બિહારની એક પ્રાથમિક શાળાની શિક્ષિકાનાં ‘આઉટ ઓફ ધ બોક્સ’ વિચારે તેના વિદ્યાર્થીઓ માટે બોરિંગ અભ્યાસને રસપ્રદ બનાવી દીધો. તેણીની ‘ગમ્મત સાથે જ્ઞાન’ આપવાની આ કુશળ ટેકનીક હાલ ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહી છે અને લોકો તેની આ ટેકનીકનાં મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે. વાઈરલ થયેલ આ વીડિયોમાં શિક્ષિકા વિદ્યાર્થીઓને ‘ભાર વિનાનું ભણતર’ પૂરુ પાડી રહી છે.
બિહારની એક શિક્ષિકાનો વીડિયો વાઈરલ
આ વીડિયોમાં વિદ્યાર્થીઓને બે ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે કારણ કે, શિક્ષક તેનાં પ્રદર્શન દરમિયાન લિપ-સિંક કરે છે. ટૂંક સમયમાં જ બાળકો વ્યાપકપણે હસતા જોઇ શકાય છે. શિક્ષક બાળકોને વર્ગખંડની બહાર લઈ જાય છે અને તેઓ એક આકર્ષક ગીત દ્વારા ઉંદર અને બિલાડીની વાર્તાને સમજવાનું ચાલુ રાખે છે. શરૂઆતમાં, બાળકો તેમનાં શિક્ષકને ફોલો કરવા માટે અચકાતા હોય છે, પરંતુ થોડા સમય પછી તેઓ પ્રવૃત્તિમાં સંપૂર્ણપણે મગ્ન થઈ જાય છે અને આખરે વીડિયોનાં અંતે ખુશ દેખાતા હતા કારણ કે, તેઓ તેમના શિક્ષક સાથે મસ્તી કરતાં-કરતાં દોડતા હતા.
ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS)નાં અધિકારી દીપક કુમાર સિંહે પોતાના ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘તમે જે ભણાવો છો તે જ નહીં પરંતુ, તમે તેને કેવી રીતે કરો છો અને વિદ્યાર્થીઓ દ્વારા તેને કેટલું સમજવામાં આવે છે તે પણ મહત્વનું છે! આનો જીવંત દાખલો જુઓ. બિહારનાં બાંકામાં એક શિક્ષિકા તેના વિદ્યાર્થીઓને ભણાવે છે. વિદ્યાર્થીઓનાં ચહેરા પરની સ્માઈલને જુઓ! તમે આખી વાત સમજી જશો!’
ઈન્ટરનેટ પર મિશ્ર પ્રતિસાદ મળ્યા
એક યુઝરે લખ્યું, ઉત્તમ સર, વાસ્તવિક રીતે નવનિયુક્ત શિક્ષકો ખૂબ જ કાર્યક્ષમ હોય છે, પરંતુ તમે અધિકારીઓ અને મિનિટર્સને તેમની આર્થિક સમસ્યા તરફ ધ્યાન આપો છો, હું જાણું છું કે તમે મારા કરતાં વધુ સારી રીતે બધુ જ જાણો છો પરંતુ, તમે કંઇપણ કરવા માગતા નથી કારણ કે, ‘ચલને દો જૈસા ચલતા હૈ મેરા ક્યા જાતા હૈ’
અન્ય યૂઝરે શિક્ષકની પ્રશંસા કરી, ‘અભ્યાસ એ બોજારુપ કામ જેવો ન લાગવો જોઈએ પણ મજા આવવી જોઈએ. આખી પ્રક્રિયાને આનંદકારક બનાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ‘ઝીરો ફેટિગ્યુ એજ્યુકેશન (થાક વિનાનું શિક્ષણ)’ આ તે જ છે કે, જે આ અપવાદરૂપે પ્રતિભાશાળી શિક્ષક ટેબલ પર લાવી રહ્યા છે. આપણને તેના જેવા બીજા ઘણાની જરૂર છે. તેને સલામ.’
જો કે, ઈન્ટરનેટ પર દરેક વ્યક્તિ આ વીડિયોનાં સમર્થનમાં ન હતી, એક યૂઝરે લખ્યું કે, ‘જો રીલ્સ બનાવીને બાળક અભ્યાસ કરી શકે, તો સરકારે બિહારની શાળાઓનાં તમામ શિક્ષકોને માત્ર રીલ્સ બનાવવા માટે જ કામે લગાડવા જોઈએ.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.