લગ્નની પળોને યાદગાર બનાવવા માટે નવવધૂઓ અને વરરાજા એકબીજા માટે કંઈક સ્પેશિયલ કરતા હોય છે, જેથી તેઓ માટે તે દિવસ તે પળ એકદમ વિશેષ બની જાય અને તે ક્યારેય પણ તેને ભૂલી ન શકે. કોઈ પોતાની રોયલ એન્ટ્રી કરાવે છે તો કોઈ ડાન્સ કરીને પોતાની વધૂને રિઝાવે છે. આ પળો બંને માટે એકદમ હ્રદયસ્પર્શી હોય છે. આ પ્રેમથી ભરેલા વીડિયોઝ જ્યારે સોશિયલ મીડિયા પર વાઈરલ થાય છે ત્યારે તેમની સાથે અન્ય યૂઝર્સને પણ એક અલગ જ આનંદની અનુભૂતિ કરાવે છે.
લગ્નનાં ફંક્શનમાં પત્નીનું લાઇવ પોટ્રેટ બનાવ્યું
હાલ ઈન્સ્ટાગ્રામ પર આવી જ એક અદ્ભુત ક્લિપ વાઈરલ થઈ છે કે, જેમાં વરરાજા લગ્નનાં ફંક્શનમાં તેની પત્નીનું લાઇવ પોટ્રેટ પેઇન્ટ કરતો જોવા મળી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ યુઝર અને આર્ટિસ્ટ વરુણ જરસાનિયાએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે પત્ની પ્રથા વડરિયાને પણ ટેગ કર્યા હતા. આ વીડિયો પોસ્ટ કરવાની સાથે એક સારું એવું કેપ્શન પણ આપ્યું છે, ‘વરરાજા તેની દુલ્હન માટે નૃત્ય કરે તે ખૂબ જ સામાન્ય છે !! યે દેખો કુછ અલગ!!! લવ ફોર માય બ્રાઈડ & નાઉ વાઈફી!!’
આ અદ્ભુત ક્લિપની શરુઆત એક કોરા કેનવાસ સાથે થાય છે અને વરરાજા મ્યૂઝિકની બીટ પર હાથમાં પેઈન્ટ બ્રશ લઈને તેની પત્નીનું લાઈવ પોટ્રેટ બનાવવાનું શરુ કરે છે. શરુઆતમાં તે કેનવાસના એક ખૂણા પર હૃદય બનાવે છે, જેમ-જેમ તે આગળ વધે છે તેમ-તેમ તે સ્પષ્ટ થઈ જાય છે કે, તે તેની પત્નીનું પોટ્રેટ બનાવી રહ્યો છે. આ પોટ્રેટ પૂરું કર્યા પછી તે પેઇન્ટિંગ તેની પત્ની અને મહેમાનોને પણ બતાવે છે. આ વીડિયો એક સુંદર આર્ટવર્ક પોઝ સાથે પૂરો થાય છે.
આ વીડિયો 17 ડિસેમ્બર, 2022નાં રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. ગયા મહિને શેર કરવામાં આવી ત્યારથી આ ક્લિપ વાયરલ થઈ છે અને 14 લાખથી પણ વધુ વ્યૂઝ એકત્રિત કર્યા છે. આ ઉપરાંત તેને અનેક લાઈક્સ અને કોમેન્ટ્સ પણ મળી છે. આ વીડિયો પર પ્રથાએ પણ કોમેન્ટ કરી હતી. તેણીએ લખ્યું હતું કે, ‘તારો ખૂબ ખૂબ આભાર, ફક્ત આજનાં દિવસે જ ‘કુછ અલગ’ કરવા બદલ નહી પરંતુ, આપણાં જીવનનાં દરેક સંભવિત દિવસે ‘કુછ અલગ’ કરવા બદલ... #meibhi.’
આ વીડિયો પર અન્ય લોકોએ કેવી પ્રતિક્રિયા આપી તે અહીં છે:
એક ઇન્સ્ટાગ્રામ યુઝરે પોસ્ટ કર્યું, ‘વાહ, અદ્ભુત!’ બીજાએ શેર કર્યું, ‘જે રીતે તેણે તેની કલાનું અદ્ભૂત પ્રદર્શન કર્યું, આઈ લવ યુ’ ત્રીજાએ કોમેન્ટ કરી,‘અદ્દભૂત!’ ચોથાએ કોમેન્ટ કરી, ‘તે કેટલી નસીબદાર છે.’ એક યૂઝરે મજાકમાં એવી કોમેન્ટ પણ કરી હતી કે, ‘ભાઈ, જો ભૂલથી કોઈ બીજાનું પોટ્રેટ બની ગયું હોત તો...’
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.