• Gujarati News
  • Lifestyle
  • Italy's Anti vaccine People Are Having Dinner And Wine Party With Covid Positive, Willing To Pay ₹ 11,000 For Covid Party

ડાઈનિંગ વિથ ડેથ:ઈટાલીના વેક્સિન વિરોધી લોકો કોવિડ પોઝિટિવ સાથે ડિનર અને વાાઈન પાર્ટી કરી રહ્યા છે, કોવિડ પાર્ટી માટે ₹11,000 ચૂકવવા તૈયાર

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેક્સિન લેવાથી બચવા માટે લોકો કોરોના સંક્રમિત થવા કોવિડ પાર્ટી કરી રહ્યા છે
  • વેક્સિન વિરોધી લોકો કોવિડ પાર્ટી યોજવા માટે ઓનલાઈન એડવર્ટાઈઝ કરી રહ્યા છે

હાલ કોરોના વાઈરસના નવાં વેરિઅન્ટ ઓમિક્રોને દુનિયાભરમાં પગપેસારો કર્યો છે. કોરોના વાઈરસની જંગ સામે દુનિયાભરમાં વેક્સિનેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં કેટલાક વેક્સિન વિરોધી લોકો કોરોનાને આવકારો આપવા માટે ગમે તે હદે જવા તૈયાર થઈ રહ્યા છે. ઈટાલીમાં લોકો વેક્સિન ન લેવી પડે તેના માટે જાણીજોઈને કોરોના સંક્રમિતો સાથે ડિનર પાર્ટી કરી રહ્યા છે.

ઈન્ટરનેશનલ ન્યૂઝ વેબસાઈટ ડેલી મેલના રિપોર્ટ પ્રમાણે, ઈટાલીમાં લોકો કોરોના પોઝિટિવ થવા માટે સંક્રમિતો સાથે પાર્ટી કરી રહ્યા છે. ઈટાલીમાં 1 ફેબ્રુઆરી 2022થી 50 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે વેક્સિનેશન ફરજિયાત થયું છે. જે લોકો અનવેક્સિનેટેડ હશે તેમની સામે કાર્યવાહી થશે. બની શકે તેમની નોકરી પણ છીનવી લેવામાં આવે.

પૈસા આપી કોવિડ પાર્ટી કરી રહ્યા છે
આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં લોકો જાગૃત થવાને બદલે કોરોનાને આવકારો આપી રહ્યા છે. લોકો એ હદે ગેલા બન્યા છે કે પૈસા આપી સંક્રમણને નોતરું આપી રહ્યાં છે. રિપોર્ટ પ્રમાણે કોરોના પોઝિટિવ સાથે ડિનર અને વાઈન પાર્ટી કરવા માટે લોકો $160 (આશરે 11,800 રૂપિયા) આપી રહ્યા છે.

વેક્સિન વિરોધી લોકો કોવિડ પાર્ટીઓમાં મસ્તીથી ઝુમી રહ્યા છે. પૈસા ખર્ચીને કોઈને ખબર ન પડે તે રીતે કોવિડ પાર્ટીમાં સામેલ થઈ રહ્યા છે. કોરોના સંક્રમિત થવા પર વ્યક્તિનું રસીકરણ થોડા સમય સુધી થઈ શકતું નથી. આ વાત વેક્સિન વિરોધી લોકોને સમજાતા તેમણે કોવિડ પાર્ટી તરફ દોટ મૂકી છે.

કોવિડ પોઝિટિવની શોધ માટે એડવર્ટાઈઝ
વેક્સિન વિરોધી લોકો કોવિડ પાર્ટી યોજવા માટે ઓનલાઈન એડવર્ટાઈઝ કરી રહ્યા છે. આવા જ એક વેક્સિન વિરોધીએ તેના સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, 'હું એક કોવિડ પોઝિટિવ વ્યક્તિની શોધમાં છું. હું પેમેન્ટ કરવા તૈયાર છું.' આ અગાઉ પણ ઈટાલીથી કોવિડ પાર્ટીના સમાચાર આવી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...