તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • It Was Difficult For Nirmala Of Pachauri Village In Gorakhpur To Feed The Family Of 12 Members, Started A Poultry Farm, Made Self Sufficient For Women From Its Self Help Group

પોતાનું નસીબ જાતે બદલ્યું:ગોરખપુરની નિર્મલાને માથે 12 મેમ્બરનાં પરિવારની જવાબદારી આવી તો પોલ્ટ્રી ફાર્મની શરુઆત કરી, અન્ય મહિલાઓને પણ આત્મનિર્ભર બનાવી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ વર્ષ પહેલાં નિર્મલાએ 50 હજાર રૂપિયાની લોન લઈને પોલ્ટ્રી ફાર્મની શરુઆત કરી

ગોરખપુરમાં પચૌરી ગામમાં રહેતી નિર્મલાના જીવનમાં એક સમય એવો પણ આવ્યો જ્યારે ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું. હાલ તે પોતાની મહેનત અને લગનથી ઘણી સફળ થઇ છે. નિર્મલાએ 2 વર્ષ પહેલાં પરિવારનાં 12 સભ્યોનો પેટનો ખાડો પૂરવા ઘણો સંઘર્ષ કર્યો. તેના પરિવારના પુરુષ નોકરીની શોધમાં શહેર જતા રહ્યા. ઘરમાં આર્થિક તંગીને જોઇને નિર્મલા પણ નોકરી શોધવા ગઈ. તે દિવસોમાં નિર્મલાને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન વિશે ખબર પડી. તે થોડો પણ સમય વેડફ્યા વગર ઓફિસ ગઈ. એ પછી નિર્મલાએ લકી સ્વ સહાયતા સમૂહની શરુઆત કરી. આ ગ્રુપમાં ગામની 14 મહિલાઓને પણ સામેલ કરી.

ત્રણ વર્ષ પહેલાં નિર્મલાએ 50 હજાર રૂપિયાની લોન લઈને પોલ્ટ્રી ફાર્મની શરુઆત કરી. આકરી મહેનત પછી તેનો બિઝનેસ ચાલ્યો. આ પોલ્ટ્રી ફાર્મથી માત્ર નિર્મલા જ નહિ પણ અન્ય મહિલાઓ પણ આત્મ નિર્ભર બની છે. આ મહિલાઓનો પરિવાર પણ હવે જોડાઈ ગયો છે જેને લીધે તેમને 3થી 4 લાખનો ફાયદો થઇ રહ્યો છે. નિર્મલા પોતાની સફળતા પણ ઘણી ખુશ છે.