધી. તેઓનાં વકીલો મુજબ કબૂલાતનામા માટે 23 દિવસોમાં હાકામાદા સાથે કુલ 264 કલાક પૂછપરછ કરવામાં આવી હતી, તેમાં અમુક સેશન્સ તો 16 કલાકથી પણ વધુ મોટા હતા. અહી સુધી કે પૂછપરછ દરમિયાન તેઓને પાણી કે ટોઈલેટ જવાની સુવિધાઓ પણ આપવામાં આવતી નહોતી.
કપડાએ હાકામાદાને દોષી બનાવ્યો
આ ઘટનાને એક વર્ષથી વધુ સમય થયા પછી પુરાવા તરીકે લોહીથી ભરપૂર એક કપડુ સામે આવ્યું. આ કપડાનો હાકામાદાને દોષી સાબિત કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેના સમર્થકોનું કહેવુ હતુ કે, પુરાવા તરીકે જે કપડા મળ્યા છે તે તેને ફીટ આવી રહ્યા નથી અને લાંબો સમય પસાર થઈ ગયો એટલે લોહીનાં દાગ પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા નહોતા. DNA ટેસ્ટમાં હાકામાદા, કપડા અને લોહી વચ્ચે કોઈ કનેક્શન જોવા મળ્યુ નહોતું પરંતુ, હાઈકોર્ટે ટેસ્ટિંગ પદ્ધતિઓને નકારી કાઢી હતી.
સજાનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ હાકામાદાના નામે છે
મર્ડરનાં બે વર્ષ પછી હાકામાદાને વર્ષ 1968માં દોષી જાહેર કર્યો હતો. પૂર્વ બોક્સરે શરૂઆતમાં હત્યાઓની કબૂલાત કરી હતી અને પછી તે પોતાના નિવેદનથી ફરી ગયા. તેઓએ પોતાની વાત પર ભાર આપતા કહ્યું કે, તે પોતાના ટ્રાયલ દરમિયાન નિર્દોષ હતા. વર્ષ 2014માં કેસમાં નવા પુરાવાઓ મળ્યા તેના કારણે તેને છોડવામાં આવ્યા પરંતુ, તે પહેલા જ તેને મોતની સજા સંભળાવ્યાનાં 45 વર્ષ વીતી ચૂક્યા હતા. 10 માર્ચ, 2011નાં રોજ હાકામાદામનાં 75માં જન્મદિવસ પર ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે તેને વિશ્વનાં સૌથી લાંબા સમય સુધી મોતની સજા પામનારા કેદી તરીકે પ્રમાણિત કર્યા હતા.
બહેને ભાઈને નિર્દોષ સાબિત કરવાની લડાઈ લડી
હાકામાદાની બહેન હિદેકો હાલ 90 વર્ષની છે. તેઓએ પોતાના ભાઈને નિર્દોષ સાબિત કરવા માટે નિરંતર આ કેસ પર મહેનત કરી. કેમ્પેઈન ચલાવ્યો. હાઈકોર્ટનાં નિર્ણય પછી તે કહે છે કે - ‘હું 57 વર્ષથી આ દિવસની રાહ જોતી હતી. આખરે એ દિવસ આવી જ ગયો. મારા ખભ્ભા પરથી એક બોજો ઉતરી ગયો.’
જાપાનની પબ્લિક પેનલ્ટીને યોગ્ય માને છે
જાપાનના લોકો સામાન્ય રીતે મોતની સજાનું સમર્થન કરે છે. સરકાર નિયમિત રુપથી ડેથ પેનલ્ટીનાં સમર્થન માટે મોનિટરિંગ કરે છે. વર્ષ 2020માં થયેલા એક સર્વેંમાં આ વાત સામે આવી છે કે, ત્યાનાં 80%થી વધુ લોકો આ મૃત્યુદંડને ‘યોગ્ય’ માને છે અને ફક્ત 8% લોકો તેના વિરુદ્ધમાં હતા. વર્ષ 2020નાં સર્વેમાં 2015માં કરવામાં આવેલા સર્વેની સાપેક્ષમાં થોડો ફેરફાર હતો. વર્ષ 2015માં 80.3% લોકોએ મૃત્યુદંડને યોગ્ય માન્યો હતો.
142 દેશોમાં ડેથ પેનલ્ટી પર અટકાયત
ડેથ પેનલ્ટીને લઈને વિશ્વભરમાં વાટાઘાટો ચાલી રહી છે. સંસ્થા એમનેસ્ટી ઈન્ટરનેશનલની રિપોર્ટ મુજબ વિશ્વના 142 દેશોએ પોતાને ત્યા આ સજાને ખતમ કરી દીધી છે. જ્યારે 52 જેટલા દેશોએ કોઈ ને કોઈ રીતે ડેથ પેનલ્ટીની સજાને યથાવત રાખી છે. આ દેશોમાં ભારત સિવાય જાપાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ચીન, ઈજિપ્ત, સૂડાન, વિયાતનામ, સાઉદી અરબ, યમન, મલેશિયા, નાઈજીરિયા, ઝિમ્બાવે જેવા દેશો સામેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.