• Gujarati News
  • Lifestyle
  • It Is Not Only Necessary To Learn Mathematics And Science But Also To Help People And Be Honest

77% માતા-પિતા કહે છે- બાળકોનું ચારિત્ર્ય ઘડતર જરૂરી:ફક્ત ગણિત- વિજ્ઞાનનું ભણતર જ નહિ, પરંતુ લોકોની મદદ કરે અને ઈમાનદાર રહે એ પણ જરૂરી છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

આજના સમય પ્રમાણે દરેક માતા-પિતા એવું ઇચ્છતા હોય છે કે, તેમનું બાળક સર્વગુણ સંપન્ન હોય. તો માતા-પિતા મોટાભાગના માતા-પિતા ઈચ્છે છે કે તેમના બાળકો તેમના ચારિત્ર્ય ઘડતર માટે વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM)થી પણ વધારે કંઇક શીખે અમેરીકામાં 2000 માતા-પિતા પર કરવામાં આવેલા એક સર્વમાં 77% માતા-પિતા જણાવ્યું હતું કે, પ્રારંભિક શિક્ષણ દરમિયાન શૈક્ષણિક કૌશલ્યો સાથે ચારિત્ર્ય નિર્માણ પણ શિખવું જરૂરી છે.

માતા-પિતા ઇચ્છે કે, બાળક ઇમાનદાર અને ન્યાય પ્રિય થાય
77% માતા-પિતા જણાવે છે કે, બાળક ફ્કત ભણતર વિશે જ નહી પરંતુ સંબંધો અને સામાજીકતા વિશે પણ જાણે. આ સાથે જ 75% માતા-પિતા તેમનાં બાળકોને બીજાને મદદ કરવાનું મહત્ત્વ પણ જણાવે છે. માતા-પિતાની ઇચ્છા તેમનાં બાળકો શાળામાં જવાબદાર, મદદરૂપ, પ્રામાણિક અને ન્યાયીના પાઠ શીખે છે. તો વધુમાં ત્રણમાંથી બે વાલીઓએ ઈચ્છા વ્યક્ત કરી કે આવા ચારિત્ર્ય ઘડતરના પાઠ તેમને શાળામાં પણ ભણાવવા જોઈએ.

રમકડાંની આપ-લે કરવાથી ચારિત્ર્યનું નિર્માણ થાય છે
તો 75% વાલીઓ બાળકોના પ્રારંભિક શિક્ષણ માટે એવી શૈક્ષણિક સંસ્થા પસંદ કરે છે, જ્યાં તેમના ચારિત્ર્ય નિર્માણ પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવતું હોય. મોટા ભાગના વાલીઓ માને છે કે જો બાળકોને આ પ્રકારનું શિક્ષણ શરૂઆતથી જ મળે તો આ દુનિયા રહેવા માટે સારી જગ્યા બની જશે. તેને શાળામાંથી જ અજમાવી જુઓ. 61% માતા-પિતાએ કહ્યું હતું કે જ્યારે તેમણે તેમનાં બાળકો અન્ય બાળકોને દિલાસો આપતાં, રમકડાં આપતાં અથવા વાતચીત શરૂ કરતાં જોયાં ત્યારે તેમને લાગ્યું કે બાળકો યોગ્ય છે.

ક્લાસમાં ભણતાં બાળકોને બહાર પણ લઈ જાઓ
તો બીજી તરફ પોલમાં સામેલ ત્રણ ચતુર્થાંશ માતા-પિતાએ જણાવ્યું હતું કે બાળકો માટે ક્લાસની બહાર પણ શીખવાનો મોકો મળતો હોય છે. 52% માતા-પિતા કહે છે કે તેમનાં બાળકો સમાજસેવા માટે મેચ્યાર થઇ ગયાં છે. તો ઘણાં માતા-પિતાએ પણ જણાવ્યું હતું કે બાળકો સાથે તે પણ જવા માગે છે.