રિયાલિટીમાંથી બ્રેક:દરિયો ખેડવા નીકળેલા બે મિત્રોનું GPS ટ્રેકર બગડી ગયું, 29 દિવસ સુધી નારંગી અને વરસાદની પાણી પીને જીવતા રહ્યા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 29 દિવસ સુધી કોરોના મહામારી વિશે એક શબ્દ પણ ના સાંભળ્યો
  • લિવેઈએ કહ્યું કે, રિયલ લાઈફમાંથી બ્રેક લઈને સારું લાગ્યું

સોલોમન આઈલેન્ડની બે વ્યક્તિઓ દરિયો ખેડવા નીકળી હતી. ટ્રાવેલિંગમાં GPS ટ્રેકર બગડી જતા તેઓ 29 દિવસ સુધી દરિયામાં રસ્તો ભૂલીને ભટકતા રહ્યા. તેમણે જર્ની શરૂ કરી હતી ત્યાંથી 400 કિમી દૂર બંનેને પાપુઆ ન્યૂ ગિની દેશમાંથી રેસ્ક્યુ કર્યા. નોર્મલી લોકો રસ્તો ભટકી જાય તો ઉદાસ થાય છે પણ આ બંનેના કેસમાં અલગ છે. તેમણે કહ્યું, દરિયામાં અમે ખોવાઈ ગયા એ વાત સાચી પણ રિયાલિટીમાંથી એક બ્રેક લઈને અમે ખૂબ સારો સમય પાસ કર્યો.

આની પહેલાં ક્યારેય રસ્તો ભટક્યા નથી
3 સપ્ટેમ્બરના રોજ લિવેઇ નેન્જિંકેના અને જુનિયર કોલોની સોલોમન આઇલેન્ડમાં મોનો આઇલેન્ડથી સફર શરૂ કરી હતી. તેમની પાસે 60 હોર્સપાવરની મોટરબોટ હતી. બંને મિત્રોએ ન્યૂ જ્યોર્જિયામાં આવેલા નોરો શહેર સુધી 200 કિમિ ટ્રાવેલ કરવાનો પ્લાન બનાવ્યો હતો. લિવેઇએ કહ્યું કે, અમે આની પહેલાં પણ ઘણી બધી ટ્રિપ કરી છે પણ ક્યારેય રસ્તો ભટક્યા નથી.

રસ્તામાં અધવચ્ચે GPS ટ્રેકર બગડી ગયું
જર્ની શરૂ કર્યાને થોડા જ કલાકમાં ભારે વરસાદ અને પવન ચાલુ થઈ ગયો. તેને લીધે અમે કોઈ પણ વસ્તુ સ્પષ્ટ જોઈ શકતા નથી. વાતાવરણ તો ખરાબ થયું, પણ જ્યારે GPS ટ્રેકર બગડી ગયું ત્યારે અમે ડરી ગયા. અમે કઈ દિશામાં જઈ રહ્યા હતા તેની કોઈ ખબર નહોતી. આથી અમે એન્જિન બંધ કરીને ફ્યુઅલ બચાવવાનું નક્કી કર્યું. બંને ભાઈબંધે નારંગીઓ, નારિયેળ અને વરસાદનું પાણી પીને 29 દિવસ સુધી સર્વાઇવ કર્યું. આટલા દિવસ પછી પાપુઆ ન્યૂ ગિનીમાં એક ફિશરે તેમની બોટ જોઈ અને રેસ્ક્યુ ટીમનો કોન્ટેક્ટ કર્યો.

રિયલ લાઈફમાંથી બ્રેક લઈને સારું લાગ્યું
લિવેઈએ કહ્યું કે, અમને નહોતી ખબર અમે કયા લોકેશન પર છીએ. અમારી સાથે શું થશે તે પણ ખબર નહોતી. આટલા દિવસોથી કોરોના મહામારી વિશે એક શબ્દ પણ સાંભળ્યો નહોતો. ઘરે જવાની ઈચ્છા પણ હતી પણ બધામાંથી બ્રેક લઈને અમને ખુબ મજા આવી.

અન્ય સમાચારો પણ છે...