તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Janice Cockfield Cure From Corona After 115 Days , Delta Airlines Give Her Free Offer Of Travelling

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડબલ ખુશી:જેનિસ કોકફિલ્ડે 115 દિવસે કોરોના હરાવ્યો, ડેલ્ટા એરલાયન્સે દુનિયામાં કોઈ પણ ખૂણે મફત ફરવાની ઓફર કરી

2 મહિનો પહેલા

કોરોનાથી સ્વસ્થ્ય થયા બાદ જેનિસ કોકફિલ્ડને ડેલ્ટા એરલાયન્સે ફર્સ્ટ ક્લાસ ટ્રિપ ઓફર કરી જેથી તે દુનિયા ફરી શકે. જેનિસ પોતે ડેલ્ટા એરલાયન્સની કર્મચારી છે. તેણે 115 દિવસ સુધી કોરોના વાઈરસનો સામનો કર્યો. તેને સાજી કરવામાં જોડિયાં બહેને ઘણી મદદ કરી હતી. તે કોઈ પણ કિંમતે પોતાની બહેનને ખોવા માગતી નહોતી. જેનિસે કહ્યું કે, કોરોનાથી સાજા થવા થવા માટે 115 દિવસ હોસ્પિટલમાં અને એ પછી થોડા દિવસ ક્લિનિકમાં પસાર કર્યા હતા.

માર્ચ મહિનામાં જેનિસ કોરોના વાઈરસની ઝપેટમાં આવી હતી એ પછી તે 57 દિવસ સુધી કોમામાં રહી. જે ડૉક્ટર જેનિસની સારવાર કરી રહ્યા હતા તેમણે જેનિસની જોડિયાં બહેનને કહ્યું હતું કે તેની પાસે ઘણા ઓછા દિવસો બાકી રહ્યા છે. તેમ છતાં તેણે હિંમત ના માની અને પોતાના વિચાર પોઝિટિવ રાખ્યા. સ્વસ્થ થયા પછી જ્યારે ડેલ્ટા એરલાયન્સના CEO ઈડી બેસ્ટિયનનો મેસેજ મળ્યો ત્યારે બંનેની ખુશી ડબલ થઈ ગઈ.

લેટરમાં બેસ્ટિયને લખ્યું કે, જ્યારે જેનિસ એકદમ સ્વસ્થ થઈ જશે અને પ્રવાસ કરવા સક્ષમ થશે ત્યારે તે દુનિયાના કોઈ પણ ખૂણામાં મફત સફર કરી શકે છે. લેટર વાંચીને બંને બહેનોનો ખુશીનો પાર ના રહ્યો અને તેમણે આભાર માન્યો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો