મહિલા સાંસદની અનોખી માગ:જે પુરુષો ઘરકામ નથી કરતા તેમને જેલ મોકલો, તો જ મહિલાઓને આળસુ હોવાનો અધિકાર મળે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ફ્રાન્સનો સમાજ તેની નિખાલસતા માટે જાણીતો છે. પરંતુ આજકાલ એક મહિલા નેતા આકર્ષણનું કેન્દ્ર છે. જેની ક્રાંતિકારી માંગણીઓથી ફ્રાન્સ સહિત વિશ્વના અન્ય દેશોના કેટલાક લોકોને પણ આશ્ચર્યચકિત થયા છે. આ મહિલા સાંસદ છે અને પોતાને ઇકો-ફેમિનિસ્ટ ગણાવે છે.

ફ્રેન્ચ સંસદ સભ્ય સેન્ડ્રિન રુસોએ અલગ પ્રકારની પરંતુ સૌથી મહત્ત્વની માગ કરી છે કે, જે પુરુષો રસોડા અને ઘરનું કોઈ કામકાજ કરતા નથી તેમને સજા થવી જોઈએ. તો થોડા દિવસ પહેલાં વર્લ્ડ કપમાં ભાગ લેતી ફ્રેન્ચ સોકર ટીમને 'બુઝદિલ'કરાર આપ્યો હતો.

આ પાછળનું કારણ એ છે કે, ખેલાડીઓએ LGBTQ+ અભિયાનને ટેકો આપ્યો ન હતો. થોડા વર્ષોમાં સેન્ડ્રિન રુસોએ સમગ્ર ફ્રાન્સમાં લોકપ્રિય બની ચુકી છે. તેમની માગણીઓ, વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

મહિલાઓને આળસુ હોવાના અધિકાર મળે
એક અર્થશાસ્ત્રી અને વિદ્યાર્થી નેતા સેન્ડ્રિન રુસો પોતાને ઇકો- ફેમિનિસ્ટ ગણાવે છે. સેન્ડ્રિન પર્યાવરણ અને મહિલાઓના મુદ્દાને એકસાથે ઉઠાવે છે. થોડા દિવસ પહેલાં જ તેમણે ગ્લોબલ વોર્મિંગ માટે પુરુષોને જવાબદાર ઠેરવ્યા હતા. કારણ કે પુરુષો સ્ત્રીઓ કરતાં વધુ રેડ મીટ ખાય છે અને રેડ મીટપર્યાવરણને નુકસાન પહોંચાડવામાં મોટી ભૂમિકા ભજવે છે.

સેન્ડ્રિનને તેના પતિ સાથે મળીને એક સંશોધન પેપર લખ્યું હતું. આ રિસર્ચ પેપરમાં જાણવા મળ્યું છે કે, પુરુષો મહિલાઓની સરખામણીએ માત્ર 30% સમય ઘરના કામકાજમાં વિતાવે છે. આ પછી સેન્ડ્રિને એક નવી ઝુંબેશ શરૂ કરી છે. તેમણે માગ કરી હતી કે જે લોકો રસોડા અને ઘરના અન્ય કામમાં મદદ નથી કરતા તેમને સજા થવી જોઈએ. તેણીએ મહિલાઓના આળસુ બનવાના અધિકાર માટે પણ ઝુંબેશ ચલાવી હતી.

સેન્ડ્રિન રુસો
સેન્ડ્રિન રુસો

સંસદને યુદ્ધભૂમિ માને છે, પોતાની પાર્ટી પર સણસણતો આરોપ લગાવ્યો
સેન્ડ્રિન રુસો છેલ્લી ચૂંટણીમાં પેરિસમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ તેમના કામ વિશે ખૂબ ગંભીર છે. સેન્ડ્રિન માને છે કે સંસદ એ નવું યુદ્ધનું મેદાન છે જ્યાં તે મહિલાઓના અધિકારો માટે લડે છે.

સેન્ડ્રિન તેમના પક્ષ અને નેતાઓને પણ ઘણીવાર આડેહાથ લે છે. તેમણે ખુલ્લેઆમ તેમની 'ગ્રીન પાર્ટી' પર તેના ઈર્ષાળુ માનસિકતા અને જાતીય હુમલાનો આરોપ લગાવ્યો હતો. આ બાદ આરોપીએ રાજીનામું આપી દીધું હતું.

સેન્ડ્રિન માનસિક હિંસા સામે પોતાનો અવાજ ઉઠાવે છે
ધ ન્યૂ યોર્ક ટાઇમ્સના એક રિપોર્ટ અનુસાર, સેન્ડ્રિન માને છે કે લોકો પહેલા ફક્ત બળાત્કારને ગુનો માનતા હતા અને બાદમાં તેમાં જાતીય હુમલો ઉમેરવામાં આવ્યો હતો. પરંતુ આજે પણ, સ્ત્રીઓ સાથે થતી માનસિક હિંસા વિશે કોઈ બોલતું નથી. તે આ સામે અવાજ ઉઠાવે છે.

સેન્ડ્રિન ફ્રાન્સમાં મહિલાઓનો અવાજ બની
છેલ્લા કેટલાક વર્ષોમાં સેન્ડ્રિન રુસો ફ્રાન્સમાં મહિલા અધિકારોના સૌથી મોટા હિમાયતી તરીકે ઉભરી આવ્યા છે. તેણે ફ્રાન્સમાં 'મી ટુ' અભિયાનનું નેતૃત્વ કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ તેમના સમર્થનમાં આવી હતી. તો બીજી તરફ દેશના દક્ષિણ પંથી નેતાઓ તેનો સખત વિરોધ કરે છે. ફાર રાઈટ લીડર નેતા જોર્ડન બાર્ડેલાએ ત્યાં સુધી કહી દીધું હતું કે, સેન્ડ્રિન દેશની મહિલાઓમાં 'ગાંડપણ' ફેલાવી રહી છે.

ફ્રાંસ 'પંક ઇકોલોજી' માગે છે, રાષ્ટ્રવાદી નેતા કહે છે કે, દેશ બરબાદ કરી દેશે
નારીવાદની સાથે-સાથે સેન્ડ્રિન દેશમાં 'પંક ઇકોલોજી' માટે પણ ઝુંબેશ ચલાવે છે. હકીકતમાં, 'પંક કલ્ચર' એ એક ચળવળ છે જે સમાજના નિયમો અને નિયમોનું પાલન કરવાનો ઇનકાર કરે છે. 'પંક કલ્ચર' સામાન્ય રીતે કલા અને ફેશનમાં જોવા મળે છે. પરંતુ સેન્ડ્રિન એક પગલું આગળ વધી રહી છે અને 'પંક ઇકોલોજી' માત્યે લડાઈ કરે છે. તેઓની માગ છે કે વૃક્ષો, છોડ અને પ્રાણીઓને પણ મનુષ્યો જેટલા અધિકારો મળે અને પર્યાવરણની સુરક્ષા માટે કડક કાયદા ઘડવા જોઈએ. બીજી બાજુ, દેશના રાઈટ વિંગ લીડર તેમને ફ્રેન્ચ સંસ્કૃતિને બરબાદ કરવાનો આરોપ મૂક્યો છે.

તે સમય સમય પર માંસ ખાનારા પુરુષો પર પણ પગલાં લેવાની માગ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે પુરુષોએ તેમની મર્દાનગી બતાવવા માટે બગીચામાં 'બાર્બિક્યુ ગ્રીલ' ગોઠવી હતી.