• Gujarati News
  • Lifestyle
  • Janpath Market Gujarati Lane: For Generations, Men Bring Raw Materials And Prepare Goods At Home, Women Sell Colorful Goods To Foreigners

વારસામાં દુકાન અને કલા મળી:ઘાઘરા-ચોલી હોય કે હેન્ડબેગ, દિલ્હી આવતા વિદેશીઓને ગુજરાતી માર્કેટ ખેંચી લાવે છે, મહિલાઓ કચ્છ, ભુજ અને સુરેન્દ્રનગરથી રૉ મટિરિયલ લાવે છે

દીપ્તિ મિશ્રા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના પછી આ માર્કેટ ઠંડું પડી ગયું છે
  • હવે અહીં પહેલાંની જેમ વિદેશી ગ્રાહકોનો જમાવડો રહેતો નથી

દાંડિયા નાઈટ માટે ચણિયાચોલી હોય કે પછી કચ્છી ભરતકામની હેન્ડબેગ, ઘરને કલરફુલ સજાવવું હોય જે પછી રંગબેરંગી કપડાં ખરીદવા હોય...આ બધું જ મળશે દેશની રાજધાની દિલ્હીના જનપથ માર્કેટની ગુજરાતી ગલીમાં. તેને લેડીઝ માર્કેટ પણ કહેવામાં આવે છે. આવો જાણીએ, આ વસ્તુઓ ક્યાં બને છે અને આ રંગબેરંગી વસ્તુઓ રેડી કરનારી ટેલેન્ટેડ મહિલાઓ કોણ છે? કોરોના પછી આ માર્કેટની શું હાલત છે.....

ભાસ્કરની ટિમ જનપથ મેટ્રો સ્ટેશનથી નીકળીને અમુક શોરૂમ અને દુકાનથી પસાર થઈને ગુજરાતી માર્કેટ પહોંચી. હેન્ડબેગ, સાડી પર લગાવવામાં આવતી બોર્ડર, નેક પેચ, સ્કાર્ફ અને ચોલીના ભાવ કરાવ્યા. ગુજરાતી માર્કેટમાં પહેલાં જેવી ભીડ નહોતી. ઘણી દુકાન પર ગ્રાહકો ભાવ કરાવી રહ્યા હતા તો ઘણી દુકાન પર મહિલાઓ ગ્રાહકોની રાહ જોતી હતી.

દાદી-નાની અને માતા પછી પછી દીકરીઓ અને વહુએ ગાદી સંભાળી
દુકાન નંબર 7 પર બેઠેલી પુષ્પાએ કહ્યું, મારો જન્મ દિલ્હીમાં થયો અને હું અહિંયા જ મોટી થઈ. હું કાશ્મીરી ગેટ પાસે ભાડે રહું છું. મારી પહેલાં આ દુકાન માતા અને દાદી ચલાવતા હતા. હવે હું બેસું છું.

પતિ રૉ મટિરિયલ લાવે છે, માલ ઘરે જ રેડી થાય છે​​​​​​​
પુષ્પાએ કહ્યું, મારા પતિ ગુજરાતમાં કચ્છ, ભુજ અને સુરેન્દ્રનગરના અમુક ગામડામાંથી રૉ મટિરિયલ લઈને આવે છે અને ઘરે જ કારીગર માલ રેડી કરે છે. આ કારીગરોને સારી સેલરી મળે છે. આનાથી માત્ર અમારું જ નહીં પણ ગુજરાતમાં હેન્ડીક્રાફટનું કામ કરતી મહિલાઓનું પણ ગુજરાન ચાલતું હતું. પણ ધીમે-ધીમે લોકોનું હેન્ડીક્રાફ્ટ પ્રત્યે આકર્ષણ ઓછું થવા લાગ્યું. ગામની મહિલાઓ અને પુરુષો પણ તેમનું વતન છોડીને શહેર તરફ ચાલ્યા હતા. હવે અમને રૉ મટિરિયલ પહેલાંની જેમ સસ્તું મળતું નથી.

ગુજરાતી ગલીમાં સામાન વેચતી કાજલે કહ્યું, હજુ પણ સ્ટૉકમ અપડેલી વસ્તુઓ જ વેચી રહી છું. નવો માલ મગાવી શકું તે સ્થિતિમાં નથી. ઘણીવાર ગ્રાહકોની રાહ જોવામાં જ આખો દિવસ પસાર થઈ જાય છે. બાળપણથી આ કલા શીખ્યા. આ જ આવડે છે, તો બીજું કામ કેમ કરું?

કોરોનાએ ગણિત બગાડ્યું
દુકાન માલિક મંજુએ કહ્યું, છેલ્લા બે વર્ષથી કામકાજ ઠપ પડ્યું છે. વિદેશી ટુરિસ્ટ આવતા નથી અને લોકડાઉનમાં અમારી હાલત પણ ખરાબ થઈ ગઈ છે. ગ્રાહકોને 200 પીસ દેખાડું ત્યારે માત્ર એક પીસ વેચાય છે. પહેલાં તો એક દિવસમાં આરામથી 30-40 પીસ વેચાઈ જતા હતા. હવે ઘર ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે.

દિલ્હીની ફેમસ ગલીમાં સ્ટ્રીટ લાઈટ જ નથી
​​​​​​​જનપથના આ ગુજરાતી ગલીમાં ઇન્ડિયનની સાથે વિદેશી પર્યટકોની ભીડ પણ રહે છે, પરંતુ નવાઈની વાત તો એ છે કે અહીં સ્ટ્રીટ લાઈટ જ નથી. અંધારુ થતાની સાથે મહિલાઓએ બલ્બ કે પછી સોલાર લાઈટથી કામ ચલાવવું પડે છે. મંજુ ભોજે કહ્યું, અમે અહીં લાઈટ અને સીસીટીવી માટે ઘણી બધીવાર અધિકારીઓને વાત કરી પણ કઈ ના થયું. અંધારું થતાની સાથે ગ્રાહકોના ફોન ચોરાઈ જાય છે. અમે પોતે પોલીસને ફરિયાદ કરી પણ કોઈ ઉકેલ ના આવ્યો.

કોરોનામાં ઘણી બધી મહિલાઓ અવસાન પામી
ગુજરાતી ગલીમાં સામાન વેચતી 4-5 મહિલાઓ કોરોનાને લીધે મોતને ભેટી. હવે આ મહિલાઓના બાળકો દુકાન પર બેસે છે. NDMCએ આ દુકાનો મહિલાઓના નામે અલોટ કરી છે. તેનું ભાડું દર મહિનાનું 900 રૂપિયા છે. જે મહિલાઓના મૃત્યુ થયા હોય તેમની પાસે NDMC ભાડું લેતી નથી કે બાળકોના નામ પર ટ્રાન્સફર કર્યું નથી. આ પરિવારનું ગુજરાન જ દુકાનોથી ચાલે છે.