ઘર કરતાં જેલ સારી:રોજ પત્નીના ઝઘડાથી કંટાળેલા પતિએ પોલીસને આજીજી કરી, ‘મારું ઘર નર્ક બની ગયું છે, પ્લીઝ મને જેલમાં રહેવા દો’

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક ફોટો - Divya Bhaskar
પ્રતીકાત્મક ફોટો
  • ડ્રગ કેસના ક્રિમિનલની આ માગણી જ્યુડિશિયલ ઓથોરિટીએ સ્વીકારી લીધી

પતિ-પત્ની વચ્ચે નાના-મોટા ઝઘડા તો થતા રહે છે. ક્યારેક આ ઝઘડા ઘરમાં જ સોલ્વ થઈ જાય છે તો ક્યારેક કોર્ટ સુધી પહોંચી જાય છે. એકબીજાની સાથે રહેવા ના ઇચ્છતા કપલ છૂટાછેડા લઈને વિખૂટા પડી જાય છે. ઇટાલીમાં એક પતિ તેની પત્નીથી એટલી હદે કંટાળી ગયો કે તેણે પોલીસને કહ્યું કે, પ્લીઝ, મને જેલમાં પૂરી દો. મારું ઘર નર્ક બની ગયું છે અને મારે ત્યાં પાછા નથી જવું.

‘મારું ઘર રહેવાલાયક નથી’
ઇટાલીમાં આવેલા ગ્યૂડોનિયા મોન્ટિચેલીયોમાં શહેરમાં રહેતા પતિએ ઘર કંકાશથી છૂટકારો મેળવવા પોલીસની મદદ માગી. 30 વર્ષીય પતિ ઘણા મહિનાથી ડ્રગ્સના કેસમાં જેલમાં બંધ હતો. આરોપી જ્યારે ઘરે ગયો ત્યારે રોજ તેની પત્ની સાથે ઝઘડા થતા. તે રોજની મગજમારીથી કંટાળી ગયો હતો. આથી તેણે આવો નિર્ણય લીધો. પતિએ પોલીસને આજીજી કરી કે, મારું ઘર રહેવાલાયક નથી, તે નર્ક બની ગયું છે. મારે ત્યાં પાછા નથી જવું. પ્લીઝ, મને જેલમાં જ પૂરી રાખો.

સજા પૂરી થઈ ગઈ તેમ છતાં આરોપીને જેલમાં જવું છે
પોલીસ ઇન્સ્પેકટર ફ્રેંસેસ્કો ગિઆકોમોએ કહ્યું, ડ્રગ કેસની સજા બદલ આરોપી જેલમાં હતો. તેની સજા પૂરી થઈ ગઈ છે તેમ છતાં તે જેલમાં રહેવા માગે છે. તે તેની પત્ની અને ફેમિલી સાથે રહેતો હતો પણ હવે તેને ઘરે જવું નથી.

નવાઈની વાત એ છે કે, ડ્રગ કેસના ક્રિમિનલની આ માગણી જ્યુડિશિયલ ઓથોરિટીએ સ્વીકારી અને તેને ડોમેસ્ટિક વાયોલન્સથી બચાવવા જેલમાં રહેવા અનુમતિ આપી.

પતિની વ્યથા,‘મારી પત્નીને ન્હાવાનું કહું તો મારી સાથે ઝઘડે છે’
થોડા મહિના પહેલાં ઉત્તર પ્રદેશના અલીગઢ શહેરમાં ડિવોર્સનો એક વિચિત્ર કેસ આવ્યો હતો. પત્ની રોજ ન્હાતી ના હોવાથી કંટાળેલો પતિ તલાક લેવા ઈચ્છતો હતો. પત્નીએ વીમેન પ્રોટેક્શન સેલમાં ફરિયાદ કરતા આ સમગ્ર મામલો ખબર પડી.પત્નીને આશા છે કે, વીમેન પ્રોટેક્શન સેલની મદદ લેવાથી તેના મેરેજ ટકી જશે.અલીગઢમાં રહેતા આ કપલના બે વર્ષ પહેલાં મેરેજ થયા હતા. બંનેને એક વર્ષનું સંતાન પણ છે. હાલ કપલનું કાઉન્સેલિંગ અલીગઢ વીમેન પ્રોટેક્શન સેલ કરી રહી છે.